અજમાવી જૂઓ .

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


* મંદાગ્નિની તકલીફથી રાહત પામવા એક કપ દાડમના રસમાં બે ચમચા મધ તથા થોડું સિંધવ ભેળવી સેવન કરવાથી ભૂખ લાગે છે તેમજ ભોજન પ્રતિ રૂચિ  જાગૃત થાય છે.

* પાંચ ટીપાં પાણીમાં લસણનો થોડો રસ ભેળવી પીવાથી હાઇ બ્લડપ્રેશરમાં તાત્કાલિક લાભ થાય છે.

* જેઠીમધ અથવા નાની એલર્જી મોમાં રાખવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.

* પેરૂના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

* દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે.

* ત્વચા ડિહ્રાઇડેટ થઇ ગઇ હોય તો મધ લગાડવું.

* આદુ અથવા કાંદાની પેસ્ટ કપાળ પર લગાડવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. આ પેસ્ટ લગાડતી વખતે થોડી બળતરા થશે તે ધ્યાન રાખવું. દસ મિનિટ બાદ કપાળ ધોઇ નાખવું.

* સામાન્ય તેમજ રૂક્ષ ત્વચા માટે ટમેટાનો રસ ઉત્તમ ટોનર છે. 

*  બે ટી.-સ્પૂન કોપરેલમાં એક ટી-સ્પૂન લીંબુનો રસ ભેળવી વાળના મૂળમાં લગાડવાથી ખોડો દૂર થાય છે.

* રોટલીને મુલાયમ કરવા લોટ હુંફાળા પાણીથી બાંધવો.

* જૂના ફર્નિચરને ચકચકિત કરવા લીંબુના રસમાં અથવા તો સફેદ સરકા(વ્હાઇટ વિનેગાર)માં વેજીટેબલ ઓઇલ ભેળવી, પોલિશની માફક ફર્નિચર પર લગાડવાથી સ્વચ્છ કપડાંથી હળવે-હળવે રગડવું.

* રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે.

* ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તો તેમાં થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા સારા બનશે.

* મરચાં સમારવાથી હાથમાં થતી બળતરા દૂર કરવા અડધા લીંબુના રસમાં અડધી ચમચીમીઠું ભેળવી હાથ પર પાંચ મિનિટ ઘસીને ધોઇ નાખવું.

* ગુલાબજાબું કડક થઇ જતાં લાગે તો માવામાં થોડીક ખાંડ ભેળવવી ને પછી તળવા. તળવાથી માવામાંની ખાંડ પીગળશે અને ગુલાબજાંબુ નરમ થશે.

- મીનાક્ષી તિવારી



Google NewsGoogle News