અજમાવી જૂઓ .
- કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે.
- આદુના રસમાં ચપટી હીંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસખો ઉપયોગી બને છે.
- લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે.
- મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે.
- શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનપસ્તિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે.
- ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.
- પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.
- વરિયાળીનું ચુરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી ૮ થી ૧૦ ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે દોઢ મહિનો ફાકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે.
- ગાયનું ઘી માથામાં ચોળી એક કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે.
- રાતના બે ચમચા મધ અને એક પ્યાલામાં પાણીમાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાઢ નિંદ્રા આવે છે.
- વાયુ કે કફ (આમ)ક દોષથી અંગ જકડાઈ ગયા હોય તો રાઈની પોટીસ લગાડવી.૦ સકરપારાનો લોટ હુંફાળું પાણીથી બાંધવાથી સક્કરપારા ક્રિસ્પી મુલાયમ થાય છે.
- મીનાક્ષી તિવારી