અજમાવી જૂઓ .

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- સૂરણને બાફી ઘીમાં સાંતળી ને ખાવાથી હરસમાં ફાયદો કરે છે. બાફેલું સૂરણ દહીં સાથે ખાવાથી પણ રાહત થાય છે.

- ડુંગળીનો રસ દાદર કે ખુજલી પર ચોપડવાથી ફાયદો થાય છે.

- અળવી (પાતરા) નાં કૂણાં પાનનાં રસ જીરાની ભુકી મેળવીને પીવાથી પિટી પ્રકોપ મટે છે.

- મૂળાના રસમાં લીંબુનાં રસ ભેળવીને પીવાથી ભોજન પછી થતા પેટના દુખાવા તથા ગેસમાં રાહત થાય છે.

- ખજૂર દશ તોલા અને કિસમિસ દ્રાક્ષ પાંચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી શરીરવાળા દર્દીઓના શરીરમાં નવું લોહી પેદા થાય છે.

- પાકા પપૈયાના ગટ-માવમાં સપ્રમાણ હળદર ભેળવી પેસ્ટ બનાવી ૧૦-૧૫ મિનિટ ગરદન પર લગાડી માલિસ કરી સ્નાન કરવાથી શ્યામ ગરદન ઊજળી થાય છે.

- ગોળ સાથે કોપરું ખવડાવવાથી બાળકોનું સુકલકડી શરીર હ્રષ્ટ પુષ્ટ બને છે, શરીરમાં ચરબીમાં વધારો થાય છે અને બાળકો જલદી ગજું કરે છે.

- સવાર-સાંજ પાકાં ટમેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ત્વચા પર થનારાં લાલ-લાલ ચાઠાં, ચામડીની શુષ્કતા, ખંજવાળ, ત્વચા પર થતી નાની ફોડલીઓ વગેરે લોહી વિકારમાં ફાયદો થાય છે.

- જામફળનું શાક બનાવી ખાવાથી કબજિયાત મટે છે.

- ટામેટું, ગાજરનો રસ, સંતરાનો રસ, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર ૩૦ મિનિટ લગાડી રાખવાથી ટોનિકનું કામ કરે છે.

- ડુંગળી ખાધા પછી મુખ દુર્ગંધ દૂર કરવા થોડો ગોળ ખાવો.

- હેડકી પર ચપટી હળદર ફાકવાથી રાહત થાય છે.

- સ્ટીલના તપેલાને પાણીથી ધોઈ દૂધ ગરમ કરવાથી તપેલીમાં દૂધ ચોંટશે નહીં.

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News