Get The App

અજમાવી જૂઓ .

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- ઓઇલી ત્વચાવાળાએ હળવા ફેશવોસથી ચહેરો ધોવો.

- કેળાની ચિપ્સ બનાવતી વખતે કેળા કાળા પડી જતા રોકવા માટે કેળાની છાલ ઉતારી કેળાને પાંચ મિનિટ છાશ અથવા હળદરયુક્ત પાણીમાં ભીંજવવા.

- ઇડલી સાથે ખાવા કોપરાની ચટણી બનાવવા કોપરૂ ન હોય તો બે સ્લાઇસ બ્રેડ લઇ તેનો મિક્સરમાં ભૂક્કો કરી તેમાં સ્વાદાનુસાર મસાલો નાખવાથી સ્વાદિષ્ટ ચટણી તૈયાર થશે.

- કીડી કે મચ્છરના ડંખ પર વિક્સનો  ઉપયોગ આવતી ખંજવાળને રોકવાનો રામબાણ ઇલાજ છે.

- હીંગને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

- આંબળાના તેલથી માલિશ કરવાથી શરીર અને મગજને તાજગી મળે છે.

- આંબળાના સેવનથી રક્તશુદ્ધિ થાય છે. અને માંસપેશીઓ પુષ્ટ બને છે.

- આદુ-તુલસીની ચા બનાવીને ગરમ ગરમ પીવી તેમજ તેની વરાળ શ્વાસમાં લેવાથી શરદી દૂર થાય છે.

- એક બ્રાઉન બ્રેડ દૂધમાં ડૂબાડી ચહેરા પર હળવો રગડવો. ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

- રૂક્ષ ત્વચાને મુલાયમ કરવા સમાન માત્રામાં  ગિલસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ  ભેળવી રાખવો અને તેને મોઇશ્ચરાઇઝર તરીકે ઉપયોગમાં લેવો.

- દાડમના ફૂલના રસના બે ટીપાં નાકમાં નાખવાથી નસકોરીમાં રાહત થાય છે.

- હેડકીની તકલીફ દૂર કરવા દાડમના દાણા ધીરે ધીરે ચાવવા.

- ઢોસા બનાવતી વખતે ઢોસાના ખીરામાં મેથીના થોડા દાણા નાખવાથી ઢોસા સ્વાદિષ્ટ થાય છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News