અજમાવી જૂઓ .
- ફણસની સીઝન હોય ત્યારે ફણસના બિયાંને ફેંકી ન દેતા તેને છોલી તડકામાં સુકવી તેનો ભૂક્કો કરી શીશીમાં ભરી રાખવો. કરી બનાવતી વખતે તેમાં એક ટેબલસ્પૂન નાખવાથી કરીની સોડમ તથા સ્વાદ વધી જશે.
- સ્ક્રૂને કાટ લાગી ગયો હોય અને સ્ક્રૂ નીકળતું ન હોય તો સ્ક્રૂ પર વિનેગારના થોડા ટીપાં નાખી થોડીવાર રહેવા દેવું. જેથી સ્ક્રૂ થોડો ઠીલો પડી જશે. સ્ક્રૂ ડ્રાઇવરથી સ્ક્રૂ ફેરવતાં તરત જ સ્ક્રૂ બહાર નીકળી આવશે.
- તુલસી, ફૂદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુની તકલીફથી છૂટકારો મળે છે.
- તેલ,લીંબુનો રસ અને મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંતની તકલીફો જેવી કે દુખાવો,પીળાશ અને દાંતમાંથી લોહી વહેતું બંધ થાય છે.
- ફળને લાંબો સમય તાજા રાખવા એક વાસણમાં મૂકી રેફ્રિજટેરમાં રાખવા અને ઢાંકણ ઢાંકવું નહીં.
- ઇંડાને બાફ્યા હોય તે પાણી ઠંડુ પડે પછી પ્લાન્ટમાં નાખતા પ્લાન્ટને પોષણ મળે છે.
- જૂની પ્લાસ્ટિકની મેટ્સને ફેંકી ન દેતાં રેફ્રિજરેટરમાં સ્લેવેઝ પર રાખવી અથવા કિચનકેબિનેટમાં અખબારના કાગળના સ્થાને મૂકવાના ઉપયોગમાં લેવી.
- સેન્ડવિચ પર દૂધવાળું બ્રશ ફેરવી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રાખવાથી સેન્ડવિચ તાજી રહે છે.
- કાચના વાસણ ધોતી વખતે સિન્કમાં જાડું કપડું પાથરી દેવાથી વાસણ તૂટવાનો ડર નહીં રહે.
- સાબુદાણાની ખીચડીમાં કેપ્સિકમ મરચાંનો વઘાર કરવાથી ખીચડી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
- દરેક ભાણામાં ઓછામાં ઓછા ૬૦-૮૫ ગ્રામ પ્રોટીન સમાયેલું હોવું જોઇએ. દિવસ દરમિયાન ઝીરો થી ૩૦ ગ્રામથી વધુ પ્રોટીન ખાવું નહીં. તેથી બટાકા, ભાત, બ્રેડ, રોટલી, સાકર, પોપકોર્ન વગેરેનું સેવન નહીંવત કરવું. નાસ્તામાં ફળ, સફરજન, કલિંગર,સકરટેટી અને પીચ ખાઇ શકાય. રસોઇ માટે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકાય. રાતના ભોજનનું પ્રમાણ ઓછુ તથા જલદી ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- મીનાક્ષી તિવારી