અજમાવી જૂઓ .

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- પરસેવો વધુ થતો હોય તો પાણીમાં ફટકડી ભેળવી સ્નાન કરવું.

- કાંદા સમારતા આંખમાંથી પાણી ન આવે તે માટે કાંદાના ફોતરાં કાઢી કાંદાને પાંચ મિનિટ પાણીમાં પલાળી પછી સમારવા.

- સાબુદાણાના વડા સહુ કોઇ બનાવતા હોય છે. પરંતુ તેની ટિકી વધુ સ્વાદિષ્ટ લાગે છે. સાબુદાણાના વડાનું મિશ્રણ બનાવી તેને ચપટા વાળી લોઢી પર પેટિસની માફક સેકવાથી વધુ સ્વાદિષ્ટ તથસ્ક્રિસ્પી થાય  છે.આ મિશ્રણમાં આરાલોટ નાખવાથી ક્રિસ્પી બનશે.

- મકાઇના બોફેલા દાણા ક્રશ કરેલા, બટાકા, ચીઝ તેમજ પનીર તથા કોર્નફલોર તેમજ જોઇતો મસાલો ભેળવી વડા બનાવવા. તળતી વખતે છૂટતા લાગે તો આરાલોટમાં રગદોળવા. કોર્નફ્લોરના સ્થાને બ્રાઉન બ્રેડનો ભુક્કો નાખી શકાય.

- કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવું તેમજ તવા પર સેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓઇલી નથી લાગતી. 

- ટામેટાના સુપમાં ફુદીનાના બે-ચાર પાન નાખવાથી સોડમ તથા સ્વાદ બન્ને સારા આવે છે.

- લીંબુનું શરબત સ્ફૂર્તિ આપે છે. તેથી થાક્યા હોય ત્યારે એક ગ્લાસ પીવું. 

- પગમાંની કપાસીને કુણી કરવા હુંફાળા પાણીમાં રોજ પગ બોળવા.  

- માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં  ભરાવો થતા વાયુનો હોય છે.તેથીઅજમાનું ચુરણ લાભકારી નીવડે છે.૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું.માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે.

- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

- હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો.

- પાકેલા પપૈયાનો ગર ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફથી છૂટકારો મળે છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News