અજમાવી જૂઓ .

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન  અંજીર સાથે ચાવી ચાવીને ખાવા

- ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.

- બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.

- એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.

- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

- નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.

- માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.

- માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં  ભરાવો થતા વાયુનો હોય છે.તેથીઅજમાનું ચુરણ લાભકારી નીવડે છે.૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું.માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે.

- વરિયાળીનું ચુરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી ૮ થી ૧૦ ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે દોઢ મહિનો ફાકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે.

- દાઝ્યા પર ગોબર લગાડવાથી આરામ મળે છે.

- કાચું બટાકું દાઝ્યા પર લગાડવાથી લાભ થાય છે.

- દાઝેલા ભાગને ૧૫-૨૦ મિનિટ ઘઉંના લોટમાં દાબી રાખવો રાહત થશે.

- આગથી દાઝી ગયા પર તલને વાટી લગાડવાથી ફાયદો થાય છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News