અજમાવી જૂઓ .

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- દાંત દુખતો હોય તો ગરમ પાણીમાં ફટકડી નાખીને કોગળા કરવા.

જીસરગવાની શીંગનું ચણાના લોટવાળું શાક કરવું હોય તો ચણાના લોટને તેલમાં શેકવો અને શાક બનાવતી વખતે ઠંડા પાણીના સ્થાને ગરમ પાણી નાખવું. જેથી લોટનો લચકો ન થતાં રસાદાર રહેશે.

- ઘરમાં તાજો રંગ કર્યો હોય અને રંગની વાસ  દૂર કરવા એક પ્લેટમાં કાંદા સમારી અને રૂમ વચ્ચે થોડીવાર રાખી મુકવાથી કલરની વાસ દૂર થશે.

- વાટેલા તુલસીના પાન ચાટવાથી પાચનશક્તિ વધે છે. જેથી ભૂખ નિયમિત લાગે છે.

- તળતા પહેલાં તેલમાં ચપટી મીઠું નાખવાથી તેલ એમાં ચોંટશે નહીં અને વાનગી સહેલાઇથી નીકળી જશે.

- ચાંદીને સિગારેટની રાખથી ઘસવાથી ચકચકિત થાય છે.

- દુ:ખતા દાંત પર મીઠું ઘસવાથી રાહત થાય છે. દાંતના પોલાણમાં મીઠું પણ ભરી શકાય.

- થર્મોસમાંથી ગંધ દૂર કરવા તેમાં પાણી ભરી બે ચમચા સોડા ભેળવી થોડી વાર રહેવા દઇ ધોઇ નાખવાથી વાસ જતી રહેશે.

- લીંબુને થોડા દિવસ તાજા રાખવા પાણીમાં રાખવા અને રોજ પાણી બદલવું.

- ગુંદર સુકાવા લાગે તો તેમાં થોડા ટીપાં સરકો નાખી દેવાથી ગુંદર વાપરવા લાયક બને છે.

- ફૂદીનો એક ઉત્તમ માઉથ વોશ છે. ભોજન પછી થોડા પાંદડા ચાવી જવાથી શ્વાસમાંની દુર્ગંધ દૂર થાય છે.

- રેફ્રિજરેટરમાંથી ટામેટાને બહાર કાઢ્યા પછી ગરમ પાણીમાં રાખવાથી ટામેટાની છાલ નરમ થઇ જશે અને તેને છોલવામાં સરળતા પડશે.

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News