અજમાવી જૂઓ .
- દૂધ જમાવતી વખતે એક ચમચી મિલક પાવડર નાખવાથી દહીં ઘટ્ટ જામે છે.
- પૂરીના લોટમાં રવો ભેળવવાથી પૂરી ક્રિસ્પી થાય છે.
- માઇગ્રેનથી રાહત પામવા ૧૦-૧૨ બદામ ચાવીને ચાવીને ખાવી.
- એક ચમચો મેથી દાણામાં એક કપ પાણી નાખી ઉકાળી સવાર-સાંજ પીવાથી અસ્થમામાં રાહત થાય છે.
- કાંદા-લસણ-ટામેટાની ગ્રેવી બનાવી તેમાં પનીર ખમણીને નાખવાથી સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે.
- કલિંગરના ટુકડાને મિકસરમાં નાખી તેમાં સાથે પાણી, સાકર તેમજ રોજ શરબત ભેળવી લિકવિડાઇઝ કરી ગાળી ઠંડુ કરી પીવાથી સ્વાદિષ્ટ જ્યૂસ તૈયાર થાય છે. ગરમીમાં ઠંડા-ઠંડા કુલનો એહસાસ કરાવે છે.ઇચ્છો તો બરફના ઝીણા ટુકડા કે ક્રશ કરેલો બરફ પણ નાખી શકાય.તેનાથી જ્યૂસ વધુ સ્વાદિષ્ટ લાગે છે.કલિંગરના નાના-નાના ટુકડા જ્યૂસમાં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
- ગરમીમાં ચહેરાને ઠંડક પ્રદાન કરવા ચંદનની પેસ્ટ બનાવી લગાડવી.
- નોકરી કે રોજિંદા જીવનમાં વાંરવાર અડચણ આવતી હોય તો નારાયણ કવચનો પાઠ વાંચવાથી બાધાઓ દૂર થાય છે.
- દૂધ કેરી સીઝનમાં નિયમિત ખાવાથી પૌષ્ટિક સાબિત થાય છે.
- તીખા ગાંઠિયા કઢીમાં નાખવાથી કઢી સ્વાદિષ્ટ થાય છે.
- સેવ ટામેટાના શાકમાં કાંદા લસણ નાખવાથી શાક વધુ સ્વાદિષ્ટ થાય છે.
- કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવા
- ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.
- માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં ભરાવો થતા વાયુનો હોય છે.તેથીઅજમાનું ચુરણ લાભકારી નીવડે છે.૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું.માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે.
- મીનાક્ષી તિવારી