અજમાવી જૂઓ .

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- દહીં ઘટ્ટ કરવું છે ? મુંઝાશો નહીં તેમાં મેળવણ નાખતી વખતે થોડો કોર્નફ્લોર ભેળવી દો.

- ભાત વધુ રંધાઈ જશે એવો ડર છે ? ઉકળતા ચોખામાં તેલનાં થોડા ટીપાં ઉમેરી દો.

- પડદાં જુના થઈ ગયા છે ? તેને કાઢી નાખી નવા પડદાનો અસ્તર તરીકે ઉપયોગ કરો.

- કીડીનો ઉપદ્રવ દૂર કરવો છે ? કીડીને કાકડીની ગંધ ગમતી નથી. કીડીનો ઉપદ્રવ હોય ત્યાં કાકડીની છાલ મૂકી દો. કીડી ફરકશે નહીં.

- રંગીન કપડાનો રંગ ઉતરે છે ? છેલ્લા પાણીમાં ધોતી વખતે થોડો વિનેગાર ભેળવી દો.

- મખમલના પોષાક પરથી કરચલી દૂર કરવી છે ? વરાળવાળા બાથરૂમમાં કપડાં લટકાવી રાખો. ગરમ ગરમ પાણીની બાલદી ભરી બાથરૂમ બંધ કરી દેવાથી બાથરૂમમાં ગરમ પાણીની બાફ રહેશે.

- જરીને કાળી પડતી રોકવી છે ? કપડાના કબાટમાં અજમાની પોટલી મૂકી દો, નાની ઝિપલોગ બેગમાં પણ અજમો ભરી મૂકી શકાય.

- આઈસ્ક્રીમ ઘટ્ટ બનાવવો છે ? એમાં દૂધનો થોડો પાવડર ભેળવી દો.

- અથાણામાં સરકો ઉમેરવાથી અથાણું લાંબા સમય સુધી તાજું રહેશે.

- કાચી કેરીને બાફી તેના ગરમાં સાકર ભેળવી શરબત બનાવી પીવાથી તડકાની ગરમીની અસર થતી નથી.

- સફેદ કપડા ધોતી વખતે ડિટરજન્ટ પાવડર સાથે થોડોક બ્લિચિંગ પાવડર નાખવાથી કપડાંની ચમક, સફેદાઈ વધશે, ઉપરાંત દરેક જાતનાં ડાઘા દૂર થશે.

- મટર-પનીરના શાકમાં એક કપ દૂધ નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે.

- ચણાના લોટની બરફી બનાવતી વખતે એમાંં મગની દાળનો થોડો લોટ ભેળવી દેવાથી બરફી સ્વાદિષ્ટ થશે.

- નારંગીની છાલને ધીમા તાપે એટલી પકવો કે એ કડક બની જાય, પછી છાલનો પાવડર બનાવવો, આ પાવડરનો કેક, હલવામાં ઉપયોગ કરવાથી વાનગી નારંગી જેવી સુગંધીદાર તથા સ્વાદિષ્ટ બનશે.

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News