Get The App

અજમાવી જૂઓ .

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- ડિહાઇડ્રેટ થયેલી ત્વચા પર સંતરાના રસમાં મધ ભેળવી હળવો મસાજ નિયમિત કરવાથી ફાયદો થાય છે.

- એક ફીણેલા ઇંડામાં બે નાની ચમચી જૈતુનનું તેલ અને એક મોટો ચમચો સરકો બરાબર ભેળવી વાળમાં લગાડી અડધો કલાક બાદ વાળ ધોવાથી વાળ મુલાયમ થાય છે.

- મનીપ્લાન્ટના પાન મોટા ન થતા હોય તો તેમાં નારિયેળના છૂછાનો ચૂરો નાખવાથી પાન મોટા થાય છે. 

- બે ચમચી ટામેટાનો રસ ચહેરા પર લગાડવાથી  ત્વચા ચમકીલી થાય છે.

- સફરજનની સ્લાઇસ ચહેરા પર મૂકવાથી ત્વચા પરનું વધારાનું તેલ શોષી લે છે.

- ગરમીના કારણે માથાનો દુખાવો થતો હોય તો દૂધીના ગરનો લેપ કપાળે કરવો.

- અડધો કપ પાણીમાં ગોળ અને મરીનો ભૂક્કો ભેળવી ઉકાળીને ચાની માફક પીવાથી શરદીમાં રાહત થાય છે.

- રાતના સૂતા પહેલાં એક ચમચો મધ એક ગ્લાસ પાણીમાં ભેળવી પીવાથી કબજિયાતમાં ગુણકારી છે.

- તુલસીના રસમાં કપૂર ભેેળવી રૂના પૂમડાને ભીંજવી દુખતા દાંતમાં દબાવવાથી રાહત થાય છે.

- બે ચમચા સોયાબીનનો લોટ, એક મોટો ચમચો દહીં તથા મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ઢીલી પડેલી ત્વચામાં કસાવ આવે છે તેમજ ત્વચા નિખરે છે.

- સમજણું બાળક પથારીમાં પેશાબ કરતું હોય તો તેને રોજ બે અખરોટ અને ૧૦-૧૨ કિસમિસ સૂતા પહેલાં ખવડાવવી અને તેના પગ હુંફાળા પાણીથી લૂછવા.

- બાળકને મુખમાં છાલા પડતા હોય તો તેનાથી રાહત પામવા આંબળાનો રસ છાલા પર લગાડવો નિયમિત દિવસના ત્રણ વખત લગાડવું.  

- મીનાક્ષી તિવારી 


Google NewsGoogle News