અજમાવી જૂઓ .
- લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે.
- મસાલા ખીચડી બનાવતી વખતે ઉતાવળ હોય તો વઘાર કરવાની માથાકૂટ કરવાને બદલે ખીચડીમાં જ લસણની કળી, ઝીણું સમારેલું ટામેટું, પાલખ, વટાણા નાખી જોઇતા પ્રમાણમાં મીઠું તથા બિરિયાની મસાલો નાખવા. ઝટપટ સ્વાદિષ્ટ ખીચડી તૈયાર થશે.
- સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણા પલળી જાય બાદ તેને કોરા સ્વચ્છ કપડા પર પહોળા કરવાથી સાબુદાણામાનુંં પાણી શોષાઇ જતાં સાબુદાણા છૂટા થશે.
- તેલવાળું વાસણ ધોવા મૂકતાં પહેલા તેને ઘઉંના લોટથી બરાબર લૂછી નાખવું. જેથી વાસણમાંની ચીકાશ નીકળી જશે અને લોટમાં મોણ નાખવાની જરૂર નહીં પડે.
- કટલેટનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે.
- ગરમ પીણાં જેવા કે ચા,દૂધ,કોફી પડવાથી દાઝી જવાય તો તરત જ મીઠું ભભરાવી દેવાથી બળતરા પણ નહીં થાય તેમજ છાલા પણ નહીં પડે.
- બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે.
- સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.
- દૂધ મેળવતી વખતે તેમાં નાળિયેરના બે-ત્રણ ટુકડા રાખવાથી દહીં બે-ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય.
- દાળ-શાક-સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાની ભૂક્કી નાખવી.
- આદુ-મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવાથી આદુ-મરચાં કાળા નથી પડતા તેમજ જલદી બગડતા નથી.
- મગની દાળના ભજિયા માટે દાળ થોડી કરકરી રાખવાથી ભજિયા ક્રિસ્પી બને છે.
- રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે.
- ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે.
- મીનાક્ષી તિવારી