અજમાવી જૂઓ .

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે.

-  આદુના રસમાં ચપટી હીંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસખો ઉપયોગી બને છે.

-  લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે.

-  મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે.

-  શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનપસ્તિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે.

-  ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.

- પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.

-  બહારના માર કે મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરી લેપ કરવો તથા  ગોળ-ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પીડા દૂર થાય છે.

-   ચણાના લોટમાં દૂધ તથા તેલ મેળવીને કાયમ સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો તેજસ્વી બને છે.

-   મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને (સાબુને બદલે) તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોળીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે. મેદસ્વીએ દૂધ-તેલ વગર જ એકલા લોટથી સ્નાન કરવું.

- એલચીના ફોતરાં બાળી તેની ભસ્મ મધ સાથે  ચાટવાથી કફની ઊલટી-ઊબકામાં રાહત થાય છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News