અજમાવી જૂઓ .
- તલના તેલનું માલીશ કરવાથી શરીર સમતોલ,સુદ્રઢ,તાકાતવાન,શક્તિશાળી તથા હૃષ્ટપુષ્ટ બને છે.
- વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુ-મરચાં , કોથમીર, ચપટી લસણ (નાખવું હોય તો) ભેળવી ભજિયા બનાવવા.તેલનું મોણ નાખવું.
- દીવાલ પર ના પેન્સિલના નિશાનને દૂર રાખવાસિગારેટની રાખથી સાફ કરવું.
- સરસવનું તેલ ગરમ કરી એક ચમચો દહીં નાખવું. ઠંડુ પડે પછી ઉપયોગમાં લેવાથી કડવી ગંધ આવશે નહીં અને સ્વાદ પણ ઘી જેવો લાગશે.
- થોડા દિવસો માટે ફ્રિઝ બંધ રાખવું હોય તો એને ખાલી કરી સાફ કરી એમાં એક વાડકી મીઠું અને બીજી વાડકી કોફીની મુકી રાખવી જેથી ફુગ નહીં થાય તેમજ અખબાર પાથરી રાખવા જેથી ભેજ નહીં થાય.
- મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.
- મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.
- ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા.
- સ્તન, અંડકોશ, હરસ તથા પેટમાં પીડા થાય ત્યારે જીરાનો ભૂક્કો પાણીમાં કાલવી ગરમ કરી દુખતા ભાગે લેપ લગાડવો.
- બાળકની છાતીમાં ભરાઇ ગયેલા કફને છૂટો પાડવા જાયફળનો પાણીમાં ઘસારો કરી, બાળક સહન કરી શકે તેટલું ગરમ કરી છાતીએ લગાડવું.
- આધાશીશીમાં રાહત પામવા લસણની કળી વાટીને દર્દીની કાનપટ્ટી પર લગાડવી.
- બેસેલા અવાજને મૂળ જેવો કરવા ખડી સાકરનો ગાંગડો ચૂસવો.
- કપાસિયાના તેલથી નયમિત માલીશ કરવાથી ત્વચા પરના કાળા ડાઘા, ઝાંય, ચાઠાં દૂર થાય છે.
- આમવાત-સંધિવાના સોજા પર કરડીનું તેલ ગરમ કરી માલીશ કરવાથી રાહત થાય છે.
- મીનાક્ષી તિવારી