અજમાવી જૂઓ .

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- કાબુલી ચણા બાફતી વખતે તેમાં થોડી ચણાની દાળ નાખવાથી ચણા જલદી બફાઇ જશે.

- કપડાં પર સફેદી લાવવા અડધો કપ ચાનું પાણી અડધી બાલદીમાં ભેળવવું. પંદર મિનિટ કપડાં તેમાં પલાળી રાખી તડકામાં સુકવી દેવા.

- વરિયાળીને પાણીમાં ઉકાળી તેને ગાળી તે પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

- શરદીથી રાહત પામવા ફૂદીનો તથા લીંબુની વરાળ શ્વાસમાં લેવી.

- ડ્રોઅર સરળતાથી ખૂલે માટે ડ્રોઅરના તળિયે મીણ ઘસવું.

- ઇંડા પર રિફાઇન્ડ તેલ લગાડીને રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબા સમય સુધી બગડતા નથી.

- બંગડી ઉતરતી ન હોય તો કાંડાપર પ્લાસ્ટિકની પાતળી પટ્ટી ગોળ ફરતે રાખી બંગડી સેરવવાથી સરળતાથી નીકળી જશે.

- ચીઝ ખમણ્યા પછી ખમણીની ચીકાશ દૂર કરવા એક બટાટુ ખમણવું.

- ક્રિસ્પી ઢોસા બનાવવા ખીરામાં થોડી તુવેર દાળ અને મેથીના દાણા ભેળવવા.

- તળેલા પનીરને પુલાવમાં નાખતાં પહેલાં  પાંચ મિનિટ હુંફાળા પાણીમાં  પલાળવું.

- દૂધ ઉકાળતી વખતે તેમાં થોડી સાકર નાખવાથી દૂધ જલદી બગડતું નથી.

- એલચી થોડી પ્રમાણમાં દળવાની હોય તો જલદી દળાતી નથી તેથી એલચી સાથે સાકર ભીળવી પીસવું.

- રવામાં દહીં, મીઠું,વાટેલા આદુ-મરચાં ભેળવી ગરમ પાણીથી ખીરુ બનાવી વધાર કરી તેમાં થોડો સોડા નાખી ઇન્સટન્ટ ઢોકળાં ઉતારવા. આ ઝટપટ ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે.

- ચોખાની ચકરીમાં થોડો અડદનો લોટ ભેળવી ચકરી કરવાથી સ્વાદમાં વૈવિધ્ય આવશે.

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News