અજમાવી જૂઓ .
- કપડાંને કાંજી કરતાં પૂર્વે સ્ટાર્ચમાં ગ્લિસરીનના કેટલાક ટીપાં નાખવાથી કપડાં એકબીજા સાથે ચીટકશે નહીં અને ઈસ્ત્રી કરવાનું આસાન બનશે. તેમજ કપડાંનું ફિનિશિંગ સારું થશે.
- કપડાં પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા માટે કાટ લાગેલા ભાગને લીંબુના ટૂકડાથી ઘસતા જ ડાઘા દૂર થઈ જશે.
- ટેસ્ટફૂલ ગ્રેવી બનાવતી વખતે ટામેટા ખૂટી પડે તો ટોમેટો કેચઅપ ઉમેરવાથી ગ્રેવી એવી જ સ્વાદિષ્ટ બનશે.
- બટાકાની ચીપ્સને ક્રીસ્પી બનાવવી હોય તો તેને એક કલાક સુધી ઠંડા પાણીમાં રાખો. એ પછી પાણી કાઢીને તેને કપડાંથી સૂકી કરીને તળવી.
- કટાઈ ગયેલી છરી પર કાંદાનો રસ લગાડી આખી રાત રાખવી. એ પછી સવારે ધોઈ નાખવાથી કાટ જતો રહેશે.
- નવા બટાકા બાફતી વખતે તેમાં કેટલાંક ફૂદીનાના પાન ઉમેરવાથી કાદવની ગંધ જતી રહેશે અને શાકમાં ફૂદીનાની સુગંધ પણ આવશે.
- સાંધાના દર્દથી છૂટકારો મેળવવા મેથીના દાણા વાટી તેમાં તુલસીના પચીસ પાનનો રસ ભેળવી તેનો લેપ બનાવી દુખાવો થતો હોય એ ભાગ પર લગાડવો.
- પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં વીસ-વીસ સેંકડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. દસ-પંદર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થશે.
- ભાત બળી જાય તો જે વાસણમાં ભાત રાંધ્યા હોય એ વાસણની ઉપર પાઉંનો એક ટૂકડો મૂકી વાસણને ઢાંકી દો. ભાત પીરસતા પહેલા આ ટૂકડો કાઢી નાખો. બળેલા ભાતની વાસ પાઉંનો આ ટૂકડો શોષી લેશે.
- સ્નાનનો સાબુ વીંટાળેલો કાગળ ફેંકી દેવાને બદલે કબાટ કે શૂ રેક્સમાં મૂકવાથી એક એર ફ્રેશનરની ગરજ સારશે.
- મૂળાના પાંદડાના સો ગ્રામ રસમાં સોડા બાય કાર્બ ભેળવીને પીવાથી મૂત્રાવરોધ દૂર થાય છે અને પેશાબ સાફ આવે છે.
- શરીર પર જામેલો મેદ ઓછો કરવા માટે પણ મૂળા ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે એમા રહેલા ક્ષાર ચરબીનો નાશ કરે છે.
- મીનાક્ષી તિવારી