અજમાવી જૂઓ .

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
અજમાવી જૂઓ                                                  . 1 - image


- ઓઇલી ત્વચા પર ચંદનની પેસ્ટ ફાયદાકારક નીવડે છે.

- જેઠીમધ અથવા નાની એલર્જી મોમાં રાખવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.

- ફૂદીનાના પાનનો રસ પીવાથી પેટના કૃમિ થી છૂટકારો મળે છે.

- પેરૂના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

- તુલસી,મેથી,લીમડો અને ફૂદીનાના પાન સમાન માત્રામાં લઇ વાટી લેવા અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી તૈલીય ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે.

- દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે.

- ત્વચા ડિહ્રાઇડેટ થઇ ગઇ હોય તો મધ લગાડવું.

- હાથ-પગ પર ખમણેલા નાળિયરથી મસાજ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે.

- રૂક્ષ ત્વચા ધરાવનારે કોપરેલમાં દહીં અથવા મિલ્ક ક્રીમ ભેળવી મસાજ કરવું. ત્વચા મુલાયમ બનશે.

- સામાન્ય તેમજ રૂક્ષ ત્વચા માટે ટમેટાનો રસ ઉત્તમ ટોનર છે.

- આદુ અથવા કાંદાની પેસ્ટ કપાળ પર લગાડવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. આ પેસ્ટ લગાડતી વખતે થોડી બળતરા થશે તે ધ્યાન રાખવું. દસ મિનિટ બાદ કપાળ ધોઇ નાખવું.

- એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ભેળવી કોગળા કરવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.

- કેળાને મુલાયમ કપડામાં વીંટી રેફ્રિજરેટરમાં રાખવાથી કેળા કાળા નહીં પડે.

- કેરમ બોર્ડ ઉપયોગમાં ન લેવાયું હોવાથી ખરબચડું બની ગયું હોય તો કેરમ બોર્ડ પર બોરિક પાવડર ભભરાવી થોડી વાર તડકામાં રાખી મૂકવું.

- ચણાના લોટના પુડલા બનાવતી વખતે તેમાં થોડી દૂધી ખમણીને નાખવાથી પૂડલા સ્વાદિષ્ટ બને છે.

- મેંગો કસ્ટર્ડ બનાવતાં પૂર્વે   સાદું કસ્ટર્ડ બનાવી ઠંડુ કરવું ત્યાર બાદ મેંગો નાખવાથી કસ્ટર્ડમાંથી પાણી છૂટશે નહીં.

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News