પૌષ્ટિક ખજૂરની મજેદાર વાનગીઓ
- દાવત
સાધારણ રીતે ખજૂર અપવાસના દિવસે ખાવામાં આવે છે. શુદ્ધ ઘીની સાથે ખાવાથી તે ખૂબ પૌષ્ટિક ગણાય છે. મધુપ્રમેહ થયેલા લોકો ખાડ ઓછી ખાય છે ત્યારે ખજુરનો ઉપયોગ ગળ્યા પદાર્થોમાં કરી શકાય. ખજૂરના કેક, બિસ્કિટ, ચટણી, પુડીંગ વગેરે અનેક પદાર્થો બનાવી શકાય છે.
પશયન ખજૂર
સામગ્રી : અડધો કિલો ખજૂર ધોઈબીજ કાઢો. પા કપ અખરોટના ગરનો ભૂકો, અંદાજે બસો ગ્રામ એટલે બે વાટકી લોટ, પા કિલો ઘી અથવા વનસ્પતિ, ઈચ્છાનુસાર ચાંદીનો વરખ.
રીત : ખજૂરમાંની બીજ કાઢી એમાં અખરોટનો ભૂકો ભરો. લોટ થોડું ઘી નાખી સારી રીતે શેકી લો. એક ટેબલસ્પુન દળેલી ખાંડનાંખો. આમાં ઉપરથી ખજૂર નાખો અને હલાવો એટલે ખજૂર ઉપર લોટનું પડ ચડી જશે. એની ઉપર ચાંદીનો વરખ ચડાવો. લોટ ઠંડો પડી જશે પછી ચોંટશે નહીં, એટલેતે ગરમ હોય ત્યાં સુધી બધી ક્રિયા ઝટપટ પૂરી કરો.
- ખજૂરનો હલવો
સામગ્રી : દોઢ કપ બીજ કાઢેલું ખજૂર, પોણો કપ લીલા કોપરાનું ખમણ, એક ટેબલ સ્પુન ખાંટ, ત્રણ કપ દૂધ, એલચીનો મૂકો અને સજાવટ માટે કાજૂ અને ચેરી.
- રીત : દૂધમાં ખજૂર નાખી ધીમાં તાપે પકાવો. પછી પુરણ બનાવવાના મશીનમાં ફેરવી નરમ બાવો. એમાં ખાંડ, કોપરાનું ખમણ, ઘી, એલચીનો ભૂકો નાખો. થોડું ગરમ કરો. જરા ઘટ્ટ થાય એટલે એક થાળીમાં થોડું ઘી ચોપટી એમાં થોપી દો. એની ઉપર કાજુ અને ચેરી નાખી નવો કે થાય એટલે કાપી સુંદર ચોસલા પાડો.
ખજૂરની કેક
સામગ્રી : સવા કપ કાપેલું ખજૂર (બીજ કાઢીને) અડધો કપ બરોટના ગરનો ભૂકો, ક પ ગરમ પાણી, એક કપ ગોડ અથવા ગોળ માખણ અડધો કપ, મેંદો સેવા કપ, એક ટી સ્પૂન ખાવાનો સોડા, એક ચમચી વેનિલા એસેન્સ.
- રીત : ગરમ પાણીમાં ખજૂર પલાળો. ખાં અને માખણ ફીણો. મેંદો અને સોડા ચાળી લો. પાણી સાથે ખજૂર અને અખરોટના ગરનો ભૂકો એમાં નાંખો. વેનિલા એરોન્સ નાખો. બધુ મિશ્રણ કરી ૨૫-૩૦મિનિટસુધી ૩૫૦ફે. ઉષ્ણતામાને બેક કરો.
આમાં એક વાત ધ્યાનમાં રાખીલો જે પાત્રમાં કેકને બેક કરવા રાખો એની અંદરઘીનો હાથફેરવી પાતળો કાગળ લગાડશો એટલે કૈક વ્યવસ્થિત બહાર નીકળશે.
ખજૂરના રોલ્સ
સામગ્રી : બીજ કાઢી નાંખેલી ખજૂર દોઢ કપ, બે કપ દૂધ, અડધો કપ મલાઈ, ચપટી ભરીને - ખાવાનો સોડા, અખરોટના ગરનો ભૂકો પોણો કંપ, ખમણેલું કોપરું ચાર ચમચી,
- રીત : કડાઈને થોડું ઘી ચોપડી લો. કોપરાનું ખમણછોડીને બાકી બધું એકત્ર નાખી ગરમ કરો. અળવીના પાનમાંથી બનાવવામાં આવેછે એ રીતે રોલ બનાવો. કોપરામાં ખમણ પર રગદોળી ઠંડા થવા દો. ત્યારબાદ કાપી લો.
ખજૂર-ટમેટાની ચટણી
સામગ્રી : અડધો કિલો ટમેટા, ઉકળતા પાણીમાં બે-ચાર મિનિટ નાખી કાઢી લો એટલે છાલ નીકળશે. છાલ કાઢી કાંટાથી તેનો માવો છૂંદી , ઈચ્છાનુસાર થોડી દ્રાક્ષ, પોણો કપ ખજૂર, અડધો કપવિનેગર, સ્વાદ પુરતું મીઠું, લવીંગ, તજ, મરી, મળી એક ચમચી જેટલું મિશ્રણ, દોઢ કપ ખાંડ, રીતથ ખાંડ અને વિનેગર એકઠાં કરી ઉકાળો. મસાલા ભૂકો મીઠું નાખી બધુ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ઠંડુ થાય એટલે બાટલીમાં ભરી દો.
ખજૂર - દ્રાક્ષનું અથાણું
સામગ્રી : અડધો લીટરલીંબુનો રસ, પાકિલો ખજૂર, પાકિલો ધોળી દ્રાક્ષ (રાત્ર ેપાણીમાં પલાળી રાખવા) ૨૫ ગ્રામ ગરમ મસાલો, અડધો કિલો ખાંડ, હીંગનો ભૂકો, બે ચમચી લાલ મરચાનો ભૂકો, થોડું મીઠું.
રીત: પલાળેલી દ્રાક્ષ અને ખજૂર કપડાંથી લૂછી ૩-૪ ક્લાક તડકામાં મૂકો. લીંબુનોરસ અને મીઠું ઉકાળો, દ્રાક્ષ અને ખજુર કાઢી ખાંડ, ગરમ મસાલો, લાલ મરચાનો ભૂકો, હીંગ બધું નાખી ગરમ કરો. બરણીમાં ભરી બરણી આઠ દિવસ તડકે મૂકવી.
ખજૂરના પિત્ઝા
સામગ્રી : અંદાજે એક કપ મેંદો, માખણ અથવા વનસ્પતિ ઘી અડધો કપ, બરફનું ઠંડુપાણી, ચપટી મીઠું. ભરવા માટે ચાર ટેબલ સ્પૂન મધ, બીજ કાઢી કાપેલું ખજૂર અડધો કપ, અડધો કપ અખરોટના ગરનો ભૂકો, એક ચમચી લવીંગ તજ અને સંતરાની છાલ. (પાકમાં નાખી બાફેલી છાલ)
રીત : પલાળેલા મેંદાનો લોટને ચોરસ વણો તેની ઉપર ખજૂર અને મસાલાનું મિશ્રણ પાથરો, દાબીને રોલ બનાવો. એની ઉપર એક ઈંચની નિશાનીઓ પાડો. પંદર વીસ મિનિટ બેક કરો. અને એક એક ઈંચના ટુકડા પાડો. નહીં તો પિત્ઝાની જેમ ગોળ વણી, મધ લગાડી અન્ય પદાર્થો ભરી બેક કરો. ટુકડા ત્રિકોણાકાર કાપો.
ખજૂરનું સહેલું પુડીંગ
સામગ્રી : ૧૫ બીજ કાઢેલા ખજૂરના બારીક કકડા, અડધો કપ તાજી બ્રેડનો ભૂકો, પા કપ મધ, સૂંઠનો ભૂકો એક ચમચી, અડધો કપ ક્રિમ.
રીત : બધુ એકત્ર કરો અને કુકરમાં રાખી ૧૦-૧૫ મિનિટ પકાવો. ઠંડુ થાય એટલે ક્રિમ સાથે પીરસો.
- હિમાની