મૂંઝવણ .
- મારી વાઈફ 49 વર્ષની છે અને હું 53નો. તેનું માસિક થોડાક સમય પહેલાં જ બંધ થયું છે.
* હું ૨૩ વર્ષનો યુવાન છું. તમારી કોલમમાં મેં વાંચ્યું હતું કે જે લોકો બાળપણમાં શિશ્નની આગળની ચામડી પાછળ ખેંચવાની કોશિશ નથી કરતા તેમણે યુવાનીમાં સુન્નતનું ઓપરેશન કરાવવું પડે છે. મને પણ આવી તકલીફ થઈ છે. મારાં લગ્ન થવાં છે અને મારે કોઈ પણ સંજોગોમાં આ ઓપરેશન નથી કરાવવું. હું ખૂબ માનસિક તાણમાં છું. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવાન (મુંબઈ)
* બાળપણમાં ઇન્દ્રિયની આગળની ચામડી પાછળ લેવાની આદત પાડી હોય તો મહદંશે ધીરે-ધીરે ચામડી પાછળ આવી જાય છે, પણ દરેક વખતે બધાની ચામડી પાછળ સરકશે જ એવું સો ટકા ન કહી શકાય. નાહતી વખતે કોપરેલનાં બે-ત્રણ ટીપાં નાખી હિંમત કરીને ચામડી પાછળ લેવાની કોશિશ કરશો તો કદાચ સફળતા પ્રાપ્ત કરી શકશો.
સુન્નતનું ઑપરેશન ઘણી વાર અનિવાર્ય હોય છે. એમાં પણ ઘણા પ્લાસ્ટિક સર્જ્યનો માત્ર નીચેની ચામડી પર થોડો કાપો મૂકીને આગળની ચામડી સહેલાઈથી પાછળ સરકી શકે એવું ઑપરેશન પણ કરતા હોય છે. તેમ છતાં જો તમારે ઑપરેશન ન જ કરાવવું હોય તો કોન્ડોમ (નિરોધ) પહેરીને સમાગમ કરશો તો ઇન્દ્રિયની ચામડીમાં કોઈ મૂવમેન્ટ નહીં થાય અને પરિણામે કોઈ જાતનો દુ:ખાવો પણ નહીં થાય.
આમ તમે સરળતાથી અને સફળતાથી સમાગમનો આનંદ લઈ શકશો. હું સમજી શકું છું કે તમને પ્રશ્ન થશે કે આમ દરેક વખતે કોન્ડોમ પહેરીને સમાગમ કરવાથી પત્ની ગર્ભવતી કેવી રીતે બની શકે? તો એ માટે તમારે કોન્ડોમની આગળના ફુગ્ગા જેવા ભાગ પર કાતરથી એક નાનો કાપો કે ચીરો મૂકી દેવો. આમ કરવાથી વીર્યસ્ખલન યોનિમાર્ગમાં થશે અને તમારી પત્નીને ગર્ભવતી બનવામાં કોઈ સમસ્યા નહીં સર્જાય.
* મારી વાઈફ ૪૯ વર્ષની છે અને હું ૫૩નો. તેનું માસિક થોડાક સમય પહેલાં જ બંધ થયું છે. જો કે એ પછીથી અમે જ્યારે પણ સેક્સ કરીએ છીએ ત્યારે દરેક વખતે તેને કંઈકને કંઈક તકલીફ થાય જ છે. હવે માસિક નથી આવતું એટલે કોન્ડોમની શું જરૂર એમ વિચારીને મેં એ વાપરવાનું બંધ કરેલું, પણ તેનું કહેવું છે કે હજીય કદાચ પ્રેગ્નન્સી રહી જશે તો? આ પહેલાં અમે ઘણી વાર કોન્ડોમ વિના સમાગમ કર્યો છે, પણ એ વખતે મને વીર્ય બહાર સ્ખલન કરવાનું છે એની એન્ગ્ઝાયટી રહેતી હતી. ક્યારેક તો કોન્ડોમ વાપરીએ તોય કહે છે કે મને તકલીફ થાય છે. સમજાતું નથી કે તેને શાની તકલીફ થાય છે?
એક પુરુષ (સુરત)
* મેનોપોઝ પછી પિરિયડ્સ બંધ થઈ ગયા હોવાથી પ્રેગ્નન્સી રહી જવાની કોઈ શક્યતા નથી એટલે એ બાબતે તમારી પત્નીએ કોઈ એન્ગ્ઝાયટી રાખવાની જરૂર નથી. સામાન્ય રીતે માસિક જતું રહે ત્યારે શરીરમાં હોર્મોન્સની ઘણીબધી ઊથલપાથલ થતી હોય છે. આને કારણે યોનિમાર્ગમાં શુષ્કતા રહે છે. સમાગમ દરમિયાન યોનિમાર્ગમાં પેદા થતી ચિકાશ ઘટી જાય છે એટલે જ યોગ્ય ઉત્તેજના આવે એ માટે ફોર-પ્લેમાં સમય ગાળવો ખૂબ જ અગત્યનું બની જાય છે.
ધારું છું ત્યાં સુધી તમારી વાઇફને ઘર્ષણને કારણે થતી પીડાને કારણે સમાગમમાં મજા નથી આવતી. હવેથી ફોર-પ્લેમાં પહેલાં કરતાં થોડોક વધુ સમય ગાળો. આંગળી વડે ચેક કરી લો કે પૂરતું લુબ્રિકેશન છે કે નહીં. એ પછી પણ જો ન હોય તો કોપરેલ તેલ કે કેવાય જેલી યોનિમાર્ગની આસપાસ લગાવી શકાય. એનાથી ઘર્ષણ ટળશે અને સમાગમ આનંદદાયી બની રહેશે.
સામાન્ય રીતે કોન્ડોમમાં પણ લુબ્રિકેશન હોય છે જેથી સારું લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન મૂડમાં અચાનક આવતાં પરિવર્તનો સાથે પણ તમે ધીરજપૂર્વક પેશ આવો એ જરૂરી છે.
- અનિતા