મૂંઝવણ .
- શું પત્નીને માસિકધર્મ ચાલી રહ્યો હોય ત્યારે સંભોગ કરી શકાય?
* હું ૪૫ વર્ષની પરિણીત સ્ત્રી છું. મેં બે વાર સિઝેરિયન કરાવ્યું છે. મારી સમસ્યા એ છે કે મારી યોનિની અંદર ઉપરના ભાગમાં હાડકું નીચે ઊતરી ગયું હોવાથી શીશ્નનો યોનિપ્રવેશ નથી થતો એટલે પરાકાષ્ઠાએ પહોંચી નથી શકાતું. આ સંજોગોમાં શું કરવું જોઈએ?
એક સ્ત્રી (નડિયાદ)
* આ અવસ્થામાં કમર નીચે તકિયો મૂકીને ઘૂંટણને છાતીસરસાં ચાંપીને સંભોગ કરશો તો એમાં કોઈ તકલીફ નહીં થાય. આ તકલીફ હોય તો પણ પરાકાષ્ઠાએ એક યા બીજી રીતે પહોેંચી શકો છો. મુખમૈથુન, હસ્તમૈથુન, વાઈબ્રેટર, ઈત્યાદિ ઉપકરણોથી સહેલાઈથી પરાકાષ્ઠાએ પહોંચી શકો છો. પરાકાષ્ઠાની અનુભૂતિ બે કાન વચ્ચે થાય છે, બે પગ વચ્ચે નહીં.
* હું ૨૧ વર્ષનો યુવાન છું. છેલ્લા ચારેક વર્ષથી મને હસ્તમૈથુનની આદત પડી ગઈ છે. હવે મારી ઈન્દ્રિય પૂરેપૂરી ઉત્તેજિત નથી થતી. આનો કોઈ ઉપાય છે? શું હું ભવિષ્યમાં મારી પત્નીને પુરી રીતે સંતુષ્ટ કરી શકીશ?
એક યુવક (ભરુચ)
* જેમ નિયમિત રીતે વારંવાર સંભોગ કરવાથી ઈન્દ્રિયમાં ઉત્તેજનાની કમી નથી વર્તાતી. એ જ રીતે વારંવાર હસ્તમેૈથુન કરવાથી પણ ઈન્દ્રિયમાં ઉત્તેજનાની કમી વર્તાવી શક્ય નથી. સંભોગ વખતે જે ક્રિયા ઈન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ પ્રક્રિયા ઈન્દ્રિય મુઠ્ઠીમાં કરે છે. પેલુ મૈથુન છે, આ હસ્તમૈથુન છે એટલું જ. હસ્તમૈથુનમાં વધારે કલ્પના હોેય છે અને હકીકત કરતાં હકીકતની કલ્પના વધુ રંગીન હોય છે. આવા સંજોગોમાં તમે ધ્યાન આપો કે ઈન્દ્રિય ઉત્તેજિત થાય છે કે નહીં તો ઉત્તેજનામાં ઊણપ આપી શકે.
પહેલાં તમને એનો અહેસાસ નહોતો, પણ હવે એનો અહેસાસ થયો, કારણ કે તમારું ધ્યાન કલ્પનાને બદલે ઉત્તેજના પર કેન્દ્રિત થયું. તમે જેટલું ધ્યાન આપશો એટલી ઉત્તેજના ઓછી થશે, બેફિકર થશો તો ઉત્તેજના પાછી આવશે.
નોર્મલ પુરુષ એક જ સમયે ચિંતિત કે ઉત્તેજિત થાય એ શક્ય નથી. આની ભવિષ્યમાં તમારા લગ્નજીવન પર પણ કોઈ વિપરીત અસર થાય એમ નથી.
* હું બાવીસ વર્ષની યુવતી છું. હું કુદરતી રીતે મારાં સ્તનોને મોટાં કેવી રીતે કરી શકું? મારા સ્તનમાં નાની ગાંઠ જેવું છે. જોકે મને દુખાવો નથી થતો. મેં ગાયનેકોલોજિસ્ટને બતાવ્યું તો તેઓ કોઈ પ્રોેબ્લેમ ન હોવાનું કહે છે. આ ગાંઠ શેની હોઈ શકે?
એક કન્યા (આણંદ)
* સ્તનને મોટાં કરવા માટે દેખીતી રીતે કોઈ દવા, ગોેળી, ક્રીમ કે ઈન્જેક્શન કામ નહીં આવે. સ્તનના નીચેના ભાગના સ્નાયુ જે પેક્ટોરેલિસ મેજર કહેવાય છે એની કસરત છ થી બાર મહિના સુધી કરવામાં આવે ત્યારે સ્તન એકથી દોઢ ઈંચ વધ્યાં હોવાનો આભાસ થાય છે.
ગાંઠમાં દુખાવો ન થતો હોય પણ એની અવગણના ન કરવી. સ્તનમાં કોઈપણ ગાંઠ થાય તો સર્જ્યન પાસે ચેકઅપ કરાવી લેવું. ઘણું ખરું એ કેન્સરની ગાંઠ નથી હોતી, પણ ગાંઠ સર્જ્યનને દેખાડી દેવી આવશ્યક છે.
* મારી ઉંમર ૫૦ વર્ષની છે. મને શિશ્નોત્થાન નથી થતું એટલે પત્નીને ખુશ કરી નથી શકતો. સેક્સમાં ફોરપ્લે એટલે શું અને કેવી રીતે થાય? સ્ત્રીને આનંદ મળે એ માટે કેટલા પ્રકારનાં વાઈબ્રેટર આવે છે?
એક પતિ (કલ્યાણ)
* આનંદ માટે શિશ્નોત્થાનની જરૂર નથી. મુનિ વાત્સ્યાયને કામસૂત્રમાં કહ્યું છે કે પુરુષ કોઈ કારણસર સંભોગમાં સ્ત્રીને ઈન્દ્રિય દ્વારા સુખ ન આપી શકે તો એના ત્રણ માર્ગ છે :
* ઉપમર્દન - હસ્તમૈથુન
* ઔપરિષ્ઠિકમ - મુખમૈથુન
* અપદ્રવ્ય - કૃત્રિમ લિંગ (વાઈબ્રેટર)
મેડિકલ સ્ટોરથી ફેરિયાઓ સુધીના લોકો પાસે પર્સનલ મસાજરના નામે જુદા જુદા પ્રકારનાં વાઈબ્રેટર મળે છે. માણસની આંગળી પણ ઉત્તમ વાઈબ્રેટરનું કામ કરે છે. અગત્યની વસ્તુ છે સંતોષ, સંભોગ નહીં.
* શું પત્નીને માસિકધર્મ ચાલી રહ્યો હોય ત્યારે સંભોગ કરી શકાય?
એક પતિ (રાજકોટ)
* માસિક સ્ત્રાવ દરમિયાન સંભોગ કરવો સંપૂર્ણપણે સલામત છે. જો સ્ત્રીપુરુષ બન્નેની સહમતી હોય તો તેઓ આ દિવસોમાં ચોક્કસપણે સંભોગ કરી શકે છે. માસિકધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી નીકળતું પ્રવાહી જંતુમુક્ત હોય છે. સેક્સ માણવાથી ગર્ભ રહી જવાનો ડર રહેતો ન હોવાથી તેમ જ યોનિમાં ભીનાશ પ્રસરેલી રહેતી હોવાથી ઘણાં દંપતીઓને આ ગાળામાં સેક્સનો ઘણો વધારે આનંદ મળતો હોય છે.
ઘણી સ્ત્રીઓ માનતી હોય છે કે માસિકધર્મ દરમિયાન સંભોગ કરવાથી બ્લીડીંગ (રક્તસ્ત્રાવ) વધી જાય છે. સ્ત્રીઓ શરૂઆતમાં વધુ પડતા બ્લીડીંગની ફરિયાદ કરતી પણ હોય છે, પણ ધીમે ધીમે આ સમયગાળો ઘટતો જાય છે. પરાકાષ્ઠા દરમિયાન ગર્ભાશયના લયબધ્ધ સંકોચનને કારણે મેન્સ્ટ્રુઅલ મટીરીયલ વધારે ઝડપથી ખાલી થઈ શકે છે. વાસ્તવમાં, માસિકધર્મના ગાળામાં સંતોષકારક સંભોગ થવાથી સ્ત્રીને અનુભવાતી તાણ તેમ જ પેડુના ભાગમાં ભરાવો થઈ જવાને કારણે અનુભવાતી અકળામણ ઘટી શકે છે.
- અનિતા