Get The App

મૂંઝવણ .

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારા લગ્નને છ વર્ષ થયા છે. હું સંભોગ કરતાં પહેલા મારી પત્નીને મુખમૈથુન કરું છું. એને કારણે તેને સંતોષ મળી જાય છે. 

* હું બાવીસ વર્ષનો કુંવારો યુવક છું. ૧૬ વર્ષનો હતો ત્યારથી હસ્તમૈથુન કરતો હતો, પરંતુ છેલ્લાં બે વર્ષથી મારું લિંગ ઉત્તેજિત નથી થતું અને પાંચ વર્ષના છોકરાના લિંગ જેટલું નાનું થઈ ગયું છે. મેં ઘણી આયુર્વેદિક દવાઓ લીધી છે, પણ કોઈ ફરક નથી પડયો. મને ઘણી વાર આત્મહત્યા કરવા સુધીના વિચાર આવી જાય છે. બે મહિના પછી મારા લગ્ન થવાના છે. મને ડર છે કે આને કારણે મારું લગ્નજીવન પડી ન ભાંગે એટલે મને આનો યોગ્ય ઉપાય બતાવશો.

એક યુવક (અમદાવાદ)

* તમે જેટલું ધ્યાન ઇન્દ્રિય પર કેન્દ્રિત કરશો એટલી એ ઉત્તેજિત નહીં થાય. જેટલા બેફિકર થશો એટલી ઓટોમેટિક એમાં વધારે ઉત્તેજના આવશે. સૂતેલી અવસ્થા ઇન્દ્રિયની સાઇઝ ગમે એટલી થઈ જાય, પાંચ વર્ષ નહીં પાંચ મહિનાના બાળક જેટલી થઈ જાય તો પણ કશો ફરક નથી પડતો. એનું કારણ એ છે કે સૂતેલી ઇન્દ્રિય માત્ર પેશાબ માટે કામમાં આવે છે, સંભોગ માટે નહીં. ભૂતકાળમાં કરેલા હસ્તમૈથુનની કોઈ જ વિપરીત અસર ભવિષ્યમાં તમારી જાતીય જિંદગી પર નહીં પડે. જો પડશે તો પણ સારી પડશે. એનાથી ફાયદો થશે નુકસાન નહીં થાય. તમે હસ્તમૈથુન આરામથી કરી શકો છો એટલે સંભોગની ક્રિયા પણ વધુ સરળ અને સારી રીતે કરી શકશો.

* હું ૨૮ વર્ષનો પરિણીત પુરુષ છું. મારા લગ્નને છ વર્ષ થયા છે. હું સંભોગ કરતાં પહેલા મારી પત્નીને મુખમૈથુન કરું છું. એને કારણે તેને સંતોષ મળી જાય છે. આવું અમે છેલ્લાં છ વર્ષથી કરીએ છીએ. આનાથી અમને કોઈ નુકસાન થાય ખરું? બીજું તેને સંતોષ આપ્યા પછી હું યોનિપ્રવેશ કરું છું ત્યારે મારું સ્ખલન જલદી થઈ જાય છે. એને કારણે મને સંતોષ નથી થતો. મને અઠવાડિયામાં એક વાર અને પત્નીને મહિને એકાદ વાર સંભોગ કરવાનું મન થાય છે તો તેની ઇચ્છા વધારવા શું કરવું એ જણાવશો.

એક પુરુષ (સુરત)

* તમે મુખમૈથુનની જે ક્રિયા કરો છો એ બિલકુલ નોર્મલ છે. ૧૬૦૦ વર્ષ પહેલાં ઋષિ વાત્સ્યાયને આ ક્રિયા સ્વાભાવિક અને સંતોષ માટે ઉત્તમ છે એવું વિધાન કરેલું. અર્વાચીન યુગમાં પણ મુખમૈથુનને સામાન્ય ક્રિયા ગણવામાં આવે છે. પત્નીને મુખમૈથુનથી સંતોષ આપી દીધા પછી તમે યોનિપ્રવેશ કરો છો ત્યારે તમારું શીઘ્રસ્ખલન થઈ જાય છે એ પણ એક નોર્મલ પ્રક્રિયા છે. અગત્યની વસ્તુ સંતોષ છે, સંભોગ નથી. આ સંતોષ તમને બન્નેને યોગ્ય રીતે મળી રહે છે. જો કે તમારી પોતાની ઇચ્છા હોય અને સંભોગ લાંબો ચલાવવો હોય તો એના સફળ કીમિયા પણ છે, પરંતુ હમણાં એની આવશ્યકતા મને નથી લાગતી. મુખમૈથુન કરવાથી તમને બન્ને નુકસાન થવાની કોઈ શક્યતા નથી, બલકે આનંદમાં અભિવૃદ્ધિ થવાની શક્યતા પૂરેપૂરી છે. ધારો કે તમારી કામેચ્છા પત્ની કરતાં વધુ હોય તો તે તમને મુખમૈથુન, હસ્તમૈથુન કે બીજી રીતે ચરમસીમા પર લઈ જઈને સંતોષનો અનુભવ કરાવી શકે છે. લગ્નમાં કમ્પેનિયનશિપ, એડ્જસ્ટમેન્ટ અને સહકાર એ બહુ મહત્ત્વની વસ્તુ છે. સંતોષ માત્ર મૈથુનથી જ મળે એવું જરૂરી નથી. તમે ઈતર રીતે પણ સંતોષ અનુભવી શકો છો.

* મારી ઉંમર ૫૪ વર્ષની છે અને મને ઉત્થાનને લગતી તકલીફ છે. હું ઉત્થાન માટે ઇન્દ્રિય પર ક્યારેક-ક્યારેક ક્લાઇમેક્સ સ્પ્રે અથવા ઝાઇલોકલેઇન ઓઇનમેન્ટ લગાવું છું તેમ જ ભૂખ્યા પેટે કેવર્ટા ૫૦ મિલીગ્રામ પણ લઉં છું. મલમ કે સ્પ્રે ઇન્દ્રિયની ચામડી ઉપર કરીને લગાવવું કે કેમ એ વિશે મને વધારે જાણ નથી. ઉપરાંત થોડો મલમ કે સ્પ્રે લગાવું તો એની અસર નથી થતી અને બળતરા પણ થાય છે. વધારે લગાવું તો જ ૨૦-૩૦ મિનિટ સુધી સંભોગ કરી શકું છું. મારે એ જાણવું છે કે ઇન્દ્રિયની ચામડી ઉપર કર્યા પછી મલમ કે સ્પ્રે ઇન્દ્રિય પર કેવી રીતે લગાવવું? સંભોગની કેટલી મિનિટ પહેલાં લગાવવું? વારંવાર લગાવવાથી લાંબા સમયે એની સેક્સલાઇફ પર સાઇડ ઇફેક્ટ થાય? ઉત્તેજિત ઇન્દ્રિય પર લગાવવું કે ઇન્દ્રિય ઉત્તેજિત ન હોય ત્યારે લગાવવું? કેવર્ટા ૫૦ મિલીગ્રામની જગ્યાએ મેગાલિસ ૨૦ મિલીગ્રામ કે પેરોક્સિટિન ૨૦ મિલીગ્રામ વાપરી શકાય?

એક પુરુષ (વડોદરા)

* એનેસ્થેટિક (ત્વચાને જડ કરી દે કે સંવેદનારહિત કરી દે) મલમ કે સ્પ્રે ઉત્તેજિત ઇન્દ્રિય પર જ લગાવવું જોઈએ, સંભોગના પાંચેક મિનિટ પહેલાં લગાવવું જોઈએ અને લગાડયા પછી ત્રણેક મિનિટ થઈ જાય એટલે પાણીથી એ ભાગ ધોઈ નાખવો જોઈએ. આમ કરવાથી તમારી ચામડી સંવેદનારહિત થઈ જશે એટલે સંભવ છે કે તમે લાંબો સમય સુધી સંભોગ ચલાવી શકો. જો તમે આ મલમ કે સ્પ્રેને પાણીથી સાફ નહીં કરો અને એમ ને એમ યોનિપ્રવેશ કરશો તો તમારી પત્નીને પણ એને લીધે જડતા અનુભવ થશે, તેની સંવેદના પણ ઓછી થઈ જશે અને તે પણ જો ચરમસીમાએ વહેલી પહોંચતી હશે તો કારણ વગર તેને પણ મોડું થઈ જશે. આ તમારા હિતમાં નહીં હોય કારણ કે તમારી પોતાની સમસ્યા શીઘ્રસ્ખલનની છે. એમાં જો પાર્ટનરને વધુ વિલંબ થાય તો તમારી સમસ્યા ઓર વધી જશે. યોનિપ્રવેશ પહેલાં ઇન્દ્રિયને પાણીથી ધોઈ નાખવાથી તમારાં પત્નીની કન્ડિશન યથાવત્ રહેશે અને તમે એનેસ્થેટિક મલમ કે સ્પ્રેને કારણે સ્ખલનને વિલંબિત કરી શકશો. આ મલમ કે સ્પ્રે લાલ ભાગની ઉપરની ચામડી પાછળ લઈને માત્ર લાલ ભાગની ઉપર જ લગાવવું. બાકીની ઉત્તેજિત ઇન્દ્રિય પર આ મલમ કે સ્પ્રે લગાવવાની બિલકુલ આવશ્યકતા નથી.  લાંબા ગાળે આ દવા એવી કોઈ ખાસ વિપરીત અસર નથી કરતી. કેવર્ટા ન મળે તો પેનિગ્રા, મેગાલિસ, સુહાગ્રા  (સિપ્લા), (સનફાર્મા) વગેરે કોઈ પણ દવા લઈ શકાય. આ બધી દવાઓ વાયેગ્રા ભાઈબહેન જેવી છે. આ ગોળી ભાર પેટે લેવી જોઈએ અને સંભોગના એક કલાક પહેલાં લેવી જોઈએ. ચોવીસ કલાકમાં એક ગોળી લેવી જોઈએ. ઇન્દ્રિયના ઉત્થાનમાં મદદ મળે છે. પેરોક્સિટિન શીઘ્રસ્ખલ એને વિલંબિત કરે છે. એ બિલકુલ મદદરૂપ નથી. ગોળી પ્રિસ્ક્રિપ્શન્ડ ડ્રગ્સના કારણે ડૉક્ટરની સલાહ હિતાવહ છે.

- અનિતા


Google NewsGoogle News