મૂંઝવણ .
- મારી સમસ્યા એ છે કે પ્રથમ સંભોગ દરમિયાન મને જરાય પીડા ન થઈ અને રક્તસ્ત્રાવ પણ ન થયો. શું આ લક્ષણો નોર્મલ છે?
* મારી ઉંમર ૪૦ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૩૮ વર્ષની છે. અમારાં લગ્નને ૧૫ વરસ થયાં છે અને અમે હંમેશા સક્રિય જાતીય જીવન ભોગવ્યું છે. અત્યારે સામાન્ય રીતે અમે એકાંતરે દિવસે સમાગમ કરીએ છીએ, પરંતુ મારી પત્ની કહે છે કે અમારા જાતીય સમાગમ વચ્ચે ઓછામાં ઓછો ચાર દિવસનો ગાળો હોવો જોઈએ. આ મુદ્દાને કારણે અમારી વચ્ચે ભારે તનાવ સર્જાયો છે. અમારે શું કરવું જોઈએ?
એક પતિ (વાંકાનેર)
* તમે કેટલી વખત સંભોગ કરો છો તેનો તમારાં આરોગ્ય, સ્ફૂર્તિ કે શક્તિ સાથે કોઈ સંબંધ નથી. સંભોગની સંખ્યા નહીં, પરંતુ તેની ગુણવત્તા (ક્વોલિટી) મહત્ત્વની છે. જાતીય આનંદને કોઈ ચોક્કસ માત્રામાં માપી ન શકાય. તેનો આનંદ કે સુખ બન્ને વ્યક્તિઓએ અરસપરસ વહેંચવાનો હોય છે. તમે તથા તમારી પત્ની કેટલી વાર સંભોગ કરો છો તેના કરતાં તમને બન્નેને તેમાંથી કેટલો આનંદ મળે છે તે મહત્ત્વનું છે. તમે ઇચ્છો તેટલી વાર સંભોગ કરી શકો છો. બે સંભોગ વચ્ચે ચાર દિવસનો ગાળો હોવો જ જોઈએ એવંુ જરૂરી નથી. તમે ધારો તો એક દિવસમાં બે વાર પણ સંભોગ કરી શકો છો.
* હું ૨૩ વર્ષની યુવતી છંુ અને તાજેતરમાં જ મારાં લગ્ન થયાં છે. મારી સમસ્યા એ છે કે પ્રથમ સંભોગ દરમિયાન મને જરાય પીડા ન થઈ અને રક્તસ્ત્રાવ પણ ન થયો. શું આ લક્ષણો નોર્મલ ગણાય? સંભોગ પૂરો થયા બાદ વીર્ય બહાર નીકળી જાય છે. શું આને કારણે ગર્ભધારણ કરવામાં તકલીફ થશે? ગર્ભાધાન કરવાની શ્રેષ્ઠ મુદ્રા કઈ?
એક યુવતી (ચાણોદ)
* પ્રથમ સંભોગ દરમિયાન સ્ત્રીને પીડા કે રક્તસ્ત્રાવ થાય એ જરૂરી નથી. આ લક્ષણ નોર્મલ ગણાય છે. સંભોગ પછી વીર્ય બહાર નીકળી જવાથી ગર્ભાધાનમાં કશી આંચ આવતી નથી. કામસૂત્રમાં સ્ત્રી માટે તેનાં બંને ઢીંચણ છાતીને સ્પર્શે એ રીતે ચત્તાપાટ સૂવાની મુદ્રાની ભલામણ કરી છે. આ સ્થિતિમાં વીર્ય બરાબર જળવાઈ રહે છે. જો તમે સંભોગ દરમિયાન નિતંબ નીચે ઓશીકું રાખી શકો, તો તેનાથી વીર્ય અંદર રહેવામાં મદદ મળશે.
* મારી ઉંમર ૫૯ વર્ષની છે. મારી બાયપાસ સર્જરી ૪૨ વર્ષની ઉંમરે થઈ હતી, પણ અચાનક છેલ્લા ૬ મહિનાથી તો શિશ્નમાં ઉત્થાન બરાબર નથી થતું. ગમે તેટલી કોશિશ કરવા છતાં ઉત્થાન નથી થતું અને તરત જ સ્ખલન થઈ જાય છે. રાત્રે જ્યારે પેશાબ લાગે છે ત્યારે શિશ્નમાં ઉત્થાન બરાબર આવે છે. તો આનું શું કારણ હોઈ શકે? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક પુરુષ (સુરત)
* તમને ઇચ્છા થાય છે પણ સમાગમ વખતે ઇન્દ્રિયમાં જોઈએ એટલું કડકપણંુ નથી આવતું અને તમે સમાગમ બરાબર કરી શકતા નથી. સમાગમ કરવા જાઓ છો ત્યારે સ્ખલન પણ જલદી થઈ જાય છે. બીજા સમયે દા. ત. પેશાબ કરતી વખતે કે બીજા કોઈ સમયે ઇન્દ્રિયમાં ઉત્તેજના આવી જાય છે. આનો અર્થ એ કે તમારી સમસ્યા શારીરિક નથી, પણ માનસિક છે, કારણ કે એક વ્યક્તિમાં એક અવસ્થામાં બરાબર ઉત્તેજના આવે અને બીજી અવસ્થામાં ન આવે એનંુ કારણ શારીરિક ન હોય, પણ ૧૦૦ ટકા માનસિક હોય. સાથોસાથ આ અવસ્થા તમને અચાનક થઈ છે. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર રાતોરાત નથી આવતું એટલે આ તમારી સમસ્યા શારીરિક નથી. જો દેશી વાયેગ્રાની ૧૦૦ મિલીગ્રામની ગોળી સમાગમના ૪ કલાક પહેલાં લઈ લો તો તમને ઇન્દ્રિયમાં કડકપણું યોગ્ય રીતે આવશે અને જલદી સ્ખલન પણ અટકી જશે.
આ ગોળી હંમેશા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ હેઠળ જ લેવી જોઈએ. જો તમે બ્લડપ્રેશરની ગોળી લેતા હો અને એમાં જો નાઈટ્રેટ હોય તો તમે દેશી વાયેગ્રા ન લઈ શકો.
* હું બાવીસ વર્ષની ખૂબસૂરત છોકરી છું અને એક સારી કંપનીમાં નોકરી કરું છું, પણ મારી આજુબાજુમાં બળાત્કારના બે-ત્રણ કિસ્સા બની ગયા છે એટલે મને ભય લાગ્યા કરે છે કે હંુ પણ આનો ભોગ તો નહીં બનુંને? મારે જાણવું છે કે બળાત્કરના આવા કિસ્સામાંથી બચવા માટે કેવાં સાવચેતીભર્યાં પગલાં લેવા જોઈએ?
એક યુવતી (મુંબઈ)
* ૧) બળાત્કારના ઘણાખરા કિસ્સા ઘરમાં જ બનતા હોય છે એટલે કોઈ પણ અજાણી વ્યક્તિને ઘરમાં ઘૂસવા ન દો. બારણંુ ખોલતાં પહેલાં ડોરવ્યુમાંથી આવનારી વ્યક્તિને નિહાળી લો. જાણકાર વ્યક્તિ હોય તો જ બારણું ખોલવું, નહીંતર નહીં. ૨) ગેરેજ, લિફટ, બિલ્ડિંગના ખૂણાઓ જેવી અંધારાવાળી જગ્યામાં અથવા જ્યાં વધુપડતું એકાંત હોય ત્યાં એકલા ન જવું. ૩) જ્યારે રસ્તામાં ચાલતા હો ત્યારે હાથ છૂટા રાખવા જેથી સ્વબચાવ કરી શકો. એમ લાગે કે કોઈ તમારો પીછો કરી રહ્યંુ છે ત્યારે ઘર તરફ જવાને બદલે ભીડવાળી જગ્યા અથવા પોલીસસ્ટેશન તરફ વળવુ. ૪) ગાડીમાં બેસતાં પહેલાં પાછળની સીટ તેમજ એની આગળની જગ્યામાં કોઈ બેઠું તો નથીને એ ખાસ જોઈ લેવું.
બેઠા પછી બારીઓ બંધ કરી દેવી અને યોગ્ય રીતે લોક કરી દેવું. ૫) તેમ છતાં કોઈ વ્યક્તિ તમારી છેડતી, અડપલાં કે બળાત્કાર કરવાની કોશિશ કરે તો બચાવો-બચાવોની બૂમ પાડવા કરતાં આગ-આગની બૂમ પાડવી વધુ હિતકારી રહેશે.
- અનિતા