Get The App

મૂંઝવણ .

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- સમાગમ ક્રિયાને સરળ બનાવવા માટે  અમે તેલ-ક્રીમનો ઉપયોગ પણ કરી જોયો, પરંતુ એનાથી રાહત મળી નહીં, હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. મને સમજાતું  નથી કે  મારે શું કરવું?

હું નોકરી કરતી વિધવા સ્ત્રી છું. મારે ત્રણ પુત્ર તથા એક પુત્રી છે. પુત્રીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને ઘરેથી ભાગીને એક બેકાર આતંરજ્ઞાાતીય છોકરા સાથે લગ્ન કરી લીધાં છે.

અમારું કુટુંબ શહેરનું ખૂબ શ્રીમંત અને પ્રતિષ્ઠિત કુટુંબ છે. પરંતુ પુત્રીએ પ્રતિષ્ઠા પર કલંક લગાવી દીધંર છે. હું આ આઘાતમાંથી બહાર નથી નીકળી શકતી. શું કરું? અત્યારે તો પુત્રી મોસાળમાં રહે છે, પરંતુ હંમેશાં તો ત્યાં ન રહી શકે ને.

*  પતિ ન હોવાને કારણે તમે ઘર અને બાળકોની જવાબદારી તથા નોકરીમાં વધુ વ્યસ્ત રહ્યાં છો. જુવાન બાળકો સાથે ખાસ કરીને પુત્રી સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવો જોઇતો હતો. જો તમારા બંને વચ્ચે મિત્રતાભર્યા વ્યવહાર હોત તો તમારી પુત્રીએ તમને દરેક નાની-મોટી વાત કરી હોત અને ત્યારે તમે તેને સાચાખોટાનો તફાવત સમજાવી શક્યા હોત. હવે સંયમથી કામ લો વાસ્તવિકતા સ્વીકારીને તેને માફ કરી દો.

પુત્રીને માનથી ઘરે બોલાવો અને તેને ઘરગૃહસ્થી ચલાવવામાં માર્ગદર્શન આપો. તમારા જમાઇને પણ આત્મનિર્ભર બનવામાં મદદ કરો જો તમે પોતે જ રાઇનો પર્વત નહીં કરો તો કોઇની હિંમત નથી કે તમારી કે તમારી પુત્રી પર આંગળી ચીંધી શકે.

હું એક મુસ્લિમ પરિવારનો બી.એ.પાસ યુવાન છું. અમારામાં અમારાં સંબંધીઓમાં જ લગ્ન નક્કી થતાં હોય છે. મારા ભાભી મારાં સગાં માસીની પુત્રી છે. મારાં ભાભી અને એમની નાની બહેન જે હંમેશા અમારા ઘરે આવે છે એની સાથે મારે ગેરકાયદેસર સંબંધ છે. ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી છે. મારી ભાભી અને એમની બહેન મારા પર દબાણ કરે છે કે હું લગ્ન  ન કરું અને જો કરું તો એમની સાથેના મારા સંબંધ પહેલાંની જેમ જ ચાલુ રહે. હું એ બંનેથી પીછો છોડાવવા માંગુ છું.  પણ એ મને ધમકાવે છે કે જો હું એમની સાથેનો સંબંધ તોડી નાખીશ તોએ મને પોલીસના હવાલે કરી દેશે. એ એક યુવાન સાથે પણ આમ કરી ચૂકી છે. હું બદનામીથી ડરું છું શું કરું?

*  તમે એ યુવતીઓની ધમકીની દરકાર ન કરો  અને લગ્ન કરી ઘર વસાવી લો. ભવિષ્યમાં પણ એમની સાથે સંબંધ ન રાખશો.

હું ૪૨ વર્ષની શિક્ષિત પરિણીત તથા બે યુવાન બાળકોની માતા છું. હજુ થોડા દિવસ પહેલાં મને ખબર પડી છે કે મારા પતિ એક પુરુષ વેશ્યા છે.  

* તમે પતિ સાથે વાત કરી જુઓ કે તે આ વ્યભિચાર છોડી દે. આનાથી એઇડ્સ જેવી જીવલેણ  બીમારી થઈ શકે છે. જ્યાં સુધી તેઓ બીજી સ્ત્રી સાથેના સંબંધ કાપી ન નાખે ત્યાં સુધી તમે તેમની સાથેના શારિરીક સંબંધથી દૂર રહો. પણ હા, તેમને ભટકવા ન દેશો. છૂટાછેડા કે હિંસાની વાત પણ મનમાંથી કાઢી નાખો.

ઘરમાં જુવાન બાળકો હોવાને કારણે ઘરેથી ભાગીને આશ્રમમાં આશરો લેવાથી તમને શાંતિ મળશે ખરી? આમ પણ મોટાભાગના આશ્રમ વ્યભિચારના અડ્ડા છે. ત્યાં તમને આના કરતાં પણ વધારે ગંદકી જોવા મળશે. તમે ઘરેથી ભાગી જવા માગો છો. પતિ બીજે ભટકે છે તો બાળકોની ચિંતા કોણ કરશે? તેમને કોના સહારે છોડીને જશો?

તેથી આવા સમયે જ્યારે પતિ ઘરની જવાબદારી ઉપાડવાને બદલે બહાર ભટકતો હોય ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. તેથી સમજીવિચારીને કામ લેવું જોઇએ.

હું ૨૦ વર્ષની પરિણીતા છું. મારી હાઇટ પાંચફૂટ છે. મારા પતિ શરીરથી તંદુરસ્ત છે અને પડછંદ છે પ્રથમ સમાગમ વખતે મને એટલું બધું બ્લીડિંગ થયું હતું કે મારે ત્રણ દિવસ સુધી હૉસ્પટિલમાં દાખલ થવું પડયું.  હવે સમાગમ વખતે એ રાતની જેમ રક્તસ્ત્રાવ તો નથી થતો, પરંતુ એટલી પીડા અને તકલીફ થાય છે કે સહન નથી થતી. સમાગમ પહેલાં તેઓ પૂરતો સમય આપે છે. સહેજે ય ઊતાવળ નથી કરતા તેમ છતાં પરિસ્થિતિ એવી ને એવી જ છે.

અમુક લોકોનું કહેવું છે કે યોનિમાર્ગ શુષ્ક રહેવાથી સમાગમમાં તકલીફ પડે છે. આ વાત મને લાગુ પડતી નથી. ઉત્તેજિત થઇ જાઉં છું ત્યાંરે અંદર સુધી ભીની થઇ જાઉં છું. 

સમાગમ ક્રિયાને સરળ બનાવવા માટે  અમે તેલ-ક્રીમનો ઉપયોગ પણ કરી જોયો, પરંતુ એનાથી રાહત મળી નહીં, હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. મને સમજાતું  નથી કે  મારે શું કરવું?

તમે આનો કોઇ  યોગ્ય ઉપાય બતાવો. ક્યાંક મારા પતિની જનનેન્દ્રિયનો આકાર તો સમસ્યાનું મૂળ નથી ને? * એ હકીકત છે કે કોઇ સ્ત્રીમાં યોનિપટલ (હાઇમન) તૂટી જવાથી અસાધરણ રીતે રક્તાસ્ત્રાવ શરૂ થઇ જાય છે  અને એને અટકાવવા માટે ડૉક્ટરી મદદની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં તૂટી ગયેલા યોનિપટલની કિનારને સ્વસ્થ થવામાં થોડો સમય લાગે છે. દરમિયાન પૂરેપૂરા આરામની જરૂર પડે છે.

જો વચ્ચે અંતર રાખ્યા વગર ફરીથી સમાગમ કરવામાં આવે અને યોનિપટલની કિનારે સોજો આવી જાય તો સમાગમ ક્રિયા ઘણા દિવસો સુધી દુ:ખદાયક બની શકે છે. લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં પતિપત્નીની અણસમજને લીધે જો પત્નીને બે-ચાર વખત આવું કષ્ટ સહન કરવું પડે તો તેના મનમાં જાતજાતની શંકાઓ ઉત્પન્ન થાય છે. આનાથી મનમાં ચિંતા થાય છે  અને સ્પર્શની અનુભૂતિ થતાં જ તેના યોનિના સ્નાયુઓ સંકોચાઇ જાય છે. આનાથી યોનિમાર્ગ સાંકડો થઇ જાય છે. અને જાતીય ક્રીડામાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે જેને વૈજિનિસ્મસ કહે છે.

એ બાબતની પણ શક્યતા રહેલી છે કે યોનિમાર્ગનાં દ્વાર અથવા રસ્તામાં  એવી કોઇ મુશ્કેલી હોય કે સમાગમ પીડાદાયક બની જાય. યોનિદ્વારનો સોજો, મૂત્રનળીના સોજાને લીધે થયેલી ગાંઠ, યોનિદ્વાર પર આવેલી બાર્થોલિન ગ્રંથિઓનો સોજો, સાંકડો યોનિમાર્ગ, યોનિપટલની કિનારીના ભાગનો સોજો જેવી ઘણી શારીરિક પરિસ્થિતિ પણ લગ્નસુખમાં બાધક બની શકે છે. એટલે તમારા માટે સારું તો એ રહેશે કે તમે કોઇપણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર કોઇ કુશળ સ્ત્રીરોગ નિષ્ણાતનો સંપર્ક કરો તે તમારી આંતરિક તપાસ કરીને એવું સ્પષ્ટ જણાવી શકશે કે તમારી સમસ્યા શારીરિક છે કે માનસિક. જો સમસ્યા શારીરિક હોય તો તેનો ઇલાજ થઇ શકે છે. જો કોઇ પણ પ્રકારની શારીરિક ખામી ન જણાય તો તમારા માટે ઉચિત એ રહેશે કે તમે પતિ પત્ની કોઇ મનોચિકિત્સકને મળો તેમની મદદથી તમે ધીરે ધીરે ચિંતામુક્ત થઇ શકો છો અને સમાગમ સરળ, સહજ  અને આનંદદાયક બનાવી શકો છો.

- અનિતા


Google NewsGoogle News