મૂંઝવણ .

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારે મુખમૈથુન વિશે જાણવું છે. મારે એ જાણવું છે કે એનાથી કોઈ આડઅસર થાય છે કે નહીં અને એ મારા માટે અને મારી પત્ની માટે સુરક્ષિત છે કે નહીં?

* મારે મુખમૈથુન વિશે જાણવું છે. મારે એ જાણવું છે કે એનાથી કોઈ આડઅસર થાય છે કે નહીં અને એ મારા માટે અને મારી પત્ની માટે સુરક્ષિત છે કે નહીં?

એક યુવક (મુંબઈ)

* મુખમૈથુન એ ભારતીય કાયદા પ્રમાણે ગુનાપાત્ર છે અને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ એ માટે સજા થઈ શકે છે. આપણા દેશમાં ખજૂરાહોનાં શિલ્પોમાં અને બીજા મંદિરોમાં મૈથુન કે મુખમૈથુનમાં મગ્ન સુંદર મૂર્તિઓ કંડારાયેલી છે. એમાં પુરુષને સ્ત્રીની યોનિ સાથે અથવા સ્ત્રીને પુરુષના શિશ્ન સાથે અથવા બન્નેને એકબીજાના ગુપ્તાંગો સાથે (એને ૬૯ પોઝિશન કહેવામાં આવે છે) મુખમૈથુનનો આનંદ લેતી મૂર્તિઓ કલાત્મક રીતે કંડારાયેલી જોવા મળે છે. મેડિકલી જોતાં મુખમૈથુન (પુરુષ સ્ત્રીને કરે કે સ્ત્રી પુરુષને કરે)માં બન્ને જણ પૂરતી સ્વચ્છતા રાખે એ જરૂરી છે. ઉપરાંત બન્નેમાંથી કોઈ વ્યક્તિ સેકસ્યુયલી ટ્રાન્સમિટેડ ડિસિઝ (જાતીય સંસર્ગીય રોગ) કે એચઆઈવી-એઈડ્સથી પીડાતી હોય તો એકનું ઇન્ફેક્શન બીજાને લાગવાના ચાન્સિસ વધારે હોય છે. મોઢામાં લોહીની નળીઓ ખૂલી ગઈ હોય કે પેઢામાં લોહી નીકળતું હોય તો પણ એકનું ઇન્ફેક્શન બીજાને લાગી શકે છે એટલે પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. આમાં જો સ્ત્રીને ઇન્ફેક્શન હોય તો એનો ચેપ પુરુષને લાગવાના ચાન્સિસ વધારે છે, જ્યારે પુરુષને કોઈ ઇન્ફેક્શન હોય તો સ્ત્રીને લાગવાના ચાન્સિસ ઓછા હોય છે. ૯૫ ટકા પુરુષોને મુખમૈથુન ગમતું હોય છે અને એટલા જ ટકા સ્ત્રીઓ એને ધિક્કારતી હોય છે. આને કારણે પુરુષ માટે બહાર બીજો કોઈ માર્ગ શોધતો હોય છે.

* હું ૨૭ વર્ષનો છું અને મારી પત્ની ૨૩ વર્ષની છે. અમારા લગ્નને બે વર્ષ થયા છે. હજી સુધી મને કોઈ બાળક નથી થયું. છ મહિના પહેલા મારી પત્ની પ્રેગ્નન્ટ હતી એ અવસ્થામાં હું તેની સાથે સંભોગ કરતો હતો. એને કારણે બાળકની સ્થિતિ ખરાબ થતાં અબોર્શન કરાવવું પડયું હતું. હમણાં મારી પત્ની ફરી પ્રેગ્નન્ટ થઈ છે અને તેને પહેલો મહિનો ચાલે છે. મારે એ જાણવું છે કે હું તેની સાથે ક્યારે સંભોગ કરું તો તેને કોઈ તકલીફ ન થાય? યોગ્ય સલાહ આપશો.

એક યુવક (વાપી)

* જો તમારી પત્નીને પહેલી પ્રેગ્નન્સી વખતે અબોર્શન પહેલા ત્રણ મહિનામાં થયું હોય તો વિજ્ઞાાન એમ કહે છે કે બીજી પ્રેગ્નન્સી સમયે પહેલા ત્રણ મહિના દરમિયાન સંભોગ ન કરવો. એટલું જ નહીં, પણ એ ધ્યાન રાખવું કે તમારી પત્ની હસ્તમૈથુન, મુખમૈથુન યા બીજી કોઈ રીતે ચરમસીમા પર ન પહોંચે. જો બીજા ત્રણથી છ મહિનામાં અબોર્શન થયું હોય તો પહેલા ત્રણ મહિનામાં તમે બિનધાસ્ત સંભોગ કરી શકો છો. કોઈ પણ અવસ્થામાં જો પત્નીને પ્રેગ્નન્સી દરમિયાન લોહી પડે અથવા પેઢુમાં દુ:ખાવો થતો હોય તો સંભોગ ન કરવો અને તમારા ગાઇનેકોલોજિસ્ટની સલાહ લેવી.

* હું ૨૮ વર્ષનો પરિણીત પુરુષ છું. મારા લગ્નને બે વર્ષ થયાં છે. મને પહેલાં જમણા અંડકોષમાં દુ:ખાવો થવા લાગ્યો. પાંચ મિનિટ પછી એ બંધ થઈ જાય. પછી બન્ને અંડકોષમાં દુ:ખાવો થાય. પાછો એની મેળે બંધ થઈ જાય. જ્યારે દુ:ખાવો થાય ત્યારે લિંગ એની મેળે કડક થઈ જાય. મેં ફેમિલી ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું દવા લેવાથી આરામ થઈ જશે. જો કે દસ-પંદર દિવસ પછી અચાનક દુ:ખાવો થાય અને પાંચ-દસ મિનિટમાં બંધ થઈ જાય. મેં સોનોગ્રાફી કરાવી, પણ રિપોર્ટ નોર્મલ આવ્યો છે. મારો ડાબી બાજુનો અંડકોષ થોડો નીચો છે ને સેક્સની ઇચ્છા ઓછી થઈ ગઈ છે. મને કોઈ સંતાન પણ નથી થયું એનાથી હું બહુ પરેશાન છું. અમારા પતિ-પત્ની વચ્ચે કોઈ તકલીફ ન થઈ જાય એ માટે મને યોગ્ય સલાહ આપશો.

એક પુરુષ (બીલીમોરા)

* અંડકોષ હંમેશા એક નીચો જ હોય અને નિયમ પ્રમાણે લેફ્ટ ઈઝ લોઅર. મતલબ કે ડાબી બાજુનો અંડકોષ જમણા કરતાં થોડો નીચો જ હોય એટલે તમારે ગભરાવાની જરૂર નથી. અંડકોષમાં દુ:ખાવો થાય ત્યારે ઇન્દ્રિય ઉત્તેજિત થઈ જાય છે એવું તમે કહો છો તો એનું કારણ એ છે કે તીવ્ર કામેચ્છા પછી જ્યારે ઉત્થાન થાય ત્યારે શરીરમાં અને ખાસ કરીને ઇન્દ્રિય તથા અંડકોષમાં લોહીનો પ્રવાહ વિશેષ પ્રમાણમાં થાય. એને કારણે ઇન્દ્રિય ઉત્તેજિત થાય અને એને રિલિઝ કરવામાં ન આવે એટલે કે સ્ખલન ન થાય તો અંડકોષમાં લોહી થીજી જવાનો ભાસ થાય. પરિણામે દુ:ખાવો થાય. જ્યારે પણ આવી સમસ્યા સર્જાય ત્યારે મૈથુન કે હસ્તમૈથુનથી વીર્યસ્ખલન કરી નાખવું એટલે દુ:ખાવો આપમેળે ઓગળી જશે. આમાં કોઈ દવા, ઇન્જેક્શન કે સોનોગ્રાફીની જરૂર નથી. ખોટો પૈસાનો વ્યય ન કરશો. સ્ખલન અવસ્થાએ પહોંચો પછી બીજી જ મિનિટે દુ:ખાવો ગાયબ થઈ ગયાનો તમને અનુભવ થશે.

- અનિતા


Google NewsGoogle News