મૂંઝવણ .
- હું ડાયવોર્સી છું અને એક બાળકીની માતા છું. ઘરમાં એકલી હોઉ ત્યારે અને રાતે સૂતી વખતે નિર્વ રહેવાનું જ ફાવે છે,
* હું ડાયવોર્સી છું અને એક બાળકીની માતા છું. ઘરમાં એકલી હોઉ ત્યારે અને રાતે સૂતી વખતે નિર્વ રહેવાનું જ ફાવે છે, પણ સામાન્ય રીતે કોઇને અચાનક કે યેનકેન પ્રકારેણ ઉપાંગો બતાવવાનું મન થતું નથી, પણ ક્યારેક અમુક પુરુષોને કે ીઓને જોઇને (એ વ્યક્તિ રૂપમાં કે દેખાવમાં સારી ન પણ હોય એ મારો નોકર પણ હોઇ શકે અને આધેડ વયના પાડોશી પણ હોઇ શકે) સીધી કે આડકરતી રીતે અંગ-ઉપાંગો બતાવવાની ઇચ્છા અદમ્ય થઇ આવે છે. અગાઉ હું કામ કરતી હતી ત્યાં મારા હાથ નીચે કામ કરતા એક યુવક સાથે મારો અફેર ચાલતો હોવા છતાં આવી ઈચ્છા થતી રહે છે. અન્ય બાબતોમાં પણ મગજમાં વિચારો સ્થિર રહી શકતા નથી. આ બધું એબ્નોર્મલ નથી?
એક યુવતી (અમદાવાદ)
* શરીરનાં ગુપ્ત અંગોને બીજાની સામે / જાહેરમાં પ્રદશત કરવાના વર્તનને 'એક્ઝિબિઝનિઝમ' કહે છે. આ મનોવિજ્ઞાાને કોઇને કરેલી સંજ્ઞાા છે. વ્યક્તિ વારંવાર અજાણ્યાઓ સમક્ષ અણધારી રીતે સેક્સઓગૅન્સને પ્રદશત કરે અને તે દ્વારા તે (પોતે) કામોત્તેજના અનુભવવા ઇચ્છે તો તેવી વ્યક્તિ એક્ઝિબિઝનિસ્ટ' કહેવાય. માત્ર પુરુષોમાં જ આવી અંગપ્રદર્શનવૃત્તિ જોવા મળતી હોય છે, પણ ફિમેલના થોડા આવા કિસ્સાઓય નોંધાયા છે. ઘણા આવા અંગ પ્રદર્શન વૃત્તિવાળા, બીજી વિજાતીય ક્રિયાઓમાં, ઇમ્પોટન્ટ હોય છે. તેમને નિયંત્રણમાં ન રહેતી ઇચ્છા આવી અંગપ્રદર્શનવૃત્તિ માટે પ્રેરક બનતી હોય છે.
* મારી ઉંમર ૪૦ વર્ષની છે. વજન ૮૦ કિલો છે અને તંદુરસ્તી પણ સારી છે. છેલ્લાં દસ વર્ષથી મને સાવ પાણી જેવી ધાતુ નીકળે છે. ઈન્દ્રિયનું પૂરતું ઉત્થાન થતું નથી. મારું વૃષણ સાવ નાનું ગોટી જેવું થઈ ગયું છે અને ઈન્દ્રિય નાના બાળક જેવી નિસ્તેજ થઈ ગઈ છે. આ માટે મેં ઘણી દવાઓ કરાવેલ છે. પરંતુ તેનાથી કોઈ જ ફેર પડયો નથી તો આપની કોલમમાં તે અંગેની દવા સૂચવશો.
એક ભાઈ (વડોદરા)
* ભાઈશ્રી, દવાઓથી કામશક્તિ વધારી શકાતી નથી. તમે પત્રમાં જણાવ્યું નથી, પરંતુ હું એવું માની લઉં છું કે દસ વર્ષ પહેલાં તમારું દાંપત્યજીવન નોર્મલ હશે અને તમને તમારા જાતીય પરફોર્મન્સથી વિશેષ અસંતોષ નહિ હોય. તમારી તકલીફની શરૂઆત ક્યારથી થઈ તેની તથા તમારા દાંપત્યજીવનની વિગતોની વિશેષ માહિતી મેળવવી જરૂરી છે. એટલું હંમેશા યાદ રાખો કે પતિ-પત્ની વચ્ચેની શયનખંડની સફળતાનો આધાર શયનખંડના બહારના તેમની વચ્ચેના વર્તન, વ્યવહાર અને પ્રેમસંબંધ પર હોય છે.
તમારા બંનેની સેક્સ્યૂઅલ હિસ્ટ્રી મેળવ્યા પછી જ તમારી સમસ્યામાં તમને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. હાલમાં તમને મળતી વારંવારની નિષ્ફળતાને કારણે નેગેટિવ રિઈનફોસમેન્ટના સિધ્ધાંતો મુજબ ઈન્દ્રિય નાના થતા જતા હોય તેવું તમને લાગે છે, પરંતુ એ શક્ય નથી. વારંવારની ે વખતે વધારે પડતા ચિંતા અને હતાશ બનાવ્યા હોય એ શક્ય છે . તમારી શારીરિક અને માનસિક સ્થિતિને તલસ્પલર્શી અભ્યાસ કર્ય પછી જ તમારી સારવાર થઈ શકે. એટલું હમેશાં યાદ રાખો કે કામશક્તિ એ ગોળીઓથી વધારવાની વસ્તુ નથી.
* ીઓને શું મોટી સાઇઝના પેનિસને માટે વધારે પસંદગી ન હોય?
એક પુરુષ (સુરત)
* મોટા ભાગની ીઓ આ વિશે (પેનિસની સાઇઝ વિશે) વિચારતી જ નથી. તેમને માટે આ 'ઇસ્યુ' મહત્ત્વનો નથી. પુરુષો જ આ બાબતમાં લઘુતાની લાગણી અનુભવતા હોઇને તે બાબતમાં વિચાર્યા કરતા હોય છે.
એક અભ્યાસ પ્રમાણે પુરુષોને પૂછવામાં આવ્યું : ીઓને શેનાથી જાતીય આકર્ષણ થતું હોય છે? પુરુષોના જવાબોમાં 'વેરી હાઇ પ્રાયોરિટી' લાર્જ જેનિટલ્સને અપાઇ હતી. 'તમને પુરુષોમાં શું આકર્ષે છે?' તેવા પ્રશ્નના જવાબમાં ીઓએ કહ્યું : દ્રઢ માંસપેશીઓ, સુંદર વાળ, સ્વચ્છ મુખ, શ્વેત દંતાવલી. ીઓએ શારીરિક નહિ એવા ગુણોને ખાસ મહત્ત્વ આપ્યું જેમ કે લાગણી અને વિચારોમાં સહભાગી થવાની પુરુષોની તત્પરતા, સારી રમૂજવૃત્તિ અને પરસ્પરનો આધાર મેળવવાનું વલણ ીઓ 'લાર્જ પેનિસિઝ'ને પસંદ કરે છે તેવા વિધાનને કોઈ વૈજ્ઞાાનિક સંશોધનનો આધાર નથી.
* હું ૨૨ વર્ષની અપરીણિત યુવતી છું. મારી સગાઈ હમણાં જ થઈ છે. મારી સમસ્યા એ છે કે મારી યોનિના ઓષ્ઠ કરતાં શિશ્નિકા બહાર નીકળે છે અને વધારે પડતી ઉપસેલી છે. આ સમસ્યા ક્યારથી છે તે મને પોતાને ખબર નથી. શું આનાથી ભવિષ્યમાં મને માતૃત્વ ધારણ કરવામાં મુશ્કેલી નડશે? હું મારા પતિને સંતોષ આપી શકીશ કે નહિં? મારે લગ્ન કરવા જોઈએ કે નહિં? આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (ભાવનગર)
* સ્ત્રીની શિશ્નિકાનું કાર્ય સ્ત્રીને કામોત્તેજિત કરવાનું છે. શક્ય છે કે આપની શિશ્નિકાનું કદ થોડું વધારે હોય પરંતુ તે સમાગમમાં અથવા તો માતૃત્વ ધારણ કરવામાં અંતરાયરૂપ બની શકે નહિં.
તદ્ઉપરાંત એનાથી તમારા પતિને પણ તમે સંતોષ આપી શકશો અને તમે પણ પૂરતો સંતોષ મેળવી શકશો. એટલે આ અંગેની વધારે ચિંતા કરશો નહિ.
- અનિતા