Get The App

મૂંઝવણ .

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- અમારા લગ્નને બે વર્ષ થઇ ગયાં છે, પરંતુ હજી સુધી અમે સહવાસનું સુખ માણી શક્યા નથી. સંભોગનો પ્રયાસ કરતાંની સાથે જ મને પીડા થવા લાગે છે 

* હું વીસ વર્ષની યુવતી છું અને થોડા સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે. મારા સ્તન બહુ જ નાનાં છે. કોઇ દવા કે કસરત બતાવો, જેથી સ્તન મોટાં થઈ શકે. મારા ભાવી પતિની જ ઈચ્છા છે કે આ ઉણપનો હું કોઈ યોગ્ય ઉપાય કરું 

એક યુવતી (સૂરત)

* સ્તનોનું કદ મોંના ઘાટની જેમ જ સ્વભાવગત હોય છે, જેને સુરક્ષિત આનુવંશિક ગુણ અને શરીરનાં હોર્મોન્સ જ નક્કી કરે છે કે, કોઈ સ્ત્રીની શારીરિક રચના કેવી હશે. કોઈ દવા, ક્રીમ, તેલ અથવા વનસ્પતિઓના લેપથી સ્તનોનું કદ નાનું મોટું કરી  શકાતું નથી.

સ્તનોનાં ઊતકોનો યોગ્ય વિકાસ યુવાવસ્થામાં જ થઈ જાય છે. પછી શરીરમાં ચરબી વધવાથી અને ઘટવાથી એમના કદમાં થોેડી વધઘટ થઈ શકે છે. કોઈ વ્યક્તિમાં ચરબી શરીરના કયા ભાગમાં વધારે જામે છે, એ ગુણ એને વારસામાં મળે છે. સ્ત્રીઓના સ્તનના કદનો આની સાથે સીધો સંબંધ હોય છે. સ્તનોની સંરચના દુગ્ધીય ઊતક અને ચરબીથી જ થાય છે, જેમાં ફક્ત ચરબીનું પ્રમાણ જ વધીઘટી શકે છે. એનાથી જ સ્તનના કદમાં થોડો ફેરફાર થઈ શકે છે. સ્તનોમાં માંસપેશીઓ પણ નથી હોતી, એટલે કસરત દ્વારા તેમની સુડોળતા નથી વધારી શકાતી.

આ માહિતી મળ્યા પછી તમે જરાય હતાશ કે ઉદાસ ન થશો. યૌૈન સુખનો સ્તનના કદ સાથે કોઈ સંબંધ નથી હોતો, એટલે લગ્નજીવનમાં આના લીધે કોઈ સમસ્યા ઊભી થશે, એ ડર કાઢી નાખો. સહજતા અને સ્વાભાવિકતા સાથે લગ્નજીવનમાં પ્રવેશ કરો. શારીરિક રચના વિશે આટલી વ્યાકુળતા વ્યર્થ છે.

* હું પચીસ વર્ષની પરિણીતા છું. અમારા લગ્નને બે વર્ષ થઇ ગયાં છે, પરંતુ હજી સુધી અમે સહવાસનું સુખ માણી શક્યા નથી. સંભોગનો પ્રયાસ કરતાંની સાથે જ મને પીડા થવા લાગે છે અને કદાચ એટલે જ અમે સફળ નથી થઈ શકતાં. અમને બંનેને યૌૈન સંબંધ વિશેની માહિતી નથી. અમે ઈચ્છીએ છીએ કે તમે કોઈ સારાં પુસ્તકોનાં નામ જણાવો, જેથી અમે આ સમસ્યામાંથી છૂટી શકીએ. મને માસિક ધર્મ સામાન્ય રીતે જ આવે છે. શું કોઈ સ્ત્રી રોગ નિષ્ણાતને બતાવવું પડશે?

એક બહેન (અમદાવાદ)

* સહવાસનું સુખ દામ્પત્યજીવનનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે, તેમાં કોઈ શંકા નથી. એ પતિ-પત્ની વચ્ચે પ્રેમ, ભાવનાત્મક પૂર્તિ અને સમર્પણનો સુખસાગર છે, જેનાથી દામ્પત્ય પ્રેમ સંપૂર્ણતા પામે છે.

લગ્ન પછી બે વર્ષે પણ તમે બંને એનાથી વંચિત છો, એ સુખની સ્થિતિ નથી. તમે આપેલા વિવરણ પરથી એમ જ લાગે છે કે સમસ્યાનું મૂળ તમારા બંનેનું જાતીય અજ્ઞાાન જ છે. દામ્પત્યજીવન અને સ્ત્રીશરીર સંરચનાને લગતાં અનેક પુસ્તકો બજારમાં મળે છે. આ અંગેના ઉપયોગી પુસ્તકો તમારા શહેરમાં પણ મળતાં  હશે.

આ પુસ્તકો વાંચ્યા પછી પણ જો તમારી સમસ્યાનું સમાધાન ન થાય, તો કોઇ સારા સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લો, પરંતુ ગભરાઈને કોઈ ઊંટવૈદ્ય ચક્કરમાં ન પડતાં.

* હું ૩૦ વરસનો પરિણીત યુવાન છું. મારા લગ્નને બે વરસ થયાં છે. અમને ૧૪ મહિનાનો એક પુત્ર છે, છેલ્લા એક વરસથી સાવચેતીરૂપે હું કોન્ડોમનો ઉપયોગ કરું છું, પરંતુ તાજેતરમાં અમે સંભોગ કરી રહ્યાં હતાં તે દરમિયાન કોન્ડોમ ફાટી જતાં અમે ચોંકી ગયા હતા. ગર્ભાધાન કઈ રીતે અટકાવવું તે માટે અમને તમારી સલાહ જોઈએ છે. ગર્ભાધાન અટકાવવા માટે મારી પત્ની લઈ શકે એવી કોઈ ગોળી છે કે?

એક યુવાન (મુંબઈ)

* કોન્ડોમ ફાટી જવાના કિસ્સા સામાન્ય છે. આવા સંજોગોમાં સંભોગ બાદ ૪૮ થી ૭૨ કલાકની અંદર તાત્કાલિક ગર્ભનિરોધક ગોળીઓ લેવી જોઈએ. ૨૪ કલાકની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે તોે તે ખૂબ જ અસરકારક નીવડે છે.

ગર્ભનિરોધક ઉપચારોમાં પાંચ દિવસ સુધી દરરોજ ૨૫ મિલીગ્રામથી ૫૦ મિલીગ્રામ પાવરના એસ્ટ્રોજન (સ્ત્રીઓના સેક્સ હોર્મોન) જેવા કે ડાયઈથાઈલ સ્ટિલબેસ્ટ્રોલ ગોળીના અથવા પાંચ દિવસ સુધી બેથી પાંચ મિલીગ્રામ પાવરના એથિનીલએસ્ટ્રાડાયોલ ગોળીના ડોઝ લેવા જોઈએ.  તમે પાંચ દિવસ સુધી દરરોજ ૩૦ થી ૫૦ મિલીગ્રામ પાવરના એસ્ટ્રોજન સંયુક્તપણે પણ લઈ શકો છો. ૧૦૦ મિલિગ્રામ પાવરની એથિનીલએસ્ટ્રાડાયોલ અને ૦.૫ મિલીગ્રામ પાવરની લિવોનોર્જેસ્ટ્રાલની બબ્બે ગોળીઓ સાથે લીધા બાદ બાર કલાક પછી બીજી બે ગોળીઓ લેવી.

- અનિતા


Google NewsGoogle News