Get The App

મૂંઝવણ .

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- કોઈ છોકરી પ્રેગ્નન્ટ હોય તો તેનાં લક્ષણો શું હોય છે? શું એવી કોઈ સરળ તપાસ પદ્ધતિ છે જેનાથી એ જાણી શકાય કે ગર્ભ રહ્યો છે કે નહીં?

* અમે પતિ-પત્ની ૭૦થી વધુ વયનાં છીએ. છેલ્લાં પાંચ-સાત વરસથી મને નપુસંકતા આવી ગઇ છે. પત્નીને સમાગમસુખની ઇચ્છા રહે છે.

એક પુરુષ (દાહોદ)

* યોગ્ય  સેક્સોલોજીસ્ટનો મળો તેમનું માર્ગદર્શન   મેળવો.

* ચાર સંતાનોનો પિતા છું. ઉમર ૫૯ વર્ષની છે. કોઇ રોગ નથી, પણ સંભોગક્રિયા શરૂ થતાં પહેલાં ઉત્થાન પામેલું પેનિસ શિથિલ થઈ જાય છે. બે મહિનાથી આ તકલીફ રહે છે. લોકલ સેક્સોલોજિસ્ટને મળતાં તેમને 'જિનસેન' કે એવી કોઈ ગોળીઓ લો તો સારું થઇ જશે તેવી સલાહ આપી.

એક પુરુષ (ગોધરા)

* બે જ મહિનાથી આવું થાય છે માટે માનસિક કારણ (ચિંતા-હતાશા) દૂર કરો. મૈથુનક્રિયાની ક્ષણોમાં  મનમાં લેશમાત્ર ચિંતા-બંધની લાગણી ન હોવી જોઇએ. પેેનિસ શિથિલ થઇ જશે તેવી ચિંતા પણ ન રાખો. શિથિલ થઇ જાય તો તરત ઉદ્વેગ ન  અનુભવો. થોડો સમય  બીજા સ્પર્શ વગેરે સુખમાં પસાર કરો.  ચિંતા વગર ફરી પ્રયત્ન કરો. એકધારા જીવનમાં સહશયનના એકસરખા ક્રમમાં તરંગકલ્પનાને ઉમેરો. વોમાં એકબીજાનાં નામમાં- વાતાવરણમાં ફેરફાર કરવાથી ઉત્તેજના થશે. મૈથુનના  વિવિધ આસનો (પોઝિશન્સ) પણ ઉપયોગી થાય. કોઇ પણ દવા રીતસર ઉપયોગી ન બને. 

હું ૨૧ વર્ષની યુવતી છું, મને બંને બ્રેસ્ટમાં ક્યારેક-ક્યારેક સામાન્ય દુખાવો થાય છે. મેં છાતીનો એક્સ-રે પણ કરાવ્યો પણ તેમાં કોઈ જ તકલીફ ન જણાઈ. તપાસ કરતાં કોઈ ગાંઠ જેવું પણ ન લાગ્યું, પણ બંને બ્રેસ્ટની સાઈઝમાં થોડો ફેર જરૂર લાગે છે. આ અંતર કયા કારણે છે? શું આ અંતર ઢીલી બ્રા પહેરવા કે શારીરિક છેડછાડના લીધે તો નથી? ડરું છું કે ક્યાંક કેન્સર તો નથી થયું ને.

એક યુવતી (સુરત)

* માસિક ચક્ર સાથે સ્ત્રીના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ અને શારીરિક ફેરફાર આપમેળે થાય છે. તેમાં બ્રેસ્ટમાં પણ ફેરફાર થાય છે. એવી યુવતીઓ, જે પોતાનાં શરીર પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે તે આ પરિવર્તનને અનુભવી શકે છે. બંને બ્રેસ્ટમાં ક્યારેક-ક્યારેક સામાન્ય દુખાવો થવો પણ આ પરિવર્તનનો જ એક ભાગ છે, જેને તમે સહેલાઈથી અવગણી શકો છો.

બંને બ્રેસ્ટની સાઈઝમાં પહેલાંથી જ જો થોડું ઘણું અંતર હોય તો એ પણ કોઈ અસામાન્ય લક્ષણ નથી. ચિંતા ત્યારે કરવી જોઈએ જ્યારે સ્તનના આકારમાં અચાનક કોઈ ફેરફાર જણાય.

૨૧ વર્ષની નાની ઉંમરે એમ પણ સ્તન કેન્સરની શક્યતા બિલકુલ નથી હોતી. તમે કારણ વિના ચિંતા કરો છો. હકારાત્મક વલણ રાખો. તેનાથી જ જીવનનો ભાગ ખુશીઓથી ભર્યોભાદર્યો રહી શકે છે.

કોઈ છોકરી પ્રેગ્નન્ટ હોય તો તેનાં લક્ષણો શું હોય છે? શું એવી કોઈ સરળ તપાસ પદ્ધતિ છે જેનાથી એ જાણી શકાય કે ગર્ભ રહ્યો છે કે નહીં?

એક યુવતી (રાજકોટ)

* માસિક ચૂકી જવું સૌથી પહેલું લક્ષણ છે, જેનાથી પ્રેગ્નન્સિની શક્યતા તરફ ધ્યાન જાય છે, પરંતુ ક્યારેક-ક્યારેક ગર્ભ ન રહ્યો હોય તો પણ માસિક અટકી-ચૂકી શકે છે. ૧૯-૨૦ વર્ષની યુવતીઓમાં કાર્યમાં પરિવર્તન કે સ્થળ પરિવર્તનના ફળ સ્વરૂપ ઘણીવાર થોડાક દિવસ માટે માસિક અટકી જાય છે. ક્યારેક-ક્યારેક વધારે માનસિક ચિંતા અને દબાણથી પણ માસિકમાં મોડું થઈ જાય છે.

પ્રેગ્નન્સિના બીજા મહિનામાં સવારના સમયે ઊલટી થાય એવું પણ લાગે છે. તેની ગંભીરતા દરેક સ્ત્રીમાં જુદી-જુદી હોય છે. કેટલાકને ગભરામણ થાય છે તો કેટલાકને ઊલટીઓ થાય છે. આ સમસ્યા ૧૨મા અઠવાડિયા સુધી રહે છે અને ત્રીજો-ચોથો મહિનો પૂરો થતાં જ આપ મેળે દૂર થઈ જાય છે.

બીજા-ત્રીજા મહિનાથી લગભગ બધી ગર્ભવતી સ્ત્રીઓએ વારંવાર મૂત્રત્યાગ માટે જવું પડે છે. આ લક્ષણ નિતંબક્ષેત્રમાં આવેલાં પરિવર્તનોથી થાય છે, જેના લીધે મૂત્રાશય વારંવાર ખાલી થવા આતુર રહે છે.

સ્તનોમાં પણ જુદાં-જુદાં પરિવર્તન આવે છે. ચોથા મહિનાથી પેટ પણ વધવા લાગે છે. સારા દિવસો રહ્યાનાં ૨ અઠવાડિયાં પછી હોર્મોનલ ટેસ્ટની મદદથી પણ પ્રેગ્નન્સિ વિશે જાણી શકાય છે. વહેલી સવારમાં મૂત્રનો પહેલો નમૂનો લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી શકાય છે. આ નમૂનો એક એવી સ્વચ્છ શીશીમાં લેવો જોઈએ કે જેમાં સાબુ લાગ્યો ન હોય.

આ તપાસ ઘરે પણ કરી શકો છો. તે માટે કેમિસ્ટ પાસે પ્રેગ્નન્સિ ટેસ્ટ કિટ મળે છે. તે કિટ લાવીને, તેની પર લખેલી સૂચનાઓ પ્રમાણે તપાસ કરો, તેનાથી મિનિટોમાં પરિણામ મળી જાય છે. માસિક ચૂકી ગયાનાં ૨ અઠવાડિયાં પછી તપાસ કરતાં જો ટેસ્ટ પોઝિટિવ આવે તો પ્રેગ્નન્સિ છે તે નિશ્ચિત રીતે જાણી શકાય છે.

પરંતુ તપાસમાં નેગેટિવ આવતાં તેની પર વિશ્વાસ કરી શકાય નહીં કે ગર્ભ રહ્યો નથી. જો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી પણ માસિક ચાલુ ન થાય, તો ૧ અઠવાડિયા પછી ફરી તપાસ કરી શકાય છે.

અલ્ટ્રાસાઉન્ડથી પણ પ્રેગ્નન્સિ વિશે જાણી શકાય છે. અલ્ટ્રાસાઉન્ડ તપાસથી ૫ મા અઠવાડિયે જ ગર્ભ છે કે નહીં તે જાણી શકાય છે.

- અનિતા


Google NewsGoogle News