Get The App

મૂંઝવણ .

Updated: Aug 21st, 2023


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


-  કોઈ જાતની ઉત્તેજના ન થતી હોય તો પતિ પોતાની મનગમતી વ્યક્તિનીકલ્પના કરીને ઉત્તેજના મેળવી શકે અને પછી પત્ની જોડે સમાગમ કરે તો સફળ સમાગમ શક્ય બને છે.

* મારી ઉંમર ૭૭ વર્ષની છે. બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ નથી. તંદુરસ્તી સારી છે. સંભોગની ઇચ્છા થાય છે. મારી સમસ્યા એ છે કે ઇન્દ્રિયમાં જોઈએ એટલું કડકપણું આવતું નથી તેમ જ સંભોગ લાંબા સમય સુધી નથી ટકતો. તમે તમારી કોલમમાં કેવર્ટા, પેનિગ્રા, મેગાલિસ, સુહાગ્રા, એડિગ્રા, પેરોક્સિટિન, ટાડાલાફિલ જેવી દવા લખો છો. આ ગોળીઓમાંથી મારે કઈ દવા લેવી એ જણાવશો. આ દવા લીધા પછી પેટમાં બળતરા ન થાય એ માટે એન્ટાસિડ લઉં તો ચાલે? કેટલા સમય સુધી સ્તંભન થઈ શકે? ઇન્દ્રિય પર કોઈ તેલની માલિશ કરવી હોય તો ક્યું તેલ કેવી રીતે વાપરવું?

એક પુરુષ (વાપી)

* આ બધાં દેશી વાયેગ્રાનાં જુદાં-જુદાં નામો છે. કેવર્ટા- રેનબેક્સી, એડિગ્રા - સનફાર્મા, પેનિગ્રા - કેડિલા વગેરે દવા ઉત્થાનમાં મદદ કરે છે. પેરોક્સિટિન એટલે કે પારી - આઈટીસીએલ, પેરોટિન - પ્રોટેક, એક્સઈડી - કેડિલા વગેરે શીઘ્રસ્ખલનમાં મદદ કરે છે. બન્ને ગોળીઓ સમાગમના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો શીઘ્રસ્ખલન અને ઉત્થાન એ બન્ને સમસ્યામાં સાથે કામ કરે છે. પેટમાં એસિડીટી જેવું થતું હોય તો એન્ટાસિડ ચોક્કસ લઈ શકાય. 

આયુર્વેદમાં તેલ એટલે તલનું તેલ. એની માલિશ કરો ત્યારે માલિશની દિશા એક તરફ હોવી જરૂરી છે એટલે કે મૂળમાંથી લાલ ભાગ તરફ, રિવર્સ નહીં. કેટલાં સમય સુધી સમાગમ ચલાવવો એ તમારી પત્ની પર નિર્ભર છે. જ્યાં સુધી તેને સંતોષ ન થાય ત્યાં સુધી અને તેના સંતોષ પહેલાં જો તમને સ્ખલન થઈ જાય તો પણ તમે એક યા બીજી રીતે પત્નીને સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે, સંભોગ નહીં.

* મારી ઉંમર ૩૬ વર્ષની છે. લગ્નને ૧૪ વર્ષ થયાં છે. મને હમણાં-હમણાં સજાતીય આકર્ષણ બહુ જ થાય છે.  પત્ની સાથે સેક્સ કરવાનું મન નથી થતું. મારે આમાંથી બહાર આવવું છે. તો શું કરવું? માર્ગદર્શન આપશો.

એક યુવક (બિલીમોરા)

* આ જાતનું આકર્ષણ ખરેખર વ્યક્તિમાં પેદા થાય છે અથવા કોઈક વાર એ માનસિક બીમારીનું લક્ષણ પણ હોઈ શકે. ઘણી વખત વ્યક્તિનો વિચારવાયુ વેગ પકડતો હોય અને તે માનસિક સમસ્યાથી પીડાતી હોય તો પણ આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. જો આ આકર્ષણ માનસિક અસ્વસ્થાનું લક્ષણ હોય તો એમાં દવા-ગોળી ચોક્કસ કામ આવી શકે, પણ જો એ જન્મજાત હોય તો કોઈ દવા-ગોળી કામ નથી આવતી. વ્યક્તિએ પોતાના માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય એનો નિર્ણય જાતે લેવાનો છે. જો વ્યક્તિને પોતાની પત્ની જોડે સમાગમ કરતી વખતે કોઈ જાતની ઉત્તેજના ન થતી હોય તો તે પોતાની મનગમતી વ્યક્તિનીકલ્પના કરીને ઉત્તેજના મેળવી શકે અને પછી પત્ની જોડે સમાગમ કરે તો સફળ સમાગમ શક્ય બને છે. વ્યક્તિમાં ક્યારે અને કઈ રીતે સજાતીય આકર્ષણ પાંગરે છે એ વિશે વૈજ્ઞાાનિકોમાં એક મત નથી. પ્રખર ખગોળશાસ્ત્રી, જ્યોતિષાચાર્ય અને આયુર્વેદનિષ્ણાત વરાહ મિહિરનું કહેવું છે કે સજાતીય અને વિજાતીય આકર્ષણનો પાયો મંગળ અને શુક્રના ગ્રહના આકર્ષણ હેઠળ રહેલો છે. ટૂંકમાં, એ જન્મજાત છે અને એમાંથી બહાર નીકળવા માટે સમય અને મનોબળ આ બે જ વસ્તુ મુખ્ય કામ કરે છે.

* મારી ઉંમર ૫૮ વર્ષની છે. મને શિશ્નોત્થાન અને શીઘ્રસ્ખલનની તકલીફ છે. મારે ટાડાલાફિલ ૨૦ મિલિગ્રામ લેવી જ પડે છે. શું હું સાથે પેરોક્સિટિન ૨૦ મિલિગ્રામ પણ લઈ શકું? ટાડાલાફિલને લીધે એસિટિડી થાય છે અને એ માટે ગોળી લેવી પડે છે. એસિડિટી માટે સારી ગોળી જણાવશો.

એક પુરુષ (સુરત)

* ટાડાલાફિલ લેવાથી તમને એસિડિટી થતી હોય તો તમે સિલ્ડેનાફિલ એટલે કે દેશી વાયેગ્રા ટ્રાય કરી શકો છો. ઘણી વખત એનાથી એસિડિટી નથી થતી. 

ટાડાલાફિલથી ઇન્દ્રિયના ઉત્થાનમાં વધુ મજબૂતાઈ આવી શકે અને એ જ ક્રિયા દેશી વાયેગ્રા પણ કરી શકે છે. જો એસિડિટીની ગોળી લેવાથી તમને રાહત થતી હોય તો તમે અવશ્ય એ ગોળી લઈ શકો છો. એસિડિટી માટે તમે ર્ંભૈંઘ નામની ગોળી ડાટાલાફિલ લેવાના બે કલાક પહેલાં લઈ શકો છો અને સંભવ છે કે એનાથી તમારી સમસ્યા ઓછી થશે. 

શીઘ્રસ્ખલન માટે તમે ચોક્કસ પેરોક્સિટિન લઈ શકો છો. પેરોક્સિટિન અને ટાડાલાફિલ બન્ને સાથે લો તો પણ ચાલે. પેરોક્સિટિનની અસર ચાર કલાક પછી શરૂ થાય છે અને ટાડાલાફિલની અસર અડધા કલાક પછી શરૂ થઈ ૨૪ કલાક સુધી રહે છે એટલે તમે બન્ને ગોળી સમાગમના પાંચ-છ કલાક પહેલાં લઈ શકો. દેશી વાયેગ્રાની અસર અડધા કલાક પછી શરૂ થઈ માત્ર છ કલાક સુધી રહે છે.

- અનિતા


Google NewsGoogle News