મૂંઝવણ .
- અમારા બે વચ્ચે માત્ર ખપ પૂરતી જ વાતો થાય છે. ઘરની જરૂરી સમસ્યાઓ સિવાય અમારી બે વચ્ચે સુખદુ:ખની વાતો થાય કે પ્રેમભર્યા શબ્દોની આપ-લે થાય એવું બનતું નથી.
* હું ૨૨ વર્ષનો છું, ૨ વર્ષથી મને પીઠના દુખાવાની સમસ્યા છે. આ પીડા ગરદનથી લઈને પીઠના નીચેના ભાગ સુધી પહોંચે છે. વધારે સમય બેસી રહેવા, ચાલવાથી પીઠમાં દુખાવો થવા લાગે છે. પીડાને હું સહન કરી લઉં છું પણ ઠંડીની મોસમમાં અસહ્ય થઈ જાય છે. આડા પડયા પછી આરામ મળે છે, પણ હંમેશાં ઊંઘી નથી શકતો. કૃપા કરી મને જણાવો કે મેડિકેશન વિના આ પીડામાંથી કેવી રીતે છુટકારો મળી શકે?
એક યુવાન (અમરેલી)
* ઠંડીમાં હાડકાં અને સાંધાના દુખાવા વધી જાય છે. જોકે નાની ઉંમરના લોકોને આ સમસ્યા ઓછી પરેશાન કરે છે, પરંતુ લાઈફસ્ટાઈલની ખોટી ટેવોના લીધે યુવા પણ આ સમસ્યાનો શિકાર બને છે. તમારે તમારી લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવવાની જરૂર છે. સારી ખાણીપીણી, સારી ઊંઘ, ઊઠવા-બેસવાનો યોગ્ય પોશ્ચર, યોગ્ય પોશ્ચરમાં કામ કરવું, કસરત વગેરે કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
જોકે તમારી સમસ્યા ગંભીર છે, તેથી તમારા માટે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. પહેલા એ જાણવાનો પ્રયાસ કરો કે ક્યાંક તમે સર્વાઈકલનો ભોગ તો નથી બન્યા ને. તે માટે તમારે પ્રોપર મેડિકેશન અને ફિઝિયોથેરપીની સલાહ આપવામાં આવશે. તે સિવાય દ૨૨ોજ સૂર્યપ્રકાશમાં ઓછામાં ઓછા અડધો કલાક બેસો. ગરમ કપડાં પહેરીને રાખો અને પીઠ પર શેક લો. મલ્ટિ વિટામિન ટેબલેટ્સના સેવનથી પણ પીડામાં રાહત મળી શકે છે.
* મારી ઉંમર ત્રેવીસ વર્ષની સુકલકડી છું. હાલમાં મારા લગ્ન થવાના છે. મને એક વાતનો ખૂબ જ ડર લાગે છે કે મેં હજી સુધી શરીર સુખ માણ્યું નથી કારણકે મારા લિંગની લંબાઇ જ નાની છે નાની એટલે નોર્મલ અવસ્થામાં અને ઉત્તેજીત અવસ્થામાં ચાર ઈંચથી પણ ઓછી છે. આ ઉપરાંત નોર્મલ અવસ્થામાં નાની ચામડી વધારે પડતી આગળ લાગે છે. જ્યારે ગમે તેટલી ઉત્તેજત અવસ્થામાં આગળનો ભાગ ચામડીથી ઢંકાયેલો રહે છે. મારા મિત્રોનું કહેવું છે કે લિંગનો ટોપ એટલે શિશ્નમણીને જો બહાર શરીરસુખ માણી શકાતું નથી. હું મહિનામાં બે-ત્રણ ચાર વાર હસ્તમૈથુન કરું છું. એ તો વીર્યાવ પણ થાય છે. હું મારી પત્નીને જાતીયસુખ આપી શકીશ કે નહીં એ જણાવો.
એક પુરુષ (રાજકોટ)
* શિશ્નમણી જો બહાર ન હોય તો શરીરસુખ માણી શકાતું નથી એ વાતમાં કોઈ જ તથ્ય નથી. આપણે આ કોલમમાં અગાઉ વિગતવાર સમજાવી ગયા છીએ તે પ્રમાણે તે જણાવેલી તારા શિશ્નની લંબાઈ નાની નથી. એટલે એ વાતનો કોઇ જ રાખવાની તારે જરૂર નથી. જ્યાં સુધી તારા શિશ્નની અગ્રત્વચા શિશ્નની ઉપર ચઢ-ઉતર થઇ શકતી હોય તો તારે માટે ચિંતાનો વિષય નથી. જે એ પૂરેપૂરી ચડઉતર ન થઈ શકે તો જ ઓપરેશન કરાવવું જરૂરી બને.
* મારી ઉંમર ૨૮ વર્ષની છે. અને મારા લગ્નને એક વર્ષ પૂરું થયું છે. મારી સમસ્યા એ છે કે મારા પતિ સેકસની બાબતમાં કોઇ પહેલ કરતા નથી. અને મારા ખોળામાં માથું રાખીને સૂઇ જાય છે, જે કંઇ પહેલ કરવાની હોય છે તે મારે જ કરવાની હોય છે. મારા પતિ સમાગમ પહેલાંની કોઇ જ પૂર્વક્રીડા કર્યા વગર સીધો સમાગમ કરવા જાય છે જેમાં તેમને ધારી સફળતા મળતી નથી. હું આવા વર્તનથી કંટાળી ગઈ છું એટલે અમારે શું કરવું તે અંગે પોગ્ય સલાહ આપશો.
એક યુવક (અમદાવાદ)
* તમારા પતિ કામેચ્છાનો અભાવ તથા કામોત્તેજનાનો અભાવ જેવી તકલીફથી પીડાતા હોય તેવી શક્યતા છે. પુરુષોમાં વ્યાપક પ્રયાસમાં જોવા મળતી આ તકલીફો પાછળ મોટેભાગે માનસિક કારણો જવાબદાર હોપ છે. કોઈ સારા સેક્સોલોજિસ્ટને મળો.
* કુંવારી, યુવતીની યોનિ મુખ ર્કોમાર્ય પટલ-યોનિપટલની હાજરી ચકાસવા માટે શું કરવું?
એક કોલેજ કન્યા (મુંબઈ)
* યોનિ પટલ યોનિ મુખ આગળ એટલે કે યોનિના પ્રવેશદ્વાર આગળ આવેલો હોય છે. યોનિ પટલનું બીજું નામ કૌમાર્ય પટલ નથી કારણ તમામ કુંવારી સ્ત્રીઓમાં આ પડદો હોય તે જરૂરી નથી. એ કોઈપણ પ્રકારની કસરતથી સાયક્લીંગ કે આંગળી નાંખવાથી તૂટી શકે છે. એટલે કે યોનિ-પટલની ચકાસણી માટે કંઈ કરવાની જરૂર નથી. આ પડદાની હાજરી કુંવારીકાપણાનું પ્રમાણપત્ર નથી. અને ગેરહાજરી એ સમાગમ થયાનો પુરાવો નથી. પ્રથમ સમાગમ વખતે લોહી નીકળે એ પણ જરૂરી નથી.
- અનિતા