મૂંઝવણ .
- દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી
હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો.
એક યુવતી (રાજકોટ)
ઉત્તર : સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છે : કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા (સંતોષની અવસ્થાનો અહેસાસ). આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે. આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી સૉલ્વ થઈ જાય છે.
મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને? માર્ગદર્શન આપશો.
એક પુરુષ (અમદાવાદ)
ઉત્તર : સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે. પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, જ્યારે આમળાં વાત, પિત્ત તથા કફનું શમન કરે છે. વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા. રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે એટલે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે.
* હું ૨૧ વર્ષનો કુંવારો યુવક છું. એક મહિના પછી મારાં લગ્ન થવાનાં છે. અમારે બે-ત્રણ વર્ષ સુધી બાળક નથી જોઈતું તો એ માટે કઈ દવા લેવી અને કેવી રીતે લેવી એ જણાવશો. અમે હમણાં નિરોધ વાપરવા નથી માગતા તો શું કરવું એ કહેશો.
એક યુવક (પોરબંદર)
* તમારી પત્ની માસિકમાં બેસે ત્યારથી એટલે કે પહેલા દિવસથી તેને ગર્ભનિરોધક ગોળી લેવડાવવાની શરૂ કરો. એ સમયે પહેલા દસ દિવસ દરમ્યાન તમે સંભોગ કરો ત્યારે તમારે નિરોધ પહેરવું આવશ્યક છે. એ તમને સંપૂર્ણ સુરક્ષિતતા આપશે. એ પછી બીજા મહિને તે માસિકમાં બેસે ત્યારે તમે નિરોધ પહેર્યા વગર સંભોગ કરી શકો છો. જોકે ગર્ભનિરોધક ગોળી પત્નીને આપતાં પહેલાં અમુક વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે. જેમ કે તેને રક્તને લગતી કોઈ બીમારી હોય, લિવરમાં કોઈ મોટી બીમારી હોય ડાયાબિટીઝને લગતાં કામ્પ્લિકેશન્સ હોય, કારણ વગર યોનિમાર્ગમાંથી બ્લીડિંગ થતું હોય અને વેરિકો વેઇન્સ હોય તો આ ગોળી લેવી જોઈએ.
- અનિતા