મૂંઝવણ .

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારા પ્રેમી સાથે મારા શારીરિક સંબંધ હતા. જો કે અમે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું હતું, પરંતુ તેમ છતાં મને હજી પણ ડર લાગે છે. કૃપા કરીને મદદ કરો. 

* મારી ઉંમર ૩૪ વર્ષ છે. મારો એક વર્ષનો દિકરો છે. મને પીરિયડ્સ પછી હળવું ઘટ્ટ સફેદ પાણી જેવું ડિસ્ચાર્જ થતું હતું. વારંવાર પેશાબ માટે જવું પડતું હતું. ડૉક્ટરને બતાવતા ખબર પડી કે ચોખાના દાણા સમાન પથરી છે, જેની સારવાર ચાલુ છે. તે ઠીક થયા પછી હું ફરી મા બનવા ઇચ્છુ છું, પરંતુ જ્યારે મારો દિકરો દોઢ વર્ષનો હતો ત્યારે મેં ગર્ભપાત કરાવ્યો હતો. તે પછી ગર્ભધારણ ન થયું. હું જલદી બીજું બાળક ઇચ્છુ છું. ફરી મા બનવા માટે હું ક્યો ઈલાજ કરાવું? મારું પ્રથમ બાળક ઓપરેશનથી થયું હતું.

એક સ્ત્રી (અમદાવાદ)

* તમે હમણાં ગર્ભધારણ કરી શકો છો, પરંતુ પહેલા પથરી નીકળી જાય તો વધારે સારું, જેથી સલામત ગર્ભધારણ થઈ શકે. શક્ય છે કે તમારી ફેલોપિયન ટયૂબ બ્લોક થઈ ગઈ છે જેથી તમે ગર્ભપાત પછી ગર્ભધારણ ન કરી શક્યા. તેથી તમારે એક એક્સ-રે એચએસજી કરાવવો જોઈએ. તેનાથી ખબર પડશે કે તમને લેપ્રોસ્કોપીની જરૂર છે કે આઇવીએફની. તમારા પતિના સીમનની પણ તપાસ કરાવો. જો રિપોર્ટ સામાન્ય છે અને તમારી ફેલોપિયન ટયૂબ પેટેંટ છે તો ઇંટ્રાયૂટ્રિન ઇંસેમિનેશન કરાવી શકો છો. તે કરાવવામાં વધારે ખર્ચ નથી થતો. ૩ થી ૬ સાઇકિલમાં આ પૂરું થઈ જાય છે. જો આઈયૂઆઈ ટેસ્ટ ફેલ થઈ જાય તો તમે આઈવીએફની મદદ લઈ શકો છો અને એક ખાસ વાત કે તમારો ઈલાજ કોઈ તમારા ફર્ટિલિટી સેન્ટરમાં જ કરાવો.

* હું એક મલ્ટિનેશનલ કંપનીમાં કાર્યરત છું. હમણાં હું અને મારા પતિ પરિવાર નિયોજન માટે તૈયાર નથી. હું જાણવા ઇચ્છુ છું કે જો હું ગર્ભનિરોધક ગોળીનું સેવન કરું તો શું પતિએ પણ કન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ?

એક યુવતી (વડોદરા)

* જન્મ નિયંત્રણ પ્રક્રિયા જેમ કે ગર્ભનિરોધક ગોળી, આઈયૂએસ કે ગર્ભનિરોધક ઇંજેક્શન વગેરે અનિચ્છિત ગર્ભને અટકાવવામાં અસરકારક છે, પરંતુ આ બધી યૌન બીમારી કે યૌન ઇંફેક્શનથી કોઈ પણ પ્રકારની સુરક્ષા પ્રદાન નથી કરતા, જ્યારે કન્ડોમનો પ્રયોગ યૌન બીમારીથી પણ બચાવે છે અને અનિચ્છિત ગર્ભની સમસ્યાને પણ દૂર કરે છે. તેથી સલામત યૌન સંબંધ માટે કન્ડોમનો ઉપયોગ કરવો યોગ્ય છે.

* મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું એક કંસલ્ટન્સીમાં કામ કરું છું. મારા પ્રેમી સાથે મારા શારીરિક સંબંધ હતા. જો કે અમે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું હતું, પરંતુ તેમ છતાં મને હજી પણ ડર લાગે છે. કૃપા કરીને મદદ કરો.

એક કુમારી (સુરત)

* તમે એક સારા ગાઇનેકોલોજિસ્ટ પાસે જાઓ અને તપાસ કરાવો. ગર્ભાવસ્થા તપાસ પણ કરવામાં આવશે.

* મારી ઉંમર ૩૩ વર્ષ છે. હું અને મારા પતિ બાળક માટે પ્રયત્ન કરીએ છીએ અને નિશ્ચિત તારીખના પાંચ દિવસ પછી પણ મને પીરિયડ્સ નથી આવ્યું. શું હું પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી શકું છું?

એક પરિણીતા (વલસાડ)

* નોર્મલ યૂરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પીરિયડ્સ મિસ થવાના ૧૫ દિવસ પછી જ કરાવવો જોઈએ. તો પોઝિટિવ રિઝલ્ટ આવે છે, પરંતુ તમારી પાસે બીજો ઓપ્શન પણ છે કે તમે બ્લડ બીએચસીજીનો ટેસ્ટ કરાવો. જેથી તમને ખબર પડશે કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં.

* મારી ઉંમર ૩૦ વર્ષ છે. હું શારીરિક રીતે સ્વસ્થ છું અને તબીબી તપાસ પણ કરાવી ચૂકી છું. તેમ છતાં નેચરલ રીતે કંસીવ નથી કરી શકતી. શું અંડોત્સર્ગ વગર પણ પીરિયડ્સ શક્ય છે?

એક યુવતી (અમદાવાદ)

* હા, એવું બની શકે છે કે અંડોત્સર્ગ વગર પણ પીરિયડ્સ થાય. જો તમે નેચરલી કંસીવ નથી કરી શકતા તો તમારે કોઈ સારા ફર્ટિલિટી સેન્ટરમાં જઈને ફોલિકલ્સના ગ્રોથ અને ઇંડાં સંબંધિત તપાસ કરાવવી જોઈએ.

* મારી ઉંમર ૩૦ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૩૩ વર્ષ. અમે બંને સ્વસ્થ છીએ. અમે છેલ્લા દોઢ વર્ષથી બીજા બાળક માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ કંસીવ નથી થતું. મારી માસિક પ્રક્રિયા પણ સામાન્ય છે. કૃપા કરીને મને માર્ગદર્શન આપો.

એક યુવતી (વલસાડ)

* ક્યારેક-ક્યારેક સમસ્યા બાળકના જન્મથી દેખાય છે. તેમ છતાં તમે બંને એક વાર સ્ત્રીરોગ  નિષ્ણાતને બતાવો અને તમારા અંડોત્સર્ગ દિવસના વિશે માહિતી લેવી જોઈએ. એક વાર તમારા પતિનો પણ ટેસ્ટ જરૂર કરાવો.

* હું એક યુવક છું. મારા બંને મૂત્રપિંડ ફેલ થઈ ગયા હતા, જેના કારણે મને થોડા સમય પહેલાં મૂત્રપિંડ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડયા. રિકવરી પછી થોડા સમય પહેલાં મેં લગ્ન કરી લીધા. હવે મનમાં ચિંતા છે કે સેક્સ કરવાથી મને ક્યાંક નુકસાન તો નહીં થાય? શું કોઈ રીતની સાવધાની વાપરવી જરૂરી છે? હું કેટલીવાર સેક્સ કરી શકું છું, જેનાથી મારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર ન પડે?

એક યુવક (સુરત)

* જો તમારી કિડની બરાબર કામ કરતી હોય તો તમે સામાન્ય જીવન જીવી શકો છો, તે સ્થિતિમાં સેક્સ કેટલીવાર કરો, તે તમારા પર નિર્ભર છે, પરંતુ પર્સનલ હાઈજીન પ્રત્યે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જનનાંગની સફાઈ, શારીરિક મિલન પછી પેશાબ થઈ જવો વગેરે પર્સનલ હાઈજીનના જ ભાગ છે. જો ક્યારેક યુરિનમાં બળતરા અનુભવો ત્યારે તમારા ડૉક્ટર પાસેથી સલાહ લેવામાં મોડું ન કરો. ધ્યાન રાખો કે યુરિનરી ટ્રેકમાં ક્યારેય ઇન્ફેક્શન ન થાય. આ નાનીમોટી સાવચેતી જરૂર રાખો, પરંતુ સાથે એ પણ જરૂરી છે કે પોતાને બિલકુલ નોર્મલ અનુભવો અને પત્નીને પણ આ અહેસાસ અપાવો કે તમે સ્વસ્થ છો. સમયેસમયે મેડિકલ ફોલોઅપ માટે ડૉક્ટરને જરૂર મળતા રહો. બાળક ઇચ્છતા હો તો પહેલા ડૉક્ટરની સલાહ લો કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટના પહેલા વર્ષમાં આવનારી કેટલીક ઇમ્યૂનોસપ્રેસિવ દવા સંતાનમાં જેનેટિક વિકાર લાવી શકે છે. 

- અનિતા 


Google NewsGoogle News