Get The App

મૂંઝવણ .

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- સમાગમ દરમિયાન મારી પત્નીને  પીડા થાય છે.  અમારા લગ્નને આટલો ગાળો વીત્યો હોવા છતાં મારી પત્ની ગર્ભવતી થતી નથી 

* હું ૨૪ વર્ષની પરિણીતા છું. છેલ્લા એક વર્ષથી પતિથી અલગ રહું છું. હું જ્યારથી પતિનું ઘર છોડીને આવી છું લગભગ ત્યારથી મારી યોનિમાં લાલ રંગનો એક દાણો થયો છે. તેમાં પીડા નથી થતી કે તેમાંથી પરુ પણ નથી નીકળતું. મેં ડોક્ટર પાસે તપાસ કરાવી. તેમનું કહેવું છે કે આ જનાઈટલ મસો છે. તેને દૂર કરવા માટે દાણાને એસિડથી બાળવો પડશે. શું આ સારવાર મારા માટે યોગ્ય રહેશે? આ રોગ મને શા માટે થયો હશે?

એક પરિણીતા (સુરત)

* જનાઈટલ વોટ પ્રજનન અંગોમાં થતા મસા છે, જે એક ખાસ પ્રકારના વાયરસના ચેપથી થાય છે, આ વાયરસનું નામ હ્યુમન પેપીલોમા વાયરસ છે અને તેનો સંચાર જાતીય સાથીદારો વચ્ચે સમાગમ દરમિયાન થાય છે. એની સફળ સારવાર માટે સ્ત્રીપુરુષ બંનેએ સાથે સારવાર કરાવવી જોઈએ.

તમારા ડોક્ટરે તમને સાચી માહિતી આપી છે કે દાણો દૂર કરવા માટે તેને બાળવો પડશે. એ માટે ડોક્ટર પોડોફાયલિન નામની દવાનો ઉપયોગ કરે છે. દવા લગાવતી વખતે આજુબાજુની ચામડીને કોઈ નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

* હું ૪૫ વર્ષની પરિણીત મહિલા છું. જ્યારે ૨૮ વર્ષની હતી ત્યારે મમ્મીને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને બરાબર ઈલાજ ન થવાથી તે કેટલાક મહિનામાં જ ગુજરી ગઈ હતી. ત્યારથી મને એ ડર લાગે છે કે ક્યાંક મને પણ આ બીમારી ન થઈ જાય. મેં સાંભળ્યું છે કે મમ્મીને બ્રેસ્ટ કેન્સર હોવાથી દીકરીમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે, જો આ વાત સાચી હોય તો મારે એવા કયા ઉપાય કરવા જોઈએ જેથી હું આ બીમારીથી બચી શકું? મારી ગૃહસ્થી સંપૂર્ણ છે. ડરું છું ક્યાંક બધું વિખેરાઈ ન જાય?

એક યુવતી (સુરત)

* આ વાત સાચી છે કે જો કોઈ મહિલાની મા, માસી કે બહેનને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો તેમાં આ કેન્સર થવાનું રિસ્ક થોડું વધી જાય છે. આ રિસ્ક બ્રેસ્ટ કેન્સર પ્રેરક જીન્સ સાથે જોડાયેલ હોય છે, જેની પર કોઈનો કાબૂ નથી હોતો, આ જીન્સ આપણને તે જ સમયે મળી જાય છે જ્યારે આપણે માના ગર્ભમાં આ રિસ્ક ઘટાડવા માટે તમે થોડીક સાવચેતી પણ રાખી શકો છો. સારું રહેશે કે તમે સેલ્ફ બ્રેસ્ટ તપાસની સરળ ઘરેલુ રીત શીખો, દર મહિને કમ સે કમ ૧ વાર કાચ સામે ઊભા રહીને અને ઊંઘીને સ્વયં બ્રેસ્ટની તપાસ કરીને જાણી શકો છો કે કોઈ સ્તનમાં ક્યાંક ગાંઠ તો નથી. જો ક્યારેક કોઈ ગાંઠ અનુભવો તો તરત તેની ડોક્ટર પાસે તપાસ કરાવો. તેમાં બેદરકારી ન રાખો. તેની સાથેસાથે વાષક તપાસ કરાવતા રહેવું પણ સારું છે. કેટલાક લોકો મેમોગ્રાફી, બ્રેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ અને બ્રેસ્ટ એમઆરઆઈ તપાસ કરાવવાની પણ સલાહ આપે છે. ઉપાય એ છે કે જો બીમારી અંદર શરૂ હોય, તો તેને બિલકુલ શરૂઆતની સ્થિતિમાં જ પકડી લેવામાં આવે, વધવા ન દો.

બીજું, તમે ખાણીપીણી બાબતે પણ સાવચેત રહો. પાશ્ચાત્ય દેશમાં થયેલા કેટલાક સામૂહિક સર્વેથી એ ઉકેલ આવ્યો છે કે આપણી ખાણીપીણી અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે પણ કોઈ પ્રેરક સંબંધ હોઈ શકે છે. આ મહિલાઓ જેમના શરીર પર ચરબી વધારે હોય છે, જે દરરોજ વધારે ચરબીવાળું ભોજન કરે છે. તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી જાય છે. તેથી જ્યાં સુધી શક્ય હોય દેશીવિદેશી જંક ફૂડ, માંસાહાર, ઇંડાં, ઘી-માખણ ઓછું ખાઓ. તમારું વજન સંતુલિત અને કોલેસ્ટ્રોલ સ્વસ્થ મર્યાદામાં રાખો. આ સાવચેતી એમ પણ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

 * હું ત્રેવીસ વર્ષનો પરીણિત યુવાન છું. મારા લગ્નને દોઢ વર્ષ જેટલો સમય ગાળો થયો છે. અમે નિયમિત સમાગમ કરીએ છીએ. સમાગમ દરમિયાન મારી પત્નીને  પીડા થાય છે.  અમારા લગ્નને આટલો ગાળો વીત્યો હોવા છતાં મારી પત્ની ગર્ભવતી થતી નથી એટલે મને એવી શંકા જાય છે કે અમે  સમાગમ યોગ્ય જગ્યાએ કરીએ છીએ કે કેમ એ મારે જાણવું છે.   મેં મારી પત્નીને આ વિશે પૂછ્યું. પરંતુ તે અત્યંત શરમાળ છે. એટલે આ અંગે ચર્ચા કરવાનું ટાળે છે. 

એક  પતિ(અમદાવાદ)

* આપણા સમાજમાં  પુરુષ અને સ્ત્રીના શરીરની રચના વિશેની પૂરતી માહિતી એકબીજાને હોતી નથી. જેના કારણે કેટલીકવાર મુશ્કેલી ઊભી થાય છે. સ્ત્રીનું યોનિપ્રવેશ દ્વાર અને મૂત્રમાર્ગ નજીક નજીક આવેલા હોય છે. જોકે આ મુખ એટલું બધું નાનું હોય છે કે તેમાં પુરુષનું શિશ્ન દાખલ થઈ શકતું નથી. અજ્ઞાાનતાના કારણે જો પુરુષ  બળજબીરીપૂર્વક પોતાનું શિશ્ન સ્ત્રીના મૂત્રમાર્ગમાં દાખલ કરે તો સ્ત્રીને અસહ્ય પીડા થાય છે. અને શિશ્નનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં શક્ય બનતો નથી. આપના કિસ્સામાં   શિશ્નનો યોનિપ્રવેશ સરળ રીતે થાય છે. માત્ર યોનિની ભિનાશના અભાવે થોડી પીડા કે બળતરા  અનુભવાય છે. તમારા પત્ની દ્વારા આ પીડા યોનિમાર્ગનું ઈન્ફેક્શનનું કારણ પણ હોઈ શકે.  એટલે તમે સમાગમ ખોટી જગ્યાએ કરતાં હશો એવું માનવાને કોઈ કારણ નથી. લગ્નના  દોઢ વર્ષ પછી પણ બાળક ન થાય એવું ઘણાં કિસ્સામાં બને છે. મોટાભાગે આવું કુદરતી રીતે બનતું હોય છે. છતાં પણ તમારા વીર્યની તપાસ તથા પત્નીના ગર્ભાશયમાં ઈંડું છુટું પડવાની પ્રક્રિયાની તપાસ થોડો સમય પછી કરાવો.

- અનિતા


Google NewsGoogle News