મૂંઝવણ .
- હું એક યુવકને પ્રેમ કરું છું. તે કહે છે કે તે પગભર બને પછી જ લગ્ન કરશે. પરંતુ મારી બહેનને છોકરો પસંદ નથી. તે કહે છે કે છોકરો કાળો છે. માતાપિતા સાથે કેવી રીતે વાત કરું.
* મારી ઉંમર ૫૫ વર્ષની છે. તમે રસાયણ ચૂર્ણ એક સારું સેક્સટૉનિક છે એમ જણાવ્યું હતું. તો એ ક્યારે, કેટલી માત્રામાં અને કઈ રીતે લઈ શકાય એ વિશે જણાવશો.
એક પુરૂષ (મુંબઈ)
* રસાયણ ચૂર્ણ એક રસાયણ છે. રસાયણ એટલે રોગનો નાશ કરે, બુઢાપો મોડો લાવે અને જવાની ટકાવી રાખે. રસાયણ ચૂર્ણ એટલે ગળો, ગોખરુ અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરુ યુરીન સિસ્ટમ માટે સારું છે અને પેશાબ સાફ લાવે છે. તાજેતરમાં પુરવાર થયું છે કે એમાં નેચરલ પુરુષ-હોર્મોન (ટેસ્ટોસ્ટેરોન) પણ છે. આમળાં વાત, પિત્ત અને કફ ત્રણેય દોષનો નાશ કરનારું ઉત્તમ સત્ત્વ છે એટલે જવાનથી માંડીને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ એ લઈ શકે છે. આ ચૂર્ણ દિવસમાં એક ચમચી નરણા કોઠે લીધંમ હોય તો બસ છે. ઋષિ વાત્સ્યાયનના મત પ્રમાણે જવાની ૧૭ વર્ષથી શરૂ થાય છે અને ૭૦ વર્ષે પૂરી થાય છે.
પુરુષમાંથી સ્ત્રી બનવું શક્ય છે? એમાં કેટલો ખર્ચ થાય?
* મારી ઉંમર ૪૨ વર્ષની છે. હું મિડલ ક્લાસનો ગુજરાતી માણસ છું. મારે એ જાણવું છે કે પુરુષમાંથી સ્ત્રી બનવું શક્ય છે કે નહીં અને જો શક્ય હોય તો કેટલો ખર્ચ થાય?
એક પુરૂષ (સુરત)
* ઘણી વ્યક્તિઓમાં એવું બનતું હોય છે કે તેમનું શરીર સ્ત્રીનું હોય, પણ ભગવાને કદાચ ઉતાવળમાં તેમનામાં દિમાગ પુરુષનું મૂકી દીધું હોય. આવી અવસ્થામાં વ્યક્તિ ખૂબ જ બેચેની અનુભવે છે અને એના ઉપાયના વિકલ્પ તરીકે જાતિબદલના ઓપરેશનને છેલ્લે મૂકી શકાય.
પુરુષમાંથી સ્ત્રી બનવું સહેલું નથી, પણ ડૉક્ટર મહેનત કરે તો બનાવી શકાય છે. જોકે પુરુષમાંથી સ્ત્રી બનતાં પહેલાં સાઈકિયાટ્રિસ્ટને મળવું પડે. તે તમારી માનસિક સ્થિતિ બરાબર છે કે નહીં એ લાગલગાટ તપાસ કરી પછી તમારો કેસ કોઈ સારા પ્લાસ્ટિક સર્જયને સુપરત કરી શકે. એમાં એક નહીં પણ બે સાઈકિયાટ્રિસ્ટને બતાવવું પડે. ઘણી વાર જો વ્યક્તિ કોઈ પ્રકારની માનસિક અસ્વસ્થતા અનુભવતી હોય તો પણ તેને પોતાની જાતિ બદલવાનો વિચાર આવતો હોય છે. સારો પ્લાસ્ટિક સર્જયન જનરલ હોસ્પિટલમાં જાતિ બદલવાનું ઓપરેશન કરી શકે છે.
ઓપરેશન પછી વ્યક્તિ સ્ત્રી જેવું વ્યક્તિત્વ પેદા કરી શકે છે, પણ બાળક પેદા કરવાની ક્ષમતા નથી આવી શકતી. આ એક ખર્ચાળ ઓપરેશન છે અને એ બેથી ત્રણ સ્ટેજમાં કરવામાં આવે છે. આ ઓપરેશન માટે સર્જયન કુશળ, કાબેલ અને ઈમાનદાર હોવાનું બહુ આવશ્યક છે. ઓપરેશન કરાવતાં પહેલાં ડોક્ટર પાસેથી એ માહિતી જાણી લેવી જોઈએ કે ઓપરેશન કેવું હશે અને ઓપરેશન પછીની અવસ્થા તમારા માટે કેવી હશે. એ બધું બરાબર સમજી-વિચારીને પછી જ આગળ વધવું જોઈએ, કારણ કે આ ઓપરેશન એક વખત થઈ ગયા પછી એ પર્મેનન્ટ હોય છે. પુરુષમાંથી સ્ત્રી થઈ ગયા પછી પાછું પુરુષ થવું લગભગ અશક્ય છે.
પુરુષમાંથી સ્ત્રી થવાનું ઓપરેશન કઠિન છે, પણ સ્ત્રીમાંથી પુરુષમાં રૂપાંતર કરવું વધુ કઠિન છે.
* હું ૧૭ વર્ષનો યુવાન છું. તાજેતરમાં મને મિત્રો પાસેથી જાણવા મળ્યું કે જીવનમાં હસ્તમૈથુન જરૂરી છે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ હસ્તમૈથુન નહીં કરે તો તેનું જાતીય જીવન તંદુરસ્ત નહીં રહે. શું હસ્તમૈથુન મહત્ત્વનું છે? હું હસ્તમૈથુન નથી કરતો. શું એને કારણે હું નોર્મલ વ્યક્તિ કરતાં જુદો છું?
એક યુવક (વડોદરા)
* ના, બિલકુલ નહીં. હસ્તમૈથુન એક આદત છે, જાતીય સંતોષ મેળવવાની માત્ર એક રીત છે. ઘણા પુરુષો ક્યારેય હસ્તમૈથુન નથી કરતા, જ્યારે કેટલાક વારંવાર એમાંથી આનંદ મેળવવાની કોશિશ કરે છે.
પ્રશ્ન : હું ૧૭ વર્ષની યુવતી છું. એક યુવકને પ્રેમ કરું છું. તે કહે છે કે તે પગભર બને પછી જ લગ્ન કરશે. મેં મારો મત વ્યક્ત નથી કર્યો. આ વિશે ફક્ત મારી બહેનને જ જણાવ્યું છે, પરંતુ મારી બહેનને છોકરો પસંદ નથી. તે કહે છે કે છોકરો કાળો છે. માતાપિતા સાથે કેવી રીતે વાત કરું.
એક યુવતી (વડોદરા)
ઉત્તર : તમારા માટે એ ઘણી સારી વાત છે કે તમારો પ્રેમી ખૂબ જ સમજું છે. યોગ્ય-અયોગ્ય સમજે છે. તમારે અત્યારે તમારો મત વ્યક્ત કરવાની કે તમારાં માતાપિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમીને નોકરી કે ધંધો જમાવતા કેટલાંક વર્ષો લાગશે. આ દરમિયાન તેની ચાલચલગત વિશે અથવા તો તમારી સાથે લગ્ન કરવાની બાબતે તે કેટલો ગંભીર છે તે ખબર પડી જશે. યોગ્ય સમય આવ્યે જ સાચો નિર્ણય લેવો ઉચિત રહેશે.
- અનિતા