મૂંઝવણ .
- અમે નિયમિત સમાગમ કરીએ છીએ. સમાગમ દરમિયાન મારી પત્નીને પીડા થાય છે. અમારા લગ્નને દોઢ વર્ષ વીત્યા હોવા છતાં મારી પત્ની ગર્ભવતી થતી નથી
* પત્નીને કામોત્તેજિક કરવા માટે તેના યોનિમાર્ગમાં આવેલા યોનીશિશ્નને દબાવવું જરૂરી હોય છે તેવું મારા મિત્રોએ મને શીખવ્યું છે. જેનો પ્રયોગ મારી પત્ની સાથે કરવાથી તેને સખત પિડા થાય છે તો યોનિશિશ્ન ક્યાં આવેલું છે અને પત્નીને કામોત્તેજિત કરવામાં તેની કોઈ ઉપયોગિતા છે કે કેમ તે જણાવશો.
એક ભાઈ (સુરત)
* યોનિશિશ્નને મદનાંકુરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનું કદ ટાંકણીના માથા જેટલું હોય છે અને તે સ્ત્રીના યોનિમાર્ગમાં નહિ પરંતુ યોનિની બહાર યોનિના બે ઓષ્ટ ભેગા થાય તેની ઉપર આવેલું હોય છે. સ્ત્રીના યોનિશિશ્નને હળવે હાથે આળપંપાળ કરવાથી સ્ત્રી કામોત્તેજિત થાય તે વાત સંપૂર્ણપણે સાચી છે. સામાન્ય રીતે સ્ત્રી જ્યારે કામોત્તેજિત થાય છે ત્યારે તેના યોનિ માર્ગમાંથી ચિકાશયુક્ત પ્રવાહી ઝરે છે. આમ સ્ત્રીની યોનિ ભીની થયા પછી અથવા તો સ્ત્રી જ્યારે તેના યોનિશિશ્નની આળપંપાળ કરવાનું કહે ત્યારે જ તે કરવું ઉચિત છે. સ્ત્રીના યોનિશિશ્નનો જો કોમળતાથી સ્પર્શ કરવામાં આવે તો સ્ત્રી તીવ્ર કામોેત્તેજના અનુભવે છે. ત્યાર પછી પણ જો મદનાંકુરને હળવેથી પંપાળવાનું ચાલુ રાખવામાં આવે તો સ્ત્રી પરાકાષ્ઠાનો અનુભવ પણ કરી શકે છે. યોનિશિશ્નની આ આળપંપાળમાં કેટલી ઝડપ વાપરવી અને કેટલું દબાણ આપવું તેનો આધાર સ્ત્રીના એ સમયના ઉશ્કેરાટ પર હોય છે. અનુભવે સ્ત્રીના હાવભાવન પરથી તે જાણી શકાય છે. અથવા તો તેને સીધુ પૂછીને તેની અનુકૂળતા પ્રમાણે યોનિશિશ્નનની આળપંપાળ કરાય છે.
તમારા કિસ્સામાં તમે તમારા પત્નીના યોનિશિશ્નની આળપંપાળ કસમયે કરતાં હોવ કે વધારે પડતું દબાણ આપીને કરતા હોય તે શક્ય છે. આ માટે પત્ની સાથે જરૂરી ચર્ચા કરી આગળ વધશો તો તમને બંનેને લાભદાયી નિવડશે.
* એક મહિના પછી મારા લગ્ન થવાનાં છે. મને મારા પરધત્વ પર શંકા હતી. જેથી મેં તેની તપાસ કરાવી તો મને એવું જણાયું કે મારી ઈન્દ્રિયની નસો નબળી પડી ગઈ છે. એ પછી હું લગ્ન પાછા ઠેલવવાની પૂરી કોશિશ કરું છું. જો એમ ન થાય તો આત્મહત્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. મને યોગ્ય માર્ગદર્શન આપશો.
એક પુરુષ (પાલનપુર)
* પોતાના પુરુષત્વમાં શંકા ધરાવતા યુવાનોની સંખ્યા તમે ધારી છે તેના કરતા ઘણી મોટી છે. આવા યુવાનો જાતીય અજ્ઞાાનના શિકાર હોય છે. એટલે તેઓ પોેતે માની લીધેલી નબળાઈઓની દવા કરાવવા કહેવાતા સેક્સોલોજિસ્ટો પાસે પહોંચી જાય છે. આ બની બેઠેલા તજ્જ્ઞાો ઈન્દ્રિયની નસો નબળી પડી ગઈ છે એવું નિદાન કરી નાખે છે. અને તેને માટે મોંઘીદાટ દવા પણ આપે છે.
હકીકતમાં ઈન્દ્રિયની નસો નબળી પડવી એટલે શું? આ બાબતની જ આવા લોકોને જાણ હોતી નથી. પુરુષની જનનેન્દ્રિયની રચના એક રબ્બરના ફુગ્ગા જેવી છે. જેમ રબ્બરના ફુગ્ગામાં હવા ભરાય તો તે ફુલે તેમ પુરુષની ઈન્દ્રિયમાં લોહી ભરાય એટલે તે લાંબી જાડી અને કઠણ બને છે. પુરુષ જ્યારે કામોત્તેજના અનુભવે છે ત્યારે તેના શિશ્નમાં લોહી ભરાય છે અને નસો ટટ્ટાર થાય છે.
તમારા પત્રમાં જણાવ્યા પ્રમાણે તમારી નસો નબળી પડી ગઈ છે. મારું એવું માનવું છે કે તમારું આ વિધાન તમારા શિશ્ન દ્વારા ઓછી કામોત્તેજના અનુભવાય છે એને લગતું છે. તરુણાવસ્થામાં અનુભવાતી આ પ્રકારની નબળાઈ કે નપુંસકતા માનસિક કારણોને લીધે હોય છે. તમારા કિસ્સામાં હવે એવું બનશે કે તમારી તકલીફની તમે જેમ જેમ ચિંતા કરતા જશો તેમ તેમ તેમાં વધારો થતો જશે. મારી તમને સલાહ છે કે તમને જેણે એમ કહ્યું છે કે તમારી ઈન્દ્રિયની નસો નબળી પડી ગઈ છે એની વાત મનમાંથી કાઢી નાંખો અને સેક્સ વિષયક સાચું જ્ઞાાન મેળવો. જરૂર પડે નિષ્ણાતોની સલાહ લેવાનું મારું સૂચન છે.
* હું ત્રેવીસ વર્ષનો પરીણિત યુવાન છું. મારા લગ્નને દોઢ વર્ષ જેટલો સમય ગાળો થયો છે. અમે નિયમિત સમાગમ કરીએ છીએ. સમાગમ દરમિયાન મારી પત્નીને હજી સુધી પીડા થાય છે. અમારા લગ્નને આટલો ગાળો વીત્યો હોવા છતાં મારી પત્ની ગર્ભવતી થતી નથી એટલે મને એવી શંકા જાય છે કે અમે સમાગમ યોગ્ય જગ્યાએ કરીએ છીએ કે કેમ એ મારે જાણવું છે. હું મારી પત્નીને યોનિમાર્ગ નહિ પણ પેશાબ માર્ગ શિશ્ન પ્રવેશ કરાવતો હોઈશ. મેં મારી પત્નીને આ વિશે પૂછ્યું. પરંતુ તે અત્યંત શરમાળ છે. એટલે આ અંગે ચર્ચા કરવાનું ટાળે છે. શક્ય છે કે તેને પણ પૂરતી ખબર ન પડતી હોય. મને આપ સ્ત્રીના શરીરની અને સ્ત્રીના જનન અવયવોની રચનાનો આછો ખ્યાલ આપશો જેથી મારી શંકાનું સમાધાન થઈ શકે.
એક યુવક(અમદાવાદ)
* આપણા સમાજમાં પુરુષ અને સ્ત્રીના શરીરની રચના વિશેની પૂરતી માહિતી એકબીજાને હોતી નથી. જેના કારણે કેટલીકવાર મુશ્કેલી ઊભી થાય છે. સ્ત્રીનું યોનિપ્રવેશ દ્વાર અને મૂત્રમાર્ગ નજીક નજીક આવેલા હોય છે. જોકે આ મુખ એટલું બધું નાનું હોય છે કે તેમાં પુરુષનું શિશ્ન દાખલ થઈ શકતું નથી. અજ્ઞાાનતાના કારણે જો પુરુષ બળજબીરીપૂર્વક પોતાનું શિશ્ન સ્ત્રીના મૂત્રમાર્ગમાં દાખલ કરે તો સ્ત્રીને અસહ્ય પીડા થાય છે. અને શિશ્નનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં શક્ય બનતો નથી. આપ જણાવો છો તેમ આપના કિસ્સામાં શિશ્નનો યોનિપ્રવેશ સરળ રીતે થાય છે. માત્ર યોનિની ભિનાશના અભાવે થોડી પીડા કે બળતરા અનુભવાય છે. તમારા પત્ની દ્વારા આ પીડા યોનિમાર્ગનું ઈન્ફેક્શનનું કારણ પણ હોઈ શકે. એટલે તમે સમાગમ ખોટી જગ્યાએ કરતાં હશો એવું માનવાને કોઈ કારણ નથી.
લગ્નના દોઢ વર્ષ પછી પણ બાળક ન થાય એવું ઘણાં કિસ્સામાં બને છે. મોટાભાગે આવું કુદરતી રીતે બનતું હોય છે. છતાં પણ તમારા વીર્યની તપાસ તથા પત્નીના ગર્ભાશયમાં ઈંડું છુટું પડવાની પ્રક્રિયાની તપાસ થોડો સમય પછી કરાવી જ
- અનિતા