મૂંઝવણ .
- મેં સાંભળ્યું છે કે સ્ત્રીઓમાં જી સ્પોટ હોય છે. મારે એ જાણવું છે કે શું સ્ત્રીઓની જેમ પુરુષોમાં પણ આવાં કોઈ સ્પોટ હોય છે?
* મેં છાપાંઓમાં તથા કેટલાંક પુસ્તકોમાં વાંચ્યું છે અને મિત્રો પાસેથી સાંભળ્યું છે કે સ્ત્રીઓમાં જી સ્પોટ હોય છે. મતલબ કે એવા પોઈન્ટ જ્યાં સ્પર્શ કરવાથી સ્ત્રીઓની ઉત્તેજના વધી જાય છે. મારે એ જાણવું છે કે શું સ્ત્રીઓની જેમ પુરુષોમાં પણ આવાં કોઈ સ્પોટ હોય છે? પુરુષો ક્યા સ્પોટને સ્પર્શ કરવાથી વધુ ઉત્તેજિત થાય?
એક યુવક (સૂરત)
* તમે જી સ્પોટ વિશે જે વાંચ્યું કે સાંભળ્યું છે તે સાચું છે. સ્ત્રીઓમાં જી સ્પોટ હોય છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીના યોનિમાર્ગમાં દોઢ ઇંચના અંતરે ઉપરની દીવાલમાં એક જગ્યાએ સ્પર્શ કરવાથી સ્ત્રીની ઉત્તેજનામાં ખૂબ જ વધારો થાય છે. આ જગ્યાને જી સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે પુરુષોમાં પણ પ્રોસ્ટેટની આજુબાજુ સ્પર્શ કરવાથી ઉત્તેજનામાં વધારો થઈ શકે. બાહ્ય રીતે આ ભાગ અંડકોશની પાછળ અને ગુદામાર્ગની આગળ આવેલો હોય છે. આ જગ્યાએ સ્પર્શ કરવાથી ઘણા પુરુષોની ઉત્તેજનામાં વધારો થાય ચે અને સાથે સાથે સમાગમના આનંદમાં અભિવૃદ્ધિ પણ થાય છે. જી સ્પોટ હોય છે તે વાત સાચી છે અને ત્યાં સ્પર્શ થવાથી વધુ મજા આવે છે. જોકે, એટલું જ કહી શ કે આવાં બધાં સ્પોટ શોધવા કરતાં પોતાના પાર્ટનરને જ પૂછી લેવું જોઈએ કે તેને ક્યાં સ્પર્શ કે ચુંબન કરવાથી વધારે મજા આવે છે. તેનાથી જી સ્પોટ શોધવાની મથામણમાંથી છુટકારો મળશે અને સમાગમમાં બંને પાર્ટનર વધારે આનંદ પણ મેળવી શકશો.
* મારા શિશ્ન પરની અગ્રત્વચા વધારે પડતી લાંબી છે. શું વધારાની ચામડી ઓપરેશન કરી કઢાવી નાંખવી જરૂરી છે? શું આ વધારાની અગ્રત્વચા સમાગમમાં નડતરરૂપ બની શકે? અગ્રત્વચાથી આનંદ વધારે મળે અને સંખલન પણ ઝડપથી થઇ જાય તે વાત સાચી છે?
એક યુવક (ભૂજ)
* શિશ્ન ઉપરની અગ્રત્વચા ઘણા યુવાનો માટે ચિંતાનો વિષય હોય છે. ત્વચાનું કાર્ય શરીરના અંદરના ભાગોને બાહ્ય વાતાવરણથી રક્ષણ આપવાનું છે. પુરુષેન્દ્રિયની લંબાઇ ઉક્ત થતાં વધે છે. એટલે ટટ્ટાર થયેલા લિંગને ઢાંકવા માટે કુદરતે એ પ્રમાણે ચામડી આપેલી છે. એટલે લિંગ જયારે શિથિલ હોય ત્યારે આ ચામડી શિથિલ લિંગની લંબાઈ કરતા થોડી વધારે લાંબી અને બહાર પડતી હોય છે. આ કોઇ ચિંતાનો વિષય નથી.
હવે પ્રથમ પ્રશ્ન જોઇએ તો શિશ્ન ઉપરની અગ્રત્વચા સહેલાઇથી આગળ પાછળ સરકી શકતી હોય અને 'શિશ્નમણી' સહેલાઇથી ખુલ્લો થઇ શકતો હોય તો યોનિ ઉપરની આ વધારાની ચામડીની કેોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. આ વધારાની ચામડી નડતરરૂપ બનતી નથી. એટલે તેને આપેરેશન કરી કઢાવી નાખવી જરૂરી નથી. પરંતુ જો આ શિશ્ન ઉપરની અગ્રત્વચા શિશ્નમણી ઉપર ચોંટી રહેતી હોય, ચામડી પૂરેપૂરી ચડી ચડી શકતી ન હોય તો આવી અગ્રત્વચાને ઓપરેસન દ્વારા દૂર કરવાની જરૂર પડી શકે.
સામાન્ય રીતે બાળકને નાનપણથી જ શિશ્ન ઉપરની ચામડી ઉપર ચડાવી અને શિશ્નમણી સાફ કરવાની તાલીમ આપવામાં આવે તો નાની ઉંમરે ચામડી સહેલાઈથી ઉપર નીચે સરકાવી શકાય છે. કેટલાંક બાળકોમાં આ ચામડી ચોંટેલી હોય તો ક્રીમ અથવા તેલ લગાવી ઉપર નીચે સરકાવવાથી ધીરે ધીરે સામાન્ય થઈ જાય છે. પરંતુ જો વધારે પડતી શોની હોય તો નાનપણમાં જ ચામડી દૂર કરવાનું ઓપરેશન કરાવી શકાય. યુવાવસ્થામાં લિંગની વિકાસ થતાં નાનપણથી જ ચોંટી ગયેલી ચામડી શિશ્નમણી ઉપર ચડી શક્તી નથી. આને ''ફ્રાયમોસીસ'' ને પેરાક્રાયસોસીમ કર્યુ છે. જો શિશ્નનેં ચામડી ચોટેલી એ અને સમાગમ કરવામાં આવે તો આ ચામડી ખેંચાવાની, છોલાવાની કે ઘસાવાની શક્યતા વધારે હોય છે. આવા સંજોગોમાં ઓપરેશન કરવું જરૂરી બને છે.
શિશ્નની અગ્રત્વચાથી સમાગમની પ્રક્રિયાના સંવેદના થોડી વધારે થાય છે. જયારે અગ્રત્વચા વગરનો ઉઘાડો શિશ્નમણી થોડો કઠણ-કડક અને ઓછો સંવેદનશીલ થાય છે. જોકે આમાં સમાગમનો આનંદમાં ઝાઝો ફેર પડતો નથી. શિશ્ન ઉપરની વધારે પડતી અગ્રત્વચા શીઘ્ર-સંખલન નોંતરે છે એ વાત સાચી નથી.
- અનિતા