મૂંઝવણ .
- સંભોગ કરતી વખતે બરાબર આનંદ મળતો નથી. કારણ કે સંભોગ કરતી વેળાએ તુરત જ વીર્યસ્ખલન થઈ જાય છે.
* મારી સ્તનની બાજુમાં અને બંને સ્તનની વચ્ચે પુરુષોની છાતીમાં હોય તે પ્રકારના વાળ છેલ્લા બે માસથી ઉગેલ છે. તો આને કાયમી ધોરણે દૂર કરવાના ઉપાય બતાવશો.
આ પધ્ધતિમાં સ્ત્રીની જ મદદ લેવાય છે કે પુરુષની? શું સ્ત્રીની છાતી પર પુરુષો જેવા વાળ હોય તો તે સ્ત્રી અપલક્ષી કહેવાય? યોગ્ય જવાબ આપશો. મને ખૂબ જ ચિંતા થાય છે. મારી પત્ની આ બાબત મને વારંવાર કહ્યા કરે છે. હું ફક્ત આશ્વાસન આપું છું. આપ યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (રાજકોટ)
* જરૂર વગરના વાળ કાઢી નાખવા માટે વેક્સિંગ કરાવી શકાય. આ ક્રિયા માટે બ્યુટિશિયનો પાસે જવું. વેક્સિંગ વારંવાર કરાવવી પડે છે. પરંતુ એક ઓછી ખર્ચાળ પધ્ધતિ છે.
કાયમ માટે ઉકેલ લાવવો હોય તો ઈલેક્ટ્રોલિસીસ કરાવાય તેનાથી વાળ પાછા ઉગતા નથી. અથવા તો બહુ જ લાંબા ગાળા પછી થોડા ઘણા ઉગે. આના માટે બ્યુટિશિયન અથવા તો ચામડીના નિષ્ણાત ડોક્ટર પાસે જવું. પરંતુ બ્યુટિશિયન અનુભવી અને કુશળ હોવા જોઈએ. બ્યુટિશિયનો મોટા ભાગે સ્ત્રીઓ હોય છે. પરંતુ ચામડીના નિષ્ણાત પુરુષ પણ હોઈ શકે. તેમાં વાંધો ન આવવો જોઈએ.
* સંભોગ કરતી વખતે બરાબર આનંદ મળતો નથી. કારણ કે સંભોગ કરતી વેળાએ તુરત જ વીર્યસ્ખલન થઈ જાય છે. તો તે માટે કોઈ દવા કે માલિશની દવા બતાવશો. માલિશથી નુકસાન તો નહીં થાય ને?
કોપર-ટી મુકાવ્યા પછી કેટલા દિવસે સંભોગ કરી શકાય? કોપર-ટી મુકાવ્યા પછી ગર્ભ તો નહીં રહે ને? કોપર-ટી મુકાવ્યા પછી સંભોગ કરવામાં આનંદ મળશે કે નહીં? ડીલીવરી આવ્યા પછી કેટલા દિવસે કોપર-ટી મુકાવી શકાય?
એક યુવક (અમદાવાદ)
* એક મહિના માટે આયુર્વેદિક ગોળીઓનું સેવન કરવું, બે ગોળી સવારે અને બે ગોળી સાંજે લેવી. જો ઈચ્છિત લાભ ન જણાય તો ત્યાર પછી માલિશની દવા પ્રયોગમાં લેવી. કોપર-ટી મુકાવ્યા પછી પત્નીને કોઈ તકલીફ, દુ:ખાવો ન હોય તો ૨૪ કલાક પછી સંભોગ કરી શકાય. કોપર-ટી મૂકાવ્યા પછી ગર્ભ રહેવાની શક્યતા એક ટકા જેટલી છે, એટલે ચિંતા કરવી નહીં. આમાં સંભોગનો આનંદ પૂરેપૂરો મળી શકે છે કારણ કે કોપર-ટી ગર્ભાશયમાં મૂકેલી હોવાથી સંભોગ સમયે નડતી નથી. ડીલીવરીના ૬ અઠવાડિયા પછી મુકાવી શકાય છે.
* મારી સમસ્યા એ છે કે મને માસિક પૂરા થાય છે એટલે સફેદ પ્રવાહી જેવું આવે છે. અને માસિક ફરી આવે, ત્યાં સુધી આ ચાલુ રહે છે. તો શું આ ગંભીર ગણાય? આવતા વર્ષે મારા મેરેજ થવાના છે. મને આની ખૂબ જ ચિંતા થાય છે. બીજું કે પહેલાં માસિક રેગ્યુલર આવતું, હવે બે જ દિવસ આવે છે અને મહિના ઉપર થોડા દિવસ પણ થઈ જાય છે, તો આ બંધ તો નહીં થાય ને? માસિક ઓછું આવવાથી કોઈ નુકસાન તો નહીં થાય? આની દવા ન કરું તો ચાલે? બીજું, મારા નાના ભાઈની બંને બાજુ છાતી થોડી વધે છે તો કોઈ નુકસાન તો નહીં થાય ને? દુખાવો નથી થતો. ઉત્તર જરૂર આપશો.
એક મહિલા (વલસાડ)
* હમણાં કોઈ દવા ન કરવી હોય તો આટલું કરો. ખોરાક ઉપર ધ્યાન આપો. લીલાં અને બીજા શાક ભાજીનો ઉપયોગ વધારે કરો. કઠોળ અને ઓછામાં ઓછું ૧ ગ્લાસ દૂધ રોજ લેવું. કસરત કરવી. તબિયત સુધરવાથી આ તકલીફમાં ફેર પડી જશે.
નાના ભાઈને છાતી વધે છે, તે માટે ચિંતા ન કરવી. થોડા સમય પછી આ આપોઆપ સામાન્ય થઈ જશે.
* હું ૧૨માં ધોરણમાં અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન છે કે મને માસિક આવવાની શરૂઆત નવમા ધોરણના અંતમાં થઈ, પણ પછી આવતું નથી, માટે બે વખત ડોક્ટરની સલાહ લઈને બે વખત, ત્રણ મહિના માટેનો દવાનો કોર્સ કર્યો. પરંતુ કોર્સ પૂરા થયા પછી ફરીથી માસિક આવતું નથી. તો મને ડર છે કે ભવિષ્યમાં વાંધો આવશે. શું માતા બનવામાં મુસીબત ઊભી થાય ખરી? તે અંગે હું ખૂબ મૂંઝાયેલી છું. મને સાચું માર્ગદર્શન અને ઉપાય બતાવો?
એક યુવતી (વડોદરા)
* કોઈ સારા સ્ત્રીરોગના નિષ્ણાતને મળી વિસ્તૃત તપાસ કરાવવી. માસિક ન આવતું હોય તો ગર્ભ રહી શકે નહીં, એટલે માતા બનવામાં અવશ્ય મુસીબત ઊભી થાય. યોગ્ય તપાસ અને નિદાન કરાયા પછી ઈલાજથી લાભ થશે.
મને હસ્તમૈથુનની ટેવ છે તેનાથી કંઈ નુકસાન થાય? શરીરમાં નબળાઈ જેવું લાગે છે. થાક લાગે છે અને અશક્તિ આવી જાય છે. આ શું હસ્તમૈથુનથી થતું હશે?
એક યુવક (મહેસાણા)
* વૃષણમાં દુખાવો થાય છે તે માટે સર્જનને મળી અભિપ્રાય લેવો જરૂરી છે, એમના કહ્યા પ્રમાણે દવા કરવી.
* મને પહેલા હસ્તમૈથુનની કુટેવ હતી. મેં છેલ્લા આઠ મહિનાથી છોડી દીધી છે. આ કુટેવને લીધે મારું લિંગ વાંકુ વળી ગયું છે અને મહિને એક બે વાર રાત્રે વીર્યસ્ખલન થાય છે. તો આનો ઘરગથ્થુ ઈલાજ થાય, એવો ઉપાય બતાવશો. મારા લગ્ન આવતા મહિને છે એટલે જલદી ઈલાજ બતાવશો.
એક યુવક (ભરુચ)
* ચિંતા કરવા માટે કોઈ કારણ નથી દેખાતું એટલે ચિંતા છોડી દો. દવાની કોઈ જરૂર જણાતી નથી. છતાંય કોઈ તકલીફ લાગે તો ફરી કાગળ લખીને જણાવશો.
* મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારા હજી લગ્ન નથી થયા કોઈ ડોક્ટરને પણ નથી બતાવ્યું. મારી જમણી બાજુનાસ્તન કરતા ડાબી બાજુનું સ્તન લગભગ અડધો ઈંચ નાનું છે. જ્યારે હું કોઈકવાર સાડી પહેરું છું ત્યારે બહુ ખરાબ લાગે છે. બંને સરખા કરવા માટે હું સ્પંજવાળી બ્રા પહેરું છું, પણ કોઈ ફાયદો નથી થતો. મારા પ્રશ્નનો જવાબ જેમ બને તેમ જલદી આપવા વિનંતી.
એક યુવતી (અમરેલી)
* બંને સ્તનની સાઈઝમાં થોડો ફેર હોવો એ એક સામાન્ય વાત છે. પરંતુ જો ફેર વધારે લાગતો હોય અને પેડિંગ કર્યા પછી પણ, સંતોષજનક ન લાગે તો પ્લાસ્ટીક સર્જરી કરાવવી ઠીક રહેશે.
* મારીપત્નીને ત્રણ ડિલીવરી થઈ છે. એક વખત અબોર્શન કરાવ્યું છે. પરિણામે સંભોગ કરવામાં કુદરતી આનંદ આવતો નથી. સંતોષકારક સંભોગ થઈ શકે તે માટે શું કરવું? મારી પત્નીને શ્વેતપ્રદરની તકલીફ છે એટલે સંભોગ વખતે અણગમો થાય છે અને તૃપ્તિ નથી થતી. તો શું કરવું જોઈએ.
એક યુવક (બીલીમોરા)
* સર્જરી દ્વારા જનન અવયવો ટાંકા લઈને ફરીથી વ્યવસ્થિત કરાવી શકાય. સાથે સાથે નસબંધી પણ કરાવી લેવી જેથી ફરી ભવિષ્યમાં એબોર્શન કરાવવાની કોઈ જરૂર નહીં રહે અને પ્રજનન અવયવો યથાવત્ સચવાય.
- અનિતા