મૂંઝવણ .
- મારે ક્યું તેલ કે જેલી વાપરવી જોઈએ અને કેવી રીતે માલિશ કરવું જોઈએ? આવું રોજ કરવું જોઈએ? નિરોધ પહેરીને સંભોગ કરવાથી આ સમસ્યામાં રાહત થાય?
* હું ૫૨ વર્ષની વિધવા સ્ત્રી છું. મારે બે પરિણીત દીકરીઓ અને એક દીકરો છે. બે વર્ષ પહેલાં પતિનું મૃત્યુ થયું હતું. ગુડગાંવમાં મારું પોતાનું ઘર છે અને પતિના પેન્શનમાંથી મારું ગુજરાન સારી રીતે ચાલતું હતું. એકાદ વર્ષ પહેલાં મારા દીકરાએ લવમેરેજ કર્યાં. તેની પત્ની બહુ જ ખેલાડી મગજની છે. આવતાંવેંત જ તેણે દીકરાને જોરુ કા ગુલામ બનાવી લીધો. ડરાવીધમકાવીને તેનો પગાર દર મહિને લઈ લે છે અને તે પછી તેને ટટળાવી-ટટવાળીને ખર્ચ માટે પૈસા આપે છે.
મને તેની ખૂબ દયા આવે છે પણ હું કશું જ કરી શકું તેમ નથી. મારી સાથે તો નોકરાણી કરતાં પણ ખરાબ રીતે વર્તન કરે છે. એટલે હું મારી મોટી દીકરી પાસે રહું છું. આજકાલ તે દીકરાને મકાન તેના નામ પર કરવા માટે હેરાન કરી રહી છે. આ માટે દીકરો બે વખત મારી પાસે આવી ગયો.
હું વિચારું છું કે પાછળથી પણ તે દીકરાને જ મળવાનું છે તો જીવતે જીવ જ તેને આપી દઉં. ઓછામાં ઓછું તેની સતામણીમાંથી તો દીકરો બચશે. પણ મારી દીકરી ના પાડે છે. શું કરું?
એક બહેન (અમદાવાદ )
* તમારા દીકરાએ પ્રેમલગ્ન કર્યાં છે. કદાચ તેનાથી પત્નીની પસંદગીમાં થાપ ખવાઈ ગઈ છે. પત્નીનો વ્યવહાર અને ગુણઅવગુણ જાણ્યા વિના તેણે આવેગમાં આવીને લગ્ન કરી લીધાં, જેનું પરિણામ તે ભોગવી રહ્યો છે.
તમે એક મા છો એટલે દીકરાનું દુઃખ તમારાથી જોવાતું નથી. પણ મકાન હજુ તેના નામ પર કરવાની ભૂલ ન કરશો. તેને સમજાવી દો કે તમારા પછી તેને જ મળવાનું છે. પત્ની મકાન પોતાનાં નામે કરવાનું દબાણ કરી રહી છે તો તેને પડાવી પણ શકે છે અને વળી એ વાતની શું ગેરન્ટી છે કે મકાન તેના નામે થઈ જવાથી તે દીકરાને હેરાન કરવાનું બંધ કરી દેશે.
* હું ૪૮ વર્ષનો પરિણીત પુરુષ છું. નાનો હતો ત્યારે મેં હસ્તમૈથુન કર્યું હતું. મારું શિશ્ન નાનું છે. સમાગમ કરતાં પહેલાં જ સ્ખલન થઈ જાય છે. શિશ્ન ટટ્ટાર અને કડક નથી રહેતું અને યોનિમાં પણ નથી પ્રવેશતું. મને ડાયાબિટીઝ છે અને એ માટે હું ડાયોનિલ નામની ગોળી લઉં છું. એ સિવાય મેં બીજી કોઈ દવા નથી કરાવી. આ સમસ્યા દૂર કરવા મારે શું કરવું એ જણાવશો.
એક પુરુષ (વડોદરા)
* તમારી સમાગમ પહેલાં જ સ્ખલનની સમસ્યા ચોક્કસ દૂર થઈ શકે, પણ એનું મૂળ કારણ શોધવું જોઈએ. વધુપડતો તીવ્ર કામાવેગ, શિશ્નના આગળના લાલ ભાગ પર વધુપડતી સંવેદના, પ્રોસ્ટેટ કે યુરિનમાં ઇન્ફેક્શન અને ડાયાબિટીઝની શરૂઆત અથવા એ કન્ટ્રોલમાં ન હોવું એ શીઘ્રસ્ખલનનાં ચાર મુખ્ય કારણ છે. તમારા કેસમાં આ ચારમાંથી ક્યું કારણ જવાબદાર છે એ શોધીને એનું નિરાકરણ કરવું જરૂરી છે.
* હું અને મારી પત્ની ૫૮ વર્ષનાં છીએ. ૩૫ વર્ષથી સુખી દામ્પત્ય જીવન માણીએ છીએ. મને ઘણા સમયથી પત્નીનાં સ્તન પકડીને અને નિપલ મોઢામાં રાખીને નગ્ન સૂવાની આદત છે. પત્નીને મારી ઇન્દ્રિય પકડીને સૂવાની આદત છે. જોકે છેલ્લા થોડા સમયથી મારી પત્નીને આ ઉંમરે આવી આદત અયોગ્ય અને અસામાન્ય લાગે છે અને તે એ છોડવાનું કહે છે. શું અમારી આદત અયોગ્ય અને અસામાન્ય છે તથા છોડવી જરૂરી છે?
એક પુરુષ (અમદાવાદ)
* પતિ-પત્ની વચ્ચે ગમે એ ક્રિયા જો બન્નેની અનુમતિથી થતી હોય તો એ આવકારવા યોગ્ય છે. એનો નિષેધ કરવાની કોઈ જરૂર નથી. એ છોડવાની ત્યારે જ જરૂર પડે જ્યારે બેમાંથી એક વ્યક્તિ જબરદસ્તી કરતી હોય. તમે અને તમારાં પત્ની જે ક્રિયા કરો છો એ અસામાન્ય કે અયોગ્ય નથી અને બન્નેને પસંદ હોય તો એ બંધ કરવાની કોઈ જરૂર નથી. અમુક ઉંમરે આવી ક્રિયા ન કરાય એવું વિચારવું એ બરાબર નથી. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. વાત્સ્યાયન પણ એવું કહે છે કે પતિ-પત્ની બન્ને રાજી હોય તો સંભોગ દરમિયાન તમે ગમે એ ક્રિયા સુખેથી કરી શો છો અને એ દામ્પત્ય જીવનની માસ્ટર-કી સાબિત થઈ શકે છે. તમારી પત્નીને આ વાત શાંતિથી સમજાવજો એટલે તેમના મનમાં રહેલી ગેરસમજ દૂર થઈ જાય.
* હું ૨૪ વર્ષનો પરિણીત પુરુષ છું. મારા શિશ્નની આગળની ચામડી પૂરી રીતે પાછળ નથી જતી. ઉપર કરવા જતાં મને દરદ થાય છે. મેં ફેમિલી ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે પેશાબ બરાબર થાય છે અને થોડા ભાગમાં ચામડી ઉપર પણ જાય છે એટલે તમે તેલથી માલિશ કરી ચામડી સ્ટ્રેચ કરો તો ફાયદો થશે. મને આ બાબતમાં યોગ્ય સલાહ આપશો. મારે ક્યું તેલ કે જેલી વાપરવી જોઈએ અને કેવી રીતે માલિશ કરવી જોઈએ? આવું રોજ કરવું જોઈએ? નિરોધ પહેરીને સંભોગ કરવાથી આ સમસ્યામાં રાહત થાય?
એક યુવક (મુંબઈ)
* તમારે ઇન્દ્રિય સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે કોપરેલના તેલનાં બે-ત્રણ ટીપાં ઓછા દેખાતા લાલ ભાગ પર નાખવા અને પછી ધીરે-ધીરે ચામડી પાછળ લેવાની કોશિશ કરવી. તમે આટલા વખત સુધી ચામડી પાછળ નથી લાવ્યા એટલે બહુ સહેલાઈથી એ પાછળ આવી જવાની શક્યતા લગભગ પચાસ ટકા રહે છે. ત્રણ-ચાર દિવસ આવી રીતે નાહતી વખતે ને રાત્રે સૂતી વખતે કરવાથી કોશિશ કરવી. છતાં જો ચામડી પાછળ ન આવે તો એક જ વિકલ્પ રહે છે અને એ છે તકલીફ દૂર કરવી એમાંથી ચોક્કસ રાહત મળી જશે.
- અનિતા