Get The App

મૂંઝવણ .

Updated: Nov 14th, 2022


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- હું 42 વર્ષનો પરિણીત પુરુષ છું. લગ્નના દસ વર્ષ સુધી અમારી સૅક્સ લાઇફ વ્યવસ્થિત હતી પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી મારી ઇન્દ્રીય ઉત્તેજીત થતી નથી. 

મારી વય ૨૮ વર્ષની છે. છેલ્લાં પાંચ મહિનાથી મારા માથાના વાળ ઉંતરી રહ્યાં છે. બંને લમણા નજીક ટાલ પડી ગઇ છે. આ જગ્યા પર વાળ ઉગતા જ નથી. મારે શું કરવું? યોગ્ય ઉપાય બતાવવા વિનંતી.

એક યુવક (ગોધરા)

રોજ વાળ ખરવા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ આ વાળની જગ્યા નવા વાળ લઇ લે છે. પરંતુ કાયમી વાળ ખરે અને નવા વાળ ન ઉગે તેને તબીબી ભાષામાં એલોપેસિઆ કહે છે. તમને જે પ્રકારની ટાલ પડે છે તે જોતા કહી શકાય છે તમને પાંડુરોગ, રક્ત જ્વર (સ્કારલેટફીવર), ટાઇફોઇડ કે પછી સિફીલીસની સમસ્યા હોઇ શકે છે. આ માટે તમારી યોગ્ય તબીબની સમસ્યા લેવી જરૂરી છે.

હું ૪૨ વર્ષનો પરિણીત પુરુષ છું. લગ્નના દસ વર્ષ સુધી અમારી સૅક્સ લાઇફ વ્યવસ્થિત હતી પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી મારી ઇન્દ્રીય ઉત્તેજીત થતી નથી. આ માટેની કોઇ દવા બતાવવા વિનંતી.

એક યુવક (આણંદ)

શિશ્ન ઉત્તેજીત થાય એવી કોઇ દવા નથી. તમારે ડાયાબિટીસ અને ઍથરોલેરોસિસની (શરીરની ધાતુઓનું ધોવાણ) તપાસ કરાવવી જોઇએ. આ ઉપરાંત હિમાટૉલોજિકલ (રક્તની) તપાસ દ્વારા તમારી સમસ્યાનું સમાધાન મળી રહેશે.

મને ખીલની સમસ્યા નડે છે. શિયાળાની મોસમમાં આ સમસ્યા વધુ વકરે છે. હું દિવસમાં બે વખત 'ફેશ વૉશ' વાપરું છું અને સપ્તાહમાં એક વાર મુલતાની માટીનો લેપ કરું છું. પરંતુ મારી સમસ્યાનું સમાધાન મળ્યું નથી. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય બતાવવા વિનંતી.

એક યુવતી (વલસાડ)

તમે શિયાળાની ઋતુમાં ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર વાપરો છો? જો ઉત્તર હામાં હોય તો તમે જે ઉત્પાદન વાપરો છો તેની ગુણવત્તા ચકાસી જુઓ અથવા તો તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝર અનુકુળ નહીં આવતું હોય. શિયાળાની ઋતુમાં તમારા ચહેરાને ક્લિનઝીંગ મિલ્કથી સાફ કરી ઠંડા પાણીથી ધોઇ જુઓ. સાબુ, ફેશ વૉશ અથવા મુલતાની માટીનો ઉપયોગ બંધ કરો.

હું ૨૩ વર્ષની પરિણીત મહિલા છું. સમાગમ સમયે મારી યોનિમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી સ્ત્રવે છે. આ કારણે મારા પતિને સમાગમનો આનંદ થતો નથી. યોગ્ય ઉપાય બતાવવા વિનંતી.

એક યુવતી (નડીયાદ)

યોનિમાંથી સ્ત્રાવ ઝરવાની સમસ્યા ચેપને કારણે હોઇ શકે છે. તમે કોઇ નિષ્ણાત ગાયનેકની સલાહ લઇ જુઓ. ઇન્ફેક્શનને કારણે સ્ત્રાવ ન ઝરતો હોય તો ડૉક્ટરની સલાહ અનુસાર સમાગમ પૂર્વે કોઇપણ એક એન્ટી હિસ્ટામાઇન લઇ જુઓ.

મારી વય ૨૧ વર્ષની છે. પરંતુ હજી સુધી મને દાઢી અને મૂછ ઉગ્યા નથી. શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઉદ્ભવી શકે છે ખરી?

એક યુવક (અમલસાડ)

હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઉદ્ભવતી નથી. ઉલટાનું દાઢી-મૂછ જલદીથી ઊગે છે. તમારે કોઇ એન્ડોક્રિનોલોજીસ્ટની સલાહ લઇ હોર્મોનની અછત નથી એ જાણી લેવું જરૂર છે.

ચા પીવાથી ત્વચા કાળી પડે છે એ વાત સાચી છે? આ ઉપરાંત કાચી પાલક, બીટરૂપ, ગાજર, કાકડી, કોબીજ, ટામેટા પણ ત્વચા કાળી કરવામાં ભાગ ભજવે છે. બજારમાં મળતા રક્ત શુધ્ધીકરણો ત્વચા કાળી બનાવે છે ખરા?

એક યુવતી (નવસારી)

તમે જણાવેલા પદાર્થોમાંથી ગાજર સિવાય કોઇપણ પદાર્થથી ત્વચા કાળી પડતી હોવાના દ્રષ્ટાંતો આજ સુધી મળ્યા હતા. રક્ત શુધ્ધ કરતી આયુર્વેદિક દવાઓ વિશે જણાવવું મુશ્કેલ છે. કારણ કે આ અંગે સંશોધન થયું નથી. આમ પણ કેટલાંક પદાર્થો જેવા કે ગાજર, અંજીર, ખાટા ફળો ખાવાથી ત્વચા કાળી પડવાની શક્યતા છે. 

મેં વાંચ્યું છે કે કૉર્ડલીવર ઑઇલની ગોળી લેવાથી તાકાત વધે છે અને કોલેસ્ટ્રોલ ઘટે છે. શું આ વાત સાચી છે.

એક યુવક (વડોદરા)

કૉર્ડલીવર ઓઇલની કેપ્સ્યુલમાં માછલીનું તેલ હોવાથી એમાં વિટામીન 'એ' ની માત્રા પુષ્કળ પ્રમાણમાં છે. બજારમાં સેવન સી નામે મળતી ગોળીઓ દિવસમાં બે વાર વધુમાં વધુ એક મહિના સુધી લઇ શકાય છે. પરંતુ ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી વિટામિન 'એ' ની ગોળી લેવાથી વિટામિન શરીરમાં એકઠું થઇ જવાથી માથું દુ:ખવું, વાળ ઉતરવા તેમજ લીવરની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

મારી  ઉંમર ૧૫ વર્ષની છે. રોજ તેલ લગાવ્યા પછી પણ વાળ સફેદ થઈ રહ્યા છે.  વાળને સફેદ થતાં રોકવા માટે ઈલાજ બતાવશો?

-  એક કિશોરી (વડોદરા)

-  ઘણીવાર ખોડાના કારણે પણ વાળ સફેદ થઈ જાય છે. તુલસીના ૧૧ પાન, આંબળાનો ચપટી પાઉડર, બંનેને સાથી પાણીમાં  નાખો. એ પાણી માથા પર મસળો. વાળના મૂળ મજબૂત થશે. તેનાથી વાળ કાળા પણ થઈ શકે છે.

મારા ચહેરા પર શીતળાના ડાઘ છે. તેને ઓછા કરવા માટે શું કરવું જોઈએ?

-  એક મહિલા (સુરત)

-  શીતળાના ડાઘ પૂરી રીતે જતા નથી. ધીરે ધીરે આછા થઈને જતા રહે છે.  તેના માટે મસૂરની દાળને પલાળી પીસી લો.  દૂધમાં ભેળવી તેને  ઘટ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા પછી હલકા  હાથે ઘસીને કાઢી નાખો ધીરે ધીરે ડાઘ હલકા થઈ જશે.

મારી સ્કિનમ બહુ ઓઈલી છે. સાબુનો ઉપયોગ કરું છું તો ધબ્બા દેખાય છે. મારે શું કરવું જોઈએ?

- એક મહિલા  (પોરબંદર)

-  ઓઈલી સ્કિન માટે શા ફેર સાબુનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય જવના લોટમાં  એક ચમચી દહીં મિક્સ કરીને ફેસ પર લગાડો. પાંચ મિનિટ માટે તેને સુકાવા દો ત્યાર પછી સ્નાન કરી લો. ચણાના લોટથી પણ તમે ફેસને  ધોઈ શકો છો.

મારા વાળમાં  ખોડો છે અને વાળ સફેદ પણ થઈ રહ્યા છે. તેને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો?

-  એક  યુવતી ( રાજકોટ)

-  વાળમાં ખોડો થવો એ સામાન્ય વાત છે. ખોડો દૂર કરવા માટે સૌથી  પહેલાં વાળની સાફસફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો. મેથીનો પાઉડર બનાવીને સરસવના તેલમાં મિક્સ કરો. શેમ્પૂ કરવાના અડધા કલાક પહેલાં વાળમાં લગાડો. આ ઉપરાંત વિનેગર પાણીમાં નાખીને તેનાથી વાળને ધોઈ નાખો. ખોડો  જતો રહેશે. ખોડાને  દૂર કરવા માટે શેમ્પૂ અને તેલ પણ મળે છે. તેનો ઉપયોગ પણ કરો .

-અનિતા


Google NewsGoogle News