Get The App

મૂંઝવણ .

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારા પતિ સમાગમ પહેલાંની કોઇ  જ પૂર્વક્રીડા કર્યા  વગર સીધો સમાગમ કરવા જાય છે  જેમાં  તેમને ધારી સફળતા મળતી નથી. 

* ટૂંક સમયમાં મારાં લગ્ન થવાનાં છે. મને સમાગમનો અનુભવ તો નથી જ, પણ સ્ત્રીના પાર્ટ્સ વિશે પણ મને પૂરી જાણકારી નથી. મને ડર લાગે છે કે લગ્નની પહેલી રાત્રે લિંગ યોનિમાર્ગમાં જ ગયું કે નહીં એની કોઈ સાબિતી ખરી? પુસ્તકો ઘણાં વાંચ્યાં છે, પણ આનો જવાબ ક્યાંય મળ્યો નથી. હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. સત્વરે જવાબ આપવા વિનંતી.

એક યુવક (નડિયાદ)

* સૌ પ્રથમ તો એ જાણીને આનંદ થયો કે તમને સમાગમનો અનુભવ નથી એટલે કે તમે તમારા સાથીને વફાદાર છો તથા લગ્ન પહેલાંની બધી જ મર્યાદામાં રહ્યા છો. તમારા સંયમની અમે કદર કરીએ છીએ. હવે તમારા પ્રશ્નનો જવાબ આપીએ. સ્ત્રીની શારીરિક રચના અનુસાર એના ગુપ્તાંગમાં ત્રણ દ્વાર હોય છે. સૌથી ઉપર મૂંત્રમાર્ગ, એની નીચે યોનિમાર્ગ અને સૌથી નીચે ગુદામાર્ગ. મૂત્રમાર્ગ ખૂબ જ સાંકડો હોય છે, એમાં આંગળી પણ જઈ શકતી નથી એટલે ઇન્દ્રિય જવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ગુદામાર્ગ ખૂબ જ નીચે આવેલો છે એટલે સામેથી ઇન્દ્રિય ગુદામાર્ગમાં પ્રવેશ કરવો હોય તોપણ શક્ય નથી. એક જ જગ્યાએ ઇન્દ્રિય જઈ શકે અને એ છે યોનિમાર્ગ. સમાગમ વખતે સ્ત્રીના ઘૂંટણ જમીનથી અધ્ધર રાખવા અને લિંગના યોગિપ્રવેશનું કામ પત્નીને જ સોંપી દેવું, મતલબ કે તમારું ઇન્દ્રિય ઉત્તેજિત થયા બાદ સ્ત્રીના હાથમાં સોંપી દેવું. પોતાની જનનેન્દ્રિય વિશે એ પોતે હંમેશાં વધુ વાકેફ હોય છે.

* મારા શિશ્ન પરની અગ્રત્વચા વધારે પડતી લાંબી છે. શું વધારાની ચામડી ઓપરેશન કરી કઢાવી નાંખવી જરૂરી છે? શું આ વધારાની અગ્રત્વચા સમાગમમાં નડતરરૂપ બની શકે? અગ્રત્વચાથી આનંદ વધારે મળે અને સંખલન પણ ઝડપથી થઇ જાય તે વાત સાચી  છે?

એક યુવક (ભૂજ)

*  શિશ્ન ઉપરની અગ્રત્વચા ઘણા યુવાનો માટે ચિંતાનો વિષય હોય છે. ત્વચાનું  કાર્ય  શરીરના અંદરના ભાગોને બાહ્ય વાતાવરણથી રક્ષણ આપવાનું છે.     પુરુષેન્દ્રિયની  લંબાઇ ઉક્ત થતાં વધે છે. એટલે ટટ્ટાર થયેલા લિંગને ઢાંકવા માટે કુદરતે એ પ્રમાણે ચામડી આપેલી છે. એટલે લિંગ જયારે શિથિલ હોય ત્યારે આ ચામડી  શિથિલ   લિંગની લંબાઈ કરતા થોડી વધારે લાંબી અને બહાર પડતી હોય છે. આ કોઇ ચિંતાનો વિષય નથી.

હવે પ્રથમ પ્રશ્ન જોઇએ તો શિશ્ન   ઉપરની  અગ્રત્વચા  સહેલાઇથી  આગળ પાછળ સરકી શકતી હોય અને 'શિશ્નમણી'  સહેલાઇથી ખુલ્લો થઇ શકતો હોય તો  યોનિ   ઉપરની આ વધારાની ચામડીની કેોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. આ વધારાની ચામડી  નડતરરૂપ બનતી નથી. એટલે તેને આપેરેશન કરી કઢાવી નાખવી જરૂરી નથી. પરંતુ  જો આ શિશ્ન ઉપરની અગ્રત્વચા શિશ્નમણી ઉપર ચોંટી રહેતી હોય, ચામડી પૂરેપૂરી ચડી ચડી  શકતી ન હોય તો આવી અગ્રત્વચાને ઓપરેસન દ્વારા દૂર કરવાની  જરૂર પડી શકે. 

સામાન્ય રીતે બાળકને નાનપણથી જ શિશ્ન ઉપરની ચામડી ઉપર ચડાવી અને શિશ્નમણી સાફ કરવાની તાલીમ આપવામાં  આવે તો નાની ઉંમરે ચામડી  સહેલાઈથી  ઉપર નીચે સરકાવી શકાય  છે. કેટલાંક બાળકોમાં  આ ચામડી  ચોંટેલી હોય તો ક્રીમ અથવા તેલ લગાવી ઉપર નીચે સરકાવવાથી   ધીરે ધીરે સામાન્ય થઈ જાય છે. પરંતુ જો વધારે પડતી શોની હોય તો નાનપણમાં જ ચામડી દૂર કરવાનું ઓપરેશન કરાવી શકાય. યુવાવસ્થામાં લિંગની વિકાસ થતાં નાનપણથી જ ચોંટી ગયેલી ચામડી  શિશ્નમણી ઉપર ચડી શક્તી નથી. આને ''ફ્રાયમોસીસ''  ને પેરાક્રાયસોસીમ કર્યુ  છે. જો શિશ્નનેં ચામડી ચોટેલી એ અને સમાગમ કરવામાં આવે તો આ ચામડી ખેંચાવાની, છોલાવાની કે  ઘસાવાની  શક્યતા વધારે હોય છે. આવા સંજોગોમાં ઓપરેશન કરવું જરૂરી બને છે.

શિશ્નની  અગ્રત્વચાથી  સમાગમની  પ્રક્રિયાના  સંવેદના થોડી વધારે  થાય  છે. જયારે  અગ્રત્વચા  વગરનો ઉઘાડો  શિશ્નમણી  થોડો  કઠણ-કડક અને ઓછો સંવેદનશીલ થાય છે. જોકે આમાં સમાગમનો આનંદમાં ઝાઝો  ફેર  પડતો  નથી. શિશ્ન ઉપરની વધારે  પડતી  અગ્રત્વચા  શીઘ્ર-સંખલન નોંતરે છે એ વાત સાચી નથી.

* મારી ઉંમર ૨૮ વર્ષની છે. અને મારા લગ્નને એક વર્ષ પૂરું થયું છે. મારી સમસ્યા એ છે કે મારા પતિ સેકસની બાબતમાં કોઇ પહેલ કરતા નથી. અને મારા ખોળામાં માથું રાખીને સૂઇ જાય છે, જે કંઇ  પહેલ કરવાની હોય છે તે મારે જ કરવાની હોય છે. મારા પતિ સમાગમ પહેલાંની કોઇ  જ પૂર્વક્રીડા કર્યા  વગર સીધો સમાગમ કરવા જાય છે  જેમાં  તેમને ધારી સફળતા મળતી નથી. હું  આવા વર્તનથી કંટાળી ગઈ છું  એટલે અમારે શું કરવું તે અંગે પોગ્ય સલાહ આપશો.

એક યુવક (અમદાવાદ)

* તમારા પતિ કામેચ્છાનો અભાવ તથા કામોત્તેજનાનો અભાવ જેવી તકલીફથી પીડાતા હોય તેવી શક્યતા છે. પુરુષોમાં  વ્યાપક પ્રયાસમાં જોવા મળતી આ તકલીફો પાછળ મોટેભાગે માનસિક કારણો જવાબદાર હોપ છે. કોઈ સારા સેક્સોલોજિસ્ટને મળો.

- અનિતા


Google NewsGoogle News