મૂંઝવણ .

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારી સમસ્યા એ છે કે હમણાં-હમણાં હું જ્યારે પણ મારા શિશ્નને યોનિપ્રવેશ કરાવવાની કોશિશ કરું છું ત્યારે બહુ બળતરા તેમ જ તકલીફ થાય છે. 

* મારા લગ્નને ૨૦ વર્ષ થયાં છે. મારી સમસ્યા એ છે કે હમણાં-હમણાં હું જ્યારે પણ મારા શિશ્નને યોનિપ્રવેશ કરાવવાની કોશિશ કરું છું ત્યારે બહુ બળતરા તેમ જ તકલીફ થાય છે. કેવાય જેલી કે તેલ લગાવવાથી થોડીક રાહત થાય છે. વળી સમાગમ પછી શિશ્ન પર ખૂબ જ બળતરા થાય છે અને ક્યારેક કાપા પડી જાય છે. પત્નીને પણ સંભોગ પહેલાં તેમ જ પછી ખૂબ જ ચળ આવે છે. યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી. 

એક પુરુષ (વલસાડ)

* તમારા પ્રોબ્લેમ ઘણાબધા સ્તરે છે. સૌપ્રથમ તો તમારે સવારના પેશાબનું રૂટીન ચેક-અપ અને બ્લડમાં શુગરનું લેવલ ભૂખ્યા પેટે અને જમ્યા પછી ચેક કરાવવું જરૂરી છે. જો ડાયાબિટીઝ આવે તો ફેમિલી ડૉક્ટરને બતાવશો તો તમારા ડાયાબિટીઝને કન્ટ્રોલ કરવા કસરત, આહાર અને દવાઓની જરૂરિયાતનું યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. શિશ્ન પર કાપા પડે છે એ માટે કોઈ સારી એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવશો તો ઘણી રાહત થશે. ઘણી વાર ફોરપ્લેમાં યોગ્ય સમય ન વિતાવવાથી યોનિમાર્ગમાં જરૂરી ચીકણાહટ નથી થતી એટલે યોનિપ્રવેશ અને સમાગમ વખતે ઘર્ષણ થાય છે. પરિણામે બળતરા તથા દુખાવો થઈ શકે છે અને ચળ પણ આવી શકે છે. ચળ માટે કોઈ ઇન્ફેક્શન પણ જવાબદાર હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જો તમે કોન્ડોમ પહેરીને સમાગમ કરશો તો ઘર્ષણ ઓછું થશે અને દુ:ખાવો નહીંવત થઈ જશે. જો પતિ અને પત્ની બન્નેનો ઈલાજ સાથે ચાલતો હોય તો એ સમય દરમિયાન સમાગમથી દૂર રહેવું હિતાવહ રહેશે, જેથી ઇન્ફેક્શનની આપ-લે ન થાય.

 * લગ્ન કરવા કે ન કરવા તે બાબતમાં હું નિર્ણય લઇ શકતો નથી. મન તો થાય છે જ. જાતીય જીવનના સુખ માટેની ઈચ્છા ઘણી વાર પ્રબળ બની જાય છે, પણ વળી એમ થાય છે કે લગ્નજીવનની જંજાળ મારી જવાબદારી વધારી દેશે. હું  ફસાઇ જઇશ. 

એક યુવક (જામનગર)

* પહેલી વાત તો એ છે કે લગ્ન કરનારા લઘુમતીમાં નથી. ખરેખર તો તેઓ ઘણી મોટી બહુમતીમાં છે. કામેચ્છા સહજ છે. તેના સુખ-સંતોષ માટે રાજતંત્રે કાયદાથી માન્ય કરેલી સંસ્થા તે લગ્નસંસ્થા છે. આ સંસ્થા તે નાનામાં નાનું સામાજિક 'યુનિટ' છે. તેને આધારે સમાજ તંત્રો એ રાજતંત્રો બરાબર ચાલી શકે છે. માનવબાળને જન્મ પછી પુખ્ત થતા બીજાં પ્રાણીઓ કરતાં ઘણો વધારે સમય લાગે છે. એને સોળે 'સાન' આવે છે અને વીસે 'વાન' આવે છે. પરિવાર/ ફેમિલીના યુનિટ વગર માનવબાળના વિકાસ માટે બીજું કોઇ વૈકલ્પિક તંત્ર પરિવાર સિવાયનું નથી. આમ દીર્ઘ પરંપરાથી, હજારો-હજારો સદીઓથી લગ્નસંસ્થા તે કોઇ ને કોઇ સ્વરૂપમાં મનુષ્યો માટેની અનિવાર્ય વ્યવસ્થા બની ગઇ છે. છતાં આ સંસ્થામાંથી મુક્ત રહેવું હોય તો રહી શકાય? રહી શકાય. પણ તે માનીએ છીએ તેટલું સહેલું નથી. સર્વ પ્રથમ તો કામસુખ માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા છે તે ખર્ચાળ છે. વ્યવસાયી ીઓ પાસે જવામાં ઘણો મોટો આથક ખર્ચ થાય છે. તેટલું કમાવા માટે પણ જીવનની જંજાળ તો સ્વીકારવી જ પડે. વળી એઇડ્સ જેવા વિનાશક રોગો થવાનો ભય તે દિશામાં જવાનું કેટલું ખતરનાક છે તે અંગે લાલબત્તી ધરે છે. 

લગ્નથી 'જવાબદારી' વધે છે તેમ કહેવાય અને લગ્નથી જવાબદારી વહેંચાય છે તેમ પણ માની શકાય. જીવનસાથી તરીકે આવેલી ી ઘરની ઘણી જવાબદારી ઉપાડી લે છે. વળી તે સુશિક્ષિત હોય અને જોબ કરતી હોય તો આથક જવાબદારીમાં પણ તેનો સાથ મળી રહે છે. અભ્યાસીઓનું મંતવ્ય છે કે લગ્ન તે ગ્રેટેસ્ટ પ્રોનોટર ઑફ મેલ લોંજેવિટી છે એટલે કે પુરુષના દીર્ઘ આયુષ્યનું સર્વશ્રે સંવર્ધક કારણ લગ્ન છે. એકલા, અપરિણિત પુરુષોની મરણશીલતા (મોર્ટાલિટી)નો આંક પરિણીત પુરુષો કરતાં ૯૪ ગણો 'હાયર' છે. લગ્નથી એકલતાની અને અસલામતીની લાગણી ઘટે છે. લગ્નજીવન એકબીજા માટે સમજણ અને સમભાવ ધરાવતું હોય તો તે પરસ્પરને સુખ અને રક્ષા આપનારું બની રહે. તે સમજણ વગરનું અને સમભાવરહિત હોય તો કલેશભર્યું અને કંટાળાજનક બની રહે.

લગ્ન કરવા કે ન કરવા તે તમારી પસંદગીની વાત છે. તમારા વિચારોને માટે અહીં થોડીક ઉત્તેજક સામગ્રી રજૂ કરી છે. 

* મારી ઉંમર ૧૭ વર્ષની છે. મારા શિશ્નની ચામડી પર કાપા પડી ગયા છે, બળતરા થાય છે અને ખૂબ ચળ આવે છે. મારું શિશ્ન થોડું વાકું પણ છે અને વીર્ય ખૂબ જ ઓછા પ્રમાણમાં તથા પાણી જેવું નીકળે છે. એને લીધે ભવિષ્યમાં મારી સેક્સલાઈફમાં કોઈ સમસ્યા તો નહીં થાયને?

એક યુવક (વાપી)

* ૧૭ વર્ષની કુમળી વયે શરીરમાં, મનના વિચારોમાં અને વર્તનમાં ઘણાબધા ફરક આવતા હોય છે. વ્યક્તિ જ્યારે યુવાનીમાં પ્રવેશતી હોય છે ત્યારે જાત-જાતના સવાલો મૂંઝવતા હોય છે. એમાં મુખ્યત્વે સેક્સને લગતા પ્રશ્નો હોય છે. તમે આપેલી માહિતી પરથી અત્યારે તમને ફંગલ ઇન્ફેક્શન હોય એવું લાગે છે. મુંબઈ જેવા શહેરમાં ભેજવાળી હવા, સિન્થેટિક અન્ડરવેઅર અને સવારથી રાત સુધી જાડું જીન્સ જેવું પેન્ટ પહેરી રાખવાથી સાથળની આજુબાજુના ભાગમાં અને શિશ્નના આગળની ચામડી પર પરસેવો થઈ એ ભાગ ભેજવાળો રહે છે એટલે ત્યાં ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સિસ બહુ હોય છે. આ ઉંમરે વીર્ય બનવાની શરૂઆત થઈ ગઈ હોય છે. દરેકને આ ઉંમરે વધારે ક્વોન્ટિટીમાં વીર્ય બનવું પોસિબલ નથી હોતું. તમારે અત્યારે તમારી ભવિષ્યની સેક્સલાઈફ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા ફેમિલી ડૉક્ટર પાસે જઈને કોઈ એન્ટિ-ફંગલ ક્રીમ લખાવી એને કાપા પર લગાવવાથી તમારી બળતરા ઓછી થઈ જશે. બીજું, તમે કોટનની અન્ડરવેઅર પહેરો, દિવસમાં બે વાર સ્નાન કરો અને સ્ના કરતી વખતે ઇન્દ્રિયની પૂરતી કાળજી લઈને એને સાફસૂથરી રાખો.

* ીના દેહનાં કયાં અંગો પુરુષોને વધારે આકર્ષે છે? અથવા કેવી ી તેને આકર્ષે છે?

એક પુરુષ (અમદાવાદ)

* શેરી હાઇટ નામની લેખિકાના પ્રસિદ્ધ ગ્રંથોમાં એક ગ્રંથ છે, 'ધ હાઇટ રિપોર્ટ ઓન મેઇલ સેક્સ્યુઅલિટી.' લેખિકાએ યુ.એસ.એ.ના સાત હજાર પુરુષોને પ્રશ્નો પૂછીને મેળવેલા જવાબોનો આ ગ્રંથમાં સંચય છે. આ ગ્રંથના હજાર જેટલાં પૃો છે. તેના બીજા પ્રકરણમાં રિલેશન્સ વિથ વીમેન એવા શિર્ષક નીચે વિવિધ પ્રશ્નો અને તેના ઉત્તરોનો સંગ્રહ છે. તેમાં એક પ્રશ્ન આ પ્રમાણે છે : પુરુષો ીઓની કઇ બાબતોની પ્રશંસા કરે છે?' આવો, તે સામગ્રીમાંથી અહીં થોડુંક જોઇએ. એક પુરુષના શબ્દો છે : 'આકર્ષક ીઓને જોવામાં હું ઘણો જ આનંદ માણું છું. મને ખાસ આનંદ આવે છે ત્યારે, જ્યારે તેઓ 'બ્રાલેસ' હોય છે.' બીજો એક પુરુષ શું કહે છે? મને છોકરીઓ કે ીઓ શરીરે 'સ્વસ્થ' હોય તો ગમે છે. રીતસર 'પાતળી' નહિ, પણ સુંદર રીતે માંસલ ી. જાડી નહિ.' અનેક પુરુષોના અંગત અભિપ્રાયોનો આ ગ્રંથમાં સંગ્રહ છે. એક પુરુષ પોતાની પસંદગીની રજૂઆત કરતાં લખે છે : 'મને સ્તનો ગમે છે. ડોકનો પાછળનો ભાગ ગમે છે. બગલો ગમે છે (અનશેવ્ડ, ખાસ). ઘૂંટણનો પાછલો ભાગ (બેક ઑફ ધ નીઝ), નિતંબો અને સાથે જ પેટ ગમે છે. સ્વાદ અને ગંધ સેક્સના મહત્ત્વના ભાગો છે. મને શરીરની ગંધ (કુદરતી) કૃત્રિમ સુગંઘો કરતા વધારે ગમે છે. જો અચાનક તેણીના શરીર પર બેહદ મસા જેવું કે ઘાના નિશાન જેવું નજરે ચડી જાય તો હું ચીસ પાડી ઊઠું છું ટીટ્સ (સ્તનાગ્ર, ડીટીઓ) બહુ ગમે છે એમ લખનારા પુરુષોની સંખ્યા મોટી છે. એક પુરુષનું કથન છે : 'મને સ્તનો ગમે છે અવશ્ય પણ હું 'નીપલ્સ'થી વધારે આકષત થાઉં છું. 'ધે આર લાઇક લિટલ પેનીસિ'ઝ.' આવો અભિપ્રાય પણ એક પુરુષ આપે છે : 'બિગ ટીટ્સ જાડી સાથળો જેટલી જ વિરૂપ છે.' તો બીજા મહાશયની અંગત રુચિના શબ્દો છે : 'આઇ લાઇક બિગ નીપલ્સ' નિતંબો વિશે એક પુરુષ કહે છે : 'તે કર્મ અને રાઉન્ડ હોવા જોઇએ. સપાટ (ફૂલેટ) નિતંબો મને નથી ગમતા.' એક પુરુષનો એકરાર છે : 'મને સ્ત્રીનાં સ્તનો ગમે છે. પણ હું એવા પસંદ કરું છું જે  બહુ મોટા ન હોય, એક જણને નમી પડેલા સ્તનો નથી ગમતાં. કહે છે : સેગી બ્રેસ્ટસ આર અનઅપીલિંગ સેક્સુઅલી.' એક પુરુષ ખુલ્લી ઘૂંટણો (નીઝ) અને થોડા ઇંચ સાથળો દેખાતી હોય તેનાથી બેસ્ટ ઇફેક્ટ થાય છે તેવો અંગત અભિપ્રાય રજૂ કરે છે. લોંગ હેરને આ મહાશય ટૂંકા વાળ કર : 'મચ સેક્સિઅર' કહે છે. પગ વિશેનો અભિપ્રાય કોઇનો આવો પણ હોય : 'સુંદર પગો સ્તનો કરતાં પણ મારે મન વધારે આકર્ષક છે.'

આ વાતનો અંત આવે તેમ નથી. નિરોગી શરીર અને સ્વચ્છ દેહ પર સુંદર વો ધારણ કરતાં તે એક બાબત છે, પણ પુરુષને શું ગમશે તેના ખ્યાલોથી ઢીંગલી બની જવામાં શાણપણ નથી અને આત્મગૌરવ નથી. બધું જ ગૌણ છે. બે વ્યક્તિ વચ્ચેની પ્રેમભરી, મૈત્રીભરી સમજણ પરસ્પરને ઊંડી પ્રબળતાથી આકર્ષે છે.

* મારા એક મિત્રનું કહેવું છે કે મૈથુનક્રિયા પછી હમેશાં સાકર નાખેલું દૂધ પીવું જોઇએ. નહિ તો પુરુષની વીર્યધાતુ ખલાસ થઈ જાય અને તે કમજોર બની જાય. શું આ વાત સાચી છે?

એક યુવક (વડોદરા)

* ી કે પુરુષે તે પરિણિત હોય કે અપરિણિત પોષક તત્ત્વોવાળો આહાર લેવો જોઇએ. અલ્પપોષણ મળે તો તેનું શરીર કમજોર બની જાય. આ એક સર્વમાન્ય સત્ય છે. દૂધ એક પોષક પદાર્થ છે. માણસના રોજિંદા આહારમાં તેને સ્થાન હોય, પણ મૈથુન કર્યા પછી 'ખાસ' સાકરવાળું દૂધ પીવું ન જોઇએ તેવા અભિપ્રાયને અને ન પીવાથી થતી હાનિ વિશેના મંતવ્યને કોઇ વૈજ્ઞાાનિક આધાર નથી. આયુર્વેદનો એવો અભિપ્રાય છે કે દૂધ શીધ્ર શુક્ર વધારનાર છે, પણ એમ કઇ શીઘ્ર શુક્રધાતુ વધે નહિ. ચોવીસ કલાકમાં જે કંઇ આહારદ્રવ્યો લેવાતાં હોય તે પોષક હોવાં જોઇએ તેટલી બાબતનું મહત્ત્વ છે. રાતે દૂધ લેવાનું ગમતંુ હોય તો લેવું પણ તે ગમે ત્યારે લીધું હોય તો ચાલે.

-અનિતા


Google NewsGoogle News