મૂંઝવણ .

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- પરિસ્થિતિ બાળકના સામાન્ય વિકાસ માટે અનુકૂળ નહોતી. ગર્ભજળની ખામી ઘણી પરિસ્થિતિ મના કારણે ઉદ્ભવી શકે છે. ગર્ભમાં વિકસી રહેલા બાળકને પોષણ આપનાર પ્લેસેંટામાં લોહીની ખામી અને બાળકની મૂત્ર પ્રણાલીના માળખામાં ખામી ઊભી થવી એ તેના બે મુખ્ય કારણ છે. 

* હું ૨૬ વર્ષની પરિણીત મહિલા છું. હું લગ્નના એક મહિના બાદ જ ગર્ભવતી થઈ ગઈ હતી. ચોથા મહિનાથી જ મારા હાથપગ અને શરીર ફૂલવા લાગ્યાં હતાં, પરંતુ ડૉક્ટરે એમ જણાવ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી. પાંચમા મહિનામાં બે વખત પેટની સોનોગ્રાફી પણ કરાવી હતી, પરંતુ તેમાં પણ કોઈ ખામી નહોતી. ત્યારબાદ હું મારા પિયર ગઈ. ત્યાં ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે મારા બાળકનો યોગ્ય વિકાસ થઈ રહ્યો નથી. તેથી મને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તે દિવસોમાં મારું બ્લડપ્રેશર પણ વધારે હતું. લગભગ એક મહિનાની સારવાર બાદ મારું બાળક પેટમાં જ મરી ગયું. ડૉક્ટરના જણાવ્યા અનુસાર મારામાં લાઈકરની ઊણપ હતી, પરંતુ બાળકનું મૃત્યુ કેવી રીતે થયું તે સાચું જણાવતાં નહોતાં. મહેરબાની કરીને તમે મને જણાવો કે આવું કેવી રીતે થયું? હું પુન:સગર્ભા બનું તો મારે કઈ કઈ બાબતનો ખ્યાલ રાખવો પડશે?

એક મહિલા (ગાંધીનગર)

* તમારું બાળક ગર્ભાશયમાં જ મૃત્યુ પામ્યું તેના ઘણાં કારણો હોઈ શકે છે. લોહીનું ઊંચું દબાણ અને સોજા આવવા બંને એવાં કારણો છે. જેની અવગણના થઈ શકે નહીં. આ લક્ષણો ગર્ભાશયની વિષાકતતાના હોઈ શકે અથવા તેના કારણે પણ બાળકના વિકાસમાં વિધ્ન ઊભું થઈ શકે છે. બીજી બાજુ લાઈકર એટલે કે ગર્ભજળની ઊણપ એ વાતનો સંકેત આપે છે કે પરિસ્થિતિ બાળકના સામાન્ય વિકાસ માટે અનુકૂળ નહોતી. ગર્ભજળની ખામી ઘણી પરિસ્થિતિ મના કારણે ઉદ્ભવી શકે છે. ગર્ભમાં વિકસી રહેલા બાળકને પોષણ આપનાર પ્લેસેંટામાં લોહીની ખામી અને બાળકની મૂત્ર પ્રણાલીના માળખામાં ખામી ઊભી થવી એ તેના બે મુખ્ય કારણ છે. આ બંને સ્થિતિ બાળકના ગર્ભાશયમાં જ મૃત્યુ પામવા માટે દોષી હોઈ શકે છે. તમે બીજીવાર સગર્ભા બનો ત્યારે આવી જ પરિસ્થિતિ ઊભી થાય એ જરૂરી નથી. તેમ છતાં ગર્ભ રહ્યા તરત જ તમે કોઈ અનુભવી અને પ્રસૂતિ નિષ્ણાતની દેખરેખ હેઠળ સારવાર લો. થોડા થોડા સમયના ગર્ભમાં વિકસી રહેલા બાળકની તપાસની સાથે સાથે તમારું બી.પી., વજન, લોહી તથા પેશાબની તપાસ નિયમિત કરાવતા રહો. તેનાથી કોઈ મુશ્કેલી આવે તો સમયસર સાવચેત બની શકાશે.

* મારી ૧૩ વર્ષની પુત્રી છેલ્લાં પાંચ વર્ષથી લ્યૂકોડમાંથી પીડીત છે. અમે અગાઉ એની હોમિયોપેથિ સારવાર કરાવી, પરંતુ ફાયદો ન થવાથી એલોપેથિક દવા શરૂ કરી ડૉક્ટર એને યુવા થેરપિ આરી રહી છે. એનાથી સફેદ ડાઘ ધીમે ધીમે જાય છે, પરંતુ થોડા જ સમય પછી બીજા અથવા એ જ સ્થાને ફરી નવા ડાઘ પડી જાય છે. અમારા પરિવારમાં પહેલાં અન્ય કોઈપણ વ્યક્તિને આ રોગ નહોતો. હું મારી પુત્રીના ભવિતવ્ય અંગે ઘણી ચિંતીત છું. કૃપા કરીને જણાવશો કે શું આયુર્વેદમાં એની ચોક્કસ સારવાર છે?   - એક મહિલા (વડોદરા) 

* આયુર્વેદમાં વિટિલિય શ્વિત્રરોગ કહેવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવામાં આયુર્વેદના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ એક કષ્ટસાધ્ય રોગ છે. જેમાં ચિકિત્સાના સફળતા ડાઘના આકાર, સ્થાન અને સમય પર નિર્ભર છે. ડાઘ નાનો, નવો અને શરીર બહારના ભાગમાં હોય તો તેની સફળતાપૂર્વક સારવાર કરાવી શકાય. એથી ઊલટું, જો ડાઘ જૂનો, મોટો અને શરીરના અંદરના ભાગમાં હોય તો ઈલાજ શક્ય છે. મૂળ સ્વરૂપ આયુર્વેદમાં પણ યુવાથેરપિ સાથે મળતો આવતો ઈલાજ પણ કરવામાં આવે છે. બાકુચી બી પાણીમાં પીસીને એનો લેપ અથવા સોમરાજી તેલનો લેપ લગાવ્યા પછી ત્રણથી પાંચ મિનિટ સુધી અસર પડતા  અંગને સૂર્યના તડકામાં રાખવાથી ધીમે એ ભાગમાંની રંગદ્રવ્ય કોશિકા ફરીથી સક્રિય બની જાય છે અને કુદરતી રંગથી ભરાઈ જાય છે. આ સારવાર એક વર્ષ સુધી નિયમિત રીતે કરાવતા રહેવાથી ફરી થવાની આશા છે. માટે તમારી પુત્રીને યુર્વેદાચાર્યાને બતાવો. 

- અનિતા


Google NewsGoogle News