મૂંઝવણ .

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- ઘણી વખત હું સંભોગ કરું છું અને અચાનક કોઈવાર નિરોધ (કોન્ડમ) ફાટી જાય છે અને વીર્ય અંદર સરી ગયાનો ભય રહે છે, તો શું કરવું જોઈએ?

* હું પાટણ રહું છું અને મને અહીં કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં 'વાયેગ્રા' ગોળી નથી મળતી તો મારે શું કરવું?

વાયેગ્રા ગોળી વાયેગ્રાને નામે નહીં મળે. પણ ઘણી કંપનીઓની જુદાં જુદાં બ્રાન્ડ નેમ સાથેની ગોળી માર્કેટમાં મળે છે. દા.ત. પેનીગ્રા (કેડિલા), એડીગ્રા (સનફાર્મા), કેવર્ટા (રેનબેક્સી) એરિક્સ (યુનિકેમ), એડ્રોઝ (ટોરેન્ટ). આ દવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આવશ્યક છે. આ દવા ભૂખ્યા પેટે લેવી અને સંભોગના એકથી દોઢ કલાક પૂર્વે લેવી આવશ્યક છે. એક ખાસ ધ્યાન રાખવું કે આ ગોળી નાઈટ્રેટયુક્ત (બ્લડપ્રેશરની ગોળી) ગોળી જોડે ન લેવી.

* મને ઈન્દ્રિયનો એક્સિડન્ટ થયો છે. દવાઓ બહુ કરી છે. નસોમાં લોહી જામી ગયું છે. લોહી છૂટું પડે તેવી કોઈ ટેબ્લેટ અગર ટયુબ હોય તો જણાવશો.

આ પહેલાં મારે એ જાણવું જરૂરી છે કે તમારી ઈન્દ્રિયમાં ક્યારેય પણ યોગ્ય ઉત્થાન થાય છે? સંભોગ કરી શકો તેની ઉત્તેજના આવે છે? ક્યારેક પણ પેશાબ કરતી વખતે, હસ્તમૈથુન કરતી વખતે, સવારે પથારીમાંથી ઊઠો ત્યારે થોડો વખત માટે સંભોગ કરી શકો એવી ઉત્તેજના આવતી હોય તો તમારી સમસ્યા શારીરિક નથી પણ માનસિક છે. તમને દવા-ગોળીની કોઈ આવશ્યક્તા નથી અને આ સમસ્યા માનસિક છે. અને તેનું નિવારણ તે રીતે થવું જોઈએ. જો યોગ્ય ઉત્તેજના ક્યારેય ન આવતી હોય તો એ સમસ્યા શારીરિક છે અને એનો યોગ્ય ઉપચાર શારીરિક તપાસ પછી જ થઈ શકે.

* મારી ઉંમર ૫૦ વર્ષ છે. મને બીપી કે ડાયાબિટીસ નથી. ટેસ્ટોસ્ટેરોન પણ નોર્મલ છે. ઈરેક્શન થવા છતાં પહેલાં જેવી કોઈ સુખદ અનુભૂતિ થતી નથી.

ઈન્દ્રિય ઉત્તેજિત થાય છે પણ યોનિપ્રવેશ પછી જો તમને  આનંદ ન મળતો હોય તો સંભવ છે કે જે પકડ (ગ્રીપ) યોનિ અને લિંગ વચ્ચે હોવી જોઈએ તે યોગ્ય ન હોય તોપણ આનંદ ન આવે તેવું બની શકે. આવા સંજોગોમાં ઋષિ વાત્સાયન એમ સૂચવે છે કે યોનિપ્રવેશ કર્યા પછી સ્ત્રીએ પગમાં  આંટી મારવી.  આનાથી જે પકડ ઢીલી હોય છે, એ વધુ મજબૂત થાય છે.

* ગર્ભનિરોધકની ગોળી વિશેની ખોટી માન્યતાઓ વધુમાં વધુ કઈ પ્રચલિત છે?

(૧) ગોળીથી કેન્સર થાય છે. (૨) વજન વધે છે. (૩) જ્યારે  માતા બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે ગોળી ન લેવાય. (૪) ભવિષ્યમાં જ્યારે ગોળી બંધ કરો ત્યારે વંધત્વ થવાના ચાન્સિસ વધુ હોય છે. (૫) દર વર્ષે ગોળી લીધા બાદ ત્રણ મહિનાનો ગેપ રાખવો જરૂરી છે. (૬) ગોળી ૩૫ વર્ષની ઉંમર બાદ ન લઈ શકાય.

* ગર્ભનિરોધક ગોળી કોણે ન લેવી?

(૧) જેને લોહીનો વિકાર હોય તેવી વ્યક્તિઓએ. (૨) જેનું લીવર ખરાબ થઈ ગયું હોય. (૩) જેને યોનિમાર્ગમાંથી કારણ વગરનો રક્તસ્ત્રાવ થતો હોય. (૪) જેને ડાયાબિટીસ હોય અને સાથે કોમ્પ્લિકેશન પણ હોય. (૫) જેને વેરીકોઝ વેઈન્સ હોય.

* ઘણી વખત હું સંભોગ કરું છું અને અચાનક કોઈવાર નિરોધ (કોન્ડમ) ફાટી જાય છે અને વીર્ય અંદર સરી ગયાનો ભય રહે છે, તો શું કરવું જોઈએ?

કોઈ વખત આવી રીતે કોન્ડમ ફાટી જાય કે ત્રણ ચાર દિવસ માટે તમે ઓરલ કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ લેવાનું ભૂલી જાઓ તો બજારમાં એવી દવા ઉપલબ્ધ છે કે જેનાથી ગર્ભધારણામાં અવરોધ લાવી શકાય. આ ગોળી હોર્મોનની બનેલી હોય છે. આવો અસલામત બનાવ બની જાય તો ૭૨ કલાકમાં જો તમે પહેલો ડોઝ લઈ લો અને બીજો ડોઝ બાર કલાક પછી લો તો આનાથી ગર્ભ રહેવાના ચાન્સીસ લગભગ ૯૮ ટકા જેટલા ઓછા થઈ જાય છે.

* મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારા લગ્નને અઢી વર્ષ થયાં છે. હું સમાગમ કરું છું ત્યારે વીર્ય ખૂબ જ જલદી નીકળી જાય છે અને મારી પત્નીને ખબર નથી પડતી કે મારું વીર્ય નીકળ્યું. માર્ગદર્શન આપશો.

આ નબળાઈ એ શિષ્નની નબળાઈ નથી. શિષ્નની નબળાઈના કારણે શીઘ્ર સ્ખલન નથી થતું. શીઘ્ર સ્ખલનનાં કારણોમાં મુખ્યત્વે લિંગના આગળના ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટ ગ્રંથિ (પુરસ્ત ગ્રંથિ)માં ઇન્ફેક્શન અને કામેચ્છા હદ કરતાં વધી જવા જવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ત્રણેયમાંથી કયું કારણ છે એનું નિદાન આવશ્યક છે અને એ પ્રમાણે તેવો ઈલાજ પણ સહેલાઈથી થઈ શકે છે. ઘણા ઈલાજ તો એટલા સરળ છે કે એમાં ઔષધની પણ આવશ્યક્તા નથી હોતી. સરળ યોગાભ્યાસ અને યોગ્ય ખોરાક માત્રથી તકલીફથી મુક્ત થઈ શકાય છે. તમે વીર્ય સ્ખલન કરો છો ત્યારે તમારા પત્નીને ખબર પડતી નથી તે સ્વાભાવિક છે. એ ઓર વાત છે કે ઘણીવાર ફેરિયા પાસેથી મળતાં આચાર્ય મસ્તરામનાં પુસ્તકોમાં એવું લખેલું હોય છે કે જ્યારે વીર્યસ્ખલન થાય ત્યારે સ્ત્રી સાતમાં આસમાન પર હોય છે અને અગણિત તારાનાં દર્શન થાય છે વગેરે વગેરે. 

પણ એ હકીકત નથી. કારણ કે યોનિમાર્ગનો અંદરનો બે તૃતીયાંશ ભાગ સંવેદના (સ્પર્શજ્ઞાાન) રહિત હોય છે. એટલે દુનિયાની કોઈ સ્ત્રીને ખબર નથી પડતી કે વીર્યનું સ્ખલન થયું. એના માટે કોઈ દવા કે ગોળીની આવશ્યક્તા નથી. 

- અનિતા


Google NewsGoogle News