મૂંઝવણ .
- અમારા વજનમાં પચીસ કિલોનો તફાવત છે તે પ્રથમ રાત્રિએ નડશે તો નહીંને? સગાઇ તોડી નાંખવાનો વિચાર કરું છું. જોકે મારી પત્નીને હું ખૂબ જ પ્રેમ કરું છું
* મારી ઉંમર બાવીસ વર્ષની છે, મારાં લગ્ન થયે એક વર્ષ થયું છે. હું મારી પત્નીને સંપૂર્ણ શરીર સુખ આપી શકું છું. હાલમાં તેણીને સાત માસનો ગર્ભ પણ છે. મારી પત્ની સાથે જયારે સમાગમ કરું છું ત્યારે મારા લિંગ ઉપરની ચામડી નીચે ઉતરી જાય છે. આનાથી સમાગમની ક્રિયામા ં મને કોઇ જ તકલીફ પડતી નથી. પરંતુ આ કિયા પૂર્ણ થઇ ગયા પછી પણ હું જયારે મારી લિંગને યોનિમાંથી બહાર કાઢું છું ત્યારે જે લિંગની ચામડી નીચે ઉતરી ગઈ હોય છે તે આપોઆપ ઉપર ચડતી નથી.
એક યુવક (સૂરત)
* લિંગ પરની અગ્રત્વચા સામાન્ય વસ્તુ છે. તમારી ચામડી એની રીતે જ નીચે ઉતરી જતી હોય તો પછી તમને ચડાવવામાં શેની તકલીફ થાય છે કે શરમ આવે છે? આવી ઊભી કરેલી તકલીફોની કોઇ જ દવા ન હોય અને આમાં કયાંય શરમાવાનું પણ ન હોય.
* મારા લગ્ન થયાને આઠ મહિના થયા છે. મારી મુખ્ય તકલીફ એ છે કે સમાગમ કર્યા પછી તરત જ હું ઢીલો પડી જાઉં છું. અર્થાત્ મારા શિશ્નમાં શિથિલતા આવી જાય છે. જો કે હું શિશ્નની ઉત્તેજના બરાબર અનુભવું છું અને શિશ્નની લંબાઈ તથા કડકાઈ પણ સમાગમ વખતે સંતોષકારક હોય છે. પરંતુ શિશ્નના યોેનિપ્રવેશ પછી વીર્યોત્સર્ગક થતાં જ હું શિષ્નની સંપૂર્ણ શિથિલતા અનુભવું છું. શું આનં કારણ જાતીય નબળાઈ હોઇ શકે?
એક યુવાન (ગોધરા)
* તમારે સૌપ્રથમ એક વાત સમજી લેવાની જરૂર છે કે શિશ્ન સામાન્ય રીતે શિથિલ અવસ્થામાં જ રહે છે. આ તેની કાયમી સ્થિતિ છે. મનમાં સેકસના વિચારો આવે કે કામવાસના જાગે ત્યારે શિશ્ન થોડું ઘણું સખત અથવા ટટ્ટાર રહે છે. સામાન્ય રીતે વહેલી સવારે શિશ્ન કડકાઈ અનુભવે છે. આ ઉપરાંત કામોત્તેજક દ્રશ્યો જોતાં પણ કયારેક શિશ્ન ટટ્ટાર થાય છે. પરંતુ આ બધી હંગામી બાબત છે. શિશ્ન ટટ્ટાર થવાની મૂળભૂત અને કુદરતી જરૂરિયાત શિશ્નનો યોનિ-પ્રવેશ કરાવવાનું છે. પત્ની સાથે કામવાસના ભડકતાં શિશ્ન ઉત્તેજીત થાય અને યોગ્ય લંબાઇ અને કડકાઈ પ્રાપ્ત કરે એટલે શિશ્નનો યોનિ-પ્રવેશ સરળ બને છે. પરંતુ આ ક્રિયા પછી સમાગમની ક્રિયા પૂરી થાય અને વીર્યોત્સર્ગ થઇ જાય એટલે શિશ્ન ઢીલું થઇ જાય છે. કારણ હવે તેને ટટ્ટાર અને સખત એવાની કોઇ જરૂર નથી. મોટાભાગના પુરુષોના કિસ્સામાં આવું જ બને છે. આ કોઈ જાતીય ખામી કે નબળાઈ નથી. અને આવું થાય એટલે બહુ જલદીથી નપુંસક થઈ જવાશે એવો ડર રાખવાની કોઈ જ જરૂર નથી. સામાન્ય રીતે પુરૂષની ઉંમર ઓછી હોય અને સક્રમનું આકર્ષી તથા તેમાં વિવિધતા તથા નવીનતા વધારે હોય તો, કેટલાક પુરુષોનું શિશ્ન વીર્ય સંખલન બાદ પણ થોડું ઘણું ટાઇટ રહે છે. શિશ્નની આવી અવસ્થા દરમ્યાન પુરુષ શિશ્નને ીની યોનિમાં રાખી મૂકી હલન-ચલન કરવાની પ્રક્રિયા ચાલુ રાખે તો ીને ઉત્તેજીત થતાં થોડો સમય લાગે છે. એટલી ીની કામતૃપ્તિ માટે સમાગમમાં પૂર્વક્રીડા અને પાયાનક્રિયાને આવરી લેવાય કે તે જરૂરી છે. તમારે સમાગમની ટેકનિક સભર કળા શીખવાની જરૂર છે.
* મારી સગાઇ હમણાં જ થઇ છે. મારી ભાવિ પત્ની ખૂબ જ સુંદર અને સારા સ્વભાવની છે. પરંતુ મને એક વાતની ખૂબ જ ચિંતા થાય છે. મારું વજન ૮૦ કિલો અને ઊંચાઇ છ ફૂટ છે જયારે મારી પત્નીનું વજન ૫૫ કિલો અને ઊંચાઈ સાડાચાર ફૂટ છે. અમારા વજનનો આ પચીસ કિલોનો તફાવત મને પ્રથમ રાત્રિએ નડશે તો નહીંને? સગાઇ તોડી નાંખવાનો વિચાર કરું છું. જોકે મારી પત્નીને હું ખૂબ જ પ્રેમ કરું છું અને મારી સગાઇ તોડવાની કોઇ જ ઈચ્છા નથી. તો આ અંગે તમારો અભિપ્રાય સત્વરે આપશો.
એક યુવક (સૂરત)
* જાડી ી અને પાતળો પુરુષ અથવા પાતળી ી અને જાડો પુરુષ એકબીજાને સંતોષ આપી શકતા નથી એવી આપણા સમાજમાં ભૂલભરેલી માન્યતા છે. હકીકતમાં શરીરનો વિપરિત બાંધો કામસુખમાં બાધારૂપ નથી. તારે ગભરાઇ જવાની જરૂર નથી અને તારી પત્નીને તું દિલથી ચાહવા લાગ્યો હોય તો માત્ર આ મુદ્દા ઉપર સગાઇ તોડી નાંખવાની જરૂર નથી.
- અનિતા