મૂંઝવણ .
- મારી એક દાઢ આપોઆપ જ ધીરે ધીરે નીકળી ગઈ છે અને જ્યારે હું બ્રશ કરું છું તો તેમાંથી લોહી નીકળવા લાગે છે. મારે શું કરવું જોઈએ?
* શું એ વાત સાચી છે કે આપણા ખાનપાનની અસર આપણાં માતાપિતા બનવાની ક્ષમતા પર પણ પડે છે? હમણાં થોડા દિવસ પહેલાહું જ્યારે ઈન્ટરનેટ પર કોઈ વિષય અંગે સર્ચ કરી રહી હતી કે મારી નજર એવા સમાચાર પર પડી, જેમાં એવું જણાવાયું હતું કે ભારે ભોજન પુરુષની પિતા બનવાની ક્ષમતાને ઘટાડે છે. મારા પતિ આ વાત માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે ઈન્ટરનેટ પર લોકો અપ્રસ્તુત વાતો ફીડ કરે છે, જેના પર વિશ્વાસ મૂકી શકાય નહીં. કૃપા કરીને આ બાબત અંગે વૈજ્ઞાાનિક જાણકારી આપુો કે ખાનપાનની શુક્રાણુઓના સ્વાસ્થ્ય પર ખરેખર કોઈ અસર પડે છે? એક સ્ત્રી (સૂરત)
* ઈન્ટરનેટ પર પ્રાપ્ત દરેક જાણકારી સ્વીકાર્ય નથી હોતી, એવો તમારા પતિનો મત બિલકુલ સાચો છે. એ વાત સાચી છે કે ઈન્ટરનેટ પર લોકો ઘણા પ્રકારની ખરીખોટી આડીઅવળી માહિતી મૂકી દે છે. જેના મૂળ સ્ત્રોતમાં ગયા વગર આ જાણકારી વિશ્વસનીય છે કે નહીં તે અંગે ખાતરીપૂર્વક કહી શકાય નહીં.
પરંતુ જ્યાં સુધી ખાનપાનની શુક્રાણુઓના સ્વાસ્થ્ય પર થનારી અસરને લાગે વળગે છે ત્યાં સુધી આ ચર્ચા પાયાવિહીન છે. તેના પર તાજેતરમાં જ અમેરિકાની વિખ્યાત હાર્વર્ડ મેડિકલ સ્કૂલના માનવ પ્રજનન વિભાગ તરફથી એક નવું વૈજ્ઞાાનિક સંશોેધન બહાર આવ્યું છે. નિષ્ણાત ડૉ. જિલ અટ્ટામાન અને તેમના સાથીઓએ છેલ્લાં ૪ વર્ષમાં ૯૯ પુખ્ત પુરુષોનો અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે તેમના ખાનપાનની તેમના વીર્યમાં રહેલા શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા પર ગંભીર અસરો પડી. તેમના આ સંશોધનનો રિપોર્ટ પ્રતિષ્ઠિત જર્નલ 'હ્યુમન રિપ્રોડક્શન' પ્રસિદ્ધ થયો છે. ડો. જિલ અટ્ટામાનના મત મુજબ જે પુરુષો ભોજનમાં વધુ પ્રમાણમાં સંતૃપ્ત ચરબી લેવાની ટેવ ધરાવતા હતા તેમાંના ઘણા પુરુષોનાં વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા સામાન્યથી ઓછી હતી. એટલું જ નહીં, તેમના શુક્રાણુઓના બંધારણ અને ગુણવત્તા પર પણ તેની પ્રતિકૂળ અસર જોવા મળી. સંશોેધન અનુસાર વધુ પ્રમાણમાં સેચ્યુરેટ ફેટ લેનારા પુરુષોમાંથી ૪૩ ટકા પુરુષોનાં વીર્યના નમૂનાઓમાં શુક્રાણુઓની સંખ્યા ઘણી ઓછી હતી અને તેમના શુક્રાણુઓની ગુણવત્તા પણ ઓછી સારી હતી. તેમની સરખામણીમાં જે પુરુષો, ભોજનમાં સેચ્યુરેટેડ ફેટને બદલે મોનો અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ લેવાની ટેવ ધરાવતા હતા, તેમના વીર્યના નમૂનાઓમાં શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા સારી હતી.
તમે તમારા પતિને આ જાણકારી આપવાની સાથે એ પણ જણાવી દો કે ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ અને અનસેચ્યુરેટેડ ફેટનું ગણિત મેડિકલ સાયન્સમાં લાંબા સમયથી અભ્યાસનો વિષય રહ્યું છે. જો આપણે આપણું સ્વાસ્થ્ય સારું જાળવવું હોય, તો આપણે તેના કુલ પ્રમાણ પર નજર રાખીને તેના ગુણોત્તર પર ધ્યાન આપવાની પણ જરૂર છે.
પ્રાણીજન્ય પ્રોડક્ટ્સ - જેમ કે દૂધ, માખણ, મલાઈ, ઘી તથા વનસ્પતિ ઘી, નાળિયેર, તાડના તેલમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જેને ઓછા પ્રમાણમાં જ લેવી હિતાવહ રહે છે. મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે. તેનાથી કોલેસ્ટ્રોલના નુકસાનકારક ઘટકોમાં ઓછો વધારો થાય છે અને આ ધમનીઓમાં એથિરોસ્કલેરોસિનની ક્રિયાને વધારતી નથી.
મગફળી, સરસવ અને જૈતૂન તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે, જ્યારે કરંડી, સૂરજમુખી, સોેયાબીન અને મકાઈના તેલમાં પોેલીઅનસેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે.
રસોઈ કરતી વખતે કેટલીક વસ્તુઓ મોનોસેચ્યુરેટેડ ફેટયુક્ત તેલમાં, તો કેટલીક વસ્તુઓ પોલીઅનસેચ્યુરેટેડ ફેટયુક્ત તેલમાં પકાવવી જોઈએ.
એકંદરે એક વ્યક્તિનું ભોજન તૈયાર કરવા માટે ૩-૪ નાની ચમચી તેલ પર્યાપ્ત છે. વસ્તુઓને તળવાના બદલે સ્ટીમ, બ્રેક કે ગ્રીલ કરવી વધારે સ્વાસ્થ્ય પ્રદ રહેશે.
* હું ૧૯ વર્ષની યુવતી છું, કોલેજમાં બી.એ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મને વારંવાર શરદી ઉધરસ થાય છે. એક્સ-રે કઢાવતા ખબર પડી કે મારા નાકની અંદરનું હાડકું વાંકુ છે. શું તેને સીધું કરાવવા માટે ઓપરેશન કરાવવું જરૂરી છે? શું દવાથી આ વિકૃતિ સારી ન થઈ શકે?
એક યુવતી (મુંબઈ)
* તમારી વાત પરથી લાગે છે કે તમારી તકલીફ એલર્જીને કારણે છે. નાકની અંદરનું હાડકું અર્થાત્ સેપ્ટમ, જોે નાકને બે ભાગમાં વિભાજિત કરે છે, તેનું વાંકુ હોવું એ એક માત્ર યોગાનુયોગ છે. એ વાતસાચી ઈએનટી સર્જન લાંબા સમયથી ચાલતી શરદી ઉધરસને સેપ્ટમ વાંકુ હોવાની સાથે સાંકળે છે અને તેમાં સુધારો લાવવા માટે સેપ્ટોપ્લાસ્ટિ ઓપરેશન પણ કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એક નવી સમજણ વિકસિત થઈ છે કે સેપ્ટમ વાંકુ હોવાને નાસિકાની એલર્જીને કોઈ નિસ્બત નથી હોતી. આથી હાડકામાં વાઢકાપ કરવાને બદલે લાંબા સમય સુધી નિયમિત એલર્જી પ્રતિરોધક દવા લેવાથી વધુ ફાયદો થાય છે.
આથી એ વધુ યોગ્ય રહેશે કે તમે કોઈ સારા ઈએનટી સર્જનની દેખરેખ હેઠળ આ દવાઓનું સેવન કરો. તેનાથી તમને ઘણી રાહત મળશે એવી ઘણી સંભાવના છે.
* હું ૨૧ વર્ષની છોકરી છું. મારી સમસ્યા એ છે કે મારી એક દાઢ આપોઆપ જ ધીરે ધીરે નીકળી ગઈ છે અને જ્યારે હું બ્રશ કરું છું તો તેમાંથી લોહી નીકળવા લાગે છે. મારે શું કરવું જોઈએ? એક યુવતી (અમદાવાદ)
* તમારી વાતથી સમજાઈ જાય છે કે તમારી દાઢ સંપૂર્ણ રીતે નથી નીકળી. તેમાં હજુ પણ મૂળ ભાગ બાકી હશે. તમે દાંતના નિષ્ણાત સાથે સંપર્ક કરીને બાકીની દાઢ પૂરી રીતે કઢાવી લો.
- અનિતા