મૂંઝવણ .
- સફળતાપૂર્વક કામક્રીડા કરવા માટે લિંગની નોર્મલ લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? સંભોગ દરમિયાન લિંગ પૂરું યોનિમાં પ્રવેશ કરે છે? મને માર્ગદર્શન આપશો.
પ્રશ્ન: હું ૩૭ વર્ષનો યુવક છું. મને સમલૈંગિક સેક્સની આદત છે અને સમલૈંગિક પાસે મુખમૈથુન કરાવવામાં ઘણો આનંદ મળે છે. મને પંદર વર્ષથી હસ્તમૈથુન કરવાની પણ આદત છે. મારી તકલીફ એ છે કે છેલ્લા બે મહિનાથી હું હસ્તમૈથુન કરીને થાકી જાઉં છું, પણ વીર્ય નથી નીકળતું. બહુ જોર કરું ત્યારે પંદરથી વીસ મિનિટ પછી નીકળે છે અને ત્યારે ઘણો થાક લાગે છે. વીર્ય જલદી ન નીકળવાને કારણે સમલૈંગિક મિત્ર મને દૂર હડસેલી દે છે. મને શું તકલીફ છે એ જણાવશો અને વીર્ય જલદી નીકળે એ માટે શું કરવું એનું માર્ગદર્શન આપશો.
એક વ્યક્તિ (મુંબઈ)
ઉત્તર: વીર્યનું નીકળવું બે વસ્તુ પર આધાર રાખે છે. ૬૦થી ૬૫ વર્ષ પહેલાં એ મહદંશે ઉત્તેજના માટે તમને કોણ કઈ રીતે ઉત્તેજિત કરે છે એના પર આધાર રાખે છે. ધારો કે તમે એવી વ્યક્તિના વિચારથી હસ્તમૈથુન કરતા હો અથવા તો કોઈ એવી વ્યક્તિ સાથે સંભોગ કરતા હો જે તમને બહુ ઓછી પસંદ હોય તો સંભવ છે કે ચરમસીમા (સ્ખલન અવસ્થા) પર પહોંચતાં થોડો વધારે સમય લાગી જાય અને જ્યારે પહોંચો ત્યારે પણ આનંદમાં ઓછપ વર્તાય તેમ જ વીર્યની માત્રા પણ કદાચ ઓછી થઈ શકે.
૬૦-૬૫ વર્ષ પછીના તબક્કામાં હોર્મોનની ઊણપને કારણએવું પણ બનતું હોય છે. અડદની દાળ લસણમાં વઘારેલી તથા અડદિયો પાક ગાયના ઘી અને ખડીસાકરમાં બનાવેલો કદાચ હોર્મોન વધારવામાં મદદરૂપ થઈ શકે. કહે છે કે જો નિયમિત સૂર્યનમસ્કાર (યોગિક આસન) કરવામાં આવે તો પણ હોર્મોનનું સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે. જૂજ કિસ્સામાં કૃત્રિમ હોર્મોનની જરૂર પડતી હોય છે અને એ હોર્મોન ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવાં જોઈએ કારણ કે મોટી ઉંમરના લોકોમાં આ હોર્મોન કોઈ વખત પ્રોસ્ટેટના કેન્સરને વણસાવી શકે છે એટલે હોર્મોન પ્રોસ્ટેટનું નિદાન (ગુદામાં આંગળી નાખીને અથવા તો લોહીની તપાસ કરીને) કર્યા પછી જ આપવાં જોઈએ.
પ્રશ્ન: હું ૩૩ વર્ષની પરિણીત સ્ત્રી છું. મારાં સ્તન નાનાં હોવાને કારણે મારું શરીર બેડોળ લાગે છે. સ્તનની સાઇઝ વધારવાનો કોઈ ઈલાજ બતાવવા વિનંતી.
એક મહિલા (સુરત)
ઉત્તર: સ્તનમાં કોઈ સ્નાયુ નથી, પણ સ્તનની નીચે ચોક્કસ સ્નાયુઓ છે. જો યોગ્ય કસરત કરવામાં આવે તો સ્તનની સાઈઝમાં છ-આઠ મહિનામાં એકાદ ઇંચનો ફરક પડી શકે. બાકી સ્તનમાં કોઈ સ્નાયુ નથી એટલે ક્રીમ, તેલ અને બજારમાં વેચાતા બીજા ઉપચારોથી ફાયદો જરૂર થાય છે, પણ એ વેચનારને થાય છે, લેનારને નહીં.
હકીકતમાં તમારી શારીરિક રચના એ માલિકની મહેરબાની છે અને એના માટે ખોટો અફસોસ ન કરવો જોઈએ, બલકે એને આનંદથી અપનાવવું જોઈએ. તમને એ જાણીને અચરજ થશે કે વાસ્તવમાં સ્તન જેટલાં નાનાં એમ એ નાનાં સ્તનવાળી સ્ત્રી વધુ ઉત્તેજના પામે છે કારણ કે ત્યાં ઓછા ભાગમાં વધુ જ્ઞાાનતંતુઓ ફેલાયેલા હોય છે. ઉપરાંત બજારમાં વિવિધિ પ્રકારની બ્રા મળે છે. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો.
પ્રશ્ન: હું બાવીસ વર્ષનો અપરિણીત યુવક છું. મેં લગભગ બાર વર્ષની ઉંમરથી હસ્તમૈથુન કરવાની શરૂઆત કરી હતી. અત્યારે મારા લિંગની લંબાઈ અને જાડાઈ ઘણી ઓછી છે. સફળતાપૂર્વક કામક્રીડા કરવા માટે લિંગની નોર્મલ લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ? સંભોગ દરમિયાન લિંગ પૂરું યોનિમાં પ્રવેશ કરે છે? નાની ઉંમરથી હસ્તમૈથુન કરવાને કારણે શિશ્નનો કુદરતી વિકાસ નહીં થયો હોય? મને માર્ગદર્શન આપશો.
એક યુવાન (ગોધરા)
ઉત્તર: હસ્તમૈથુન એ મૈથુનનો એક પ્રકાર છે. એનાથી ફાયદો થઈ શકે, નુકસાન નહીં. જે ક્રિયા ઇન્દ્રિય મૈથુન સમયે યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન દરમિયાન મુઠ્ઠીમાં કરે છે. પ્રખર વૈદરાજ બાપાલાલ વૈદના કહેવા પ્રમાણે હસ્તમૈથુન એક સારી આદત છે, કોઈ બીમારી નથી. મને પૂછો તો હું એક ડગલું આગળ વધીને કહીશ કે એઈડ્સના જમાનામાં આ એક સુરક્ષિત આદત છે.
હસ્તમૈથુનની ઇન્દ્રિય નાની થવાની કોઈ સંભાવના નથી. હાથ-કાન-પગ-ઇન્દ્રિય એ બધી વંશ પરંપરાગત વસ્તુઓ છે. યોનિમાર્ગની લંબાઈ શરીરરચના પ્રમાણે ચાર ઇંચ હોય છે અને જાતીય લંબાઈ છ ઇંચ હોય છે. એમાં વધુ સંવેદના આગળના એક-તૃતીયાંશ ભાગમાં અને યોનિનની ઉપરની દીવાલમાં હોય છે. આનો અર્થ એ કે સ્ત્રીને સંતોષ આપવા માટે અને સફળતાપૂર્વક કામક્રીડા કરવા માટે ઇન્દ્રિયની લંબાઈ બે ઇંચ કરતાં વધુ હોય તો પણ ચાલે. પુરુષ રતિક્રીડા કેટલી આકર્ષક અને સંતોષજનક રીતે કરે છે એનાથી સ્ત્રીને મતલબ હોય છે અને નહીં કે તેની ઇન્દ્રિયની લંબાઈથી. એક પુરુષની ઇન્દ્રિય બાર ઇંચ લાંબી હોય, પણ ઉત્તેજિત જ ન થતી હોય તો એનો કોઈ અર્થ નથી. એની સામે બીજા પુરુષની ઇન્દ્રિય ભલે ત્રણ જ ઇંચ લાંબી હોય, પણ સ્ત્રીને સંતોષ આપી શકતો હોય તો તે સ્ત્રીને વધુ ગમશે. સંભોગ કઈ રીતે કરો છો અને કેટલો સંતોષપ્રદ છે એ અગત્યનું છે, નહીં કે એ કેટલો લાંબો ચાલે છે.
સંભોગ માટે ઘણી જાતનાં આસનો છે. યોગ્ય આસનનો પ્રયોગ કરો તો સંભોગ દરમિયાન ઇન્દ્રિય યોનિમાર્ગમાં સંપૂર્ણપણે અંદર સુધી દાખલ થઈ શકે છે.
- અનિતા