મૂંઝવણ .
- મને એક યુવક સાથે પ્રેમ છે. છેલ્લા બે વરસથી અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તો શું મારા ભાવિ પતિને આની જાણ થાય ખરી?
* હું ૧૨ ધોરણમાં ભણું છું. છેલ્લા ત્રણ વર્ષથી મને હસ્તમૈથુનની આદત છે. મેં મારી આ આદત છોડવાનો પ્રયાસ કર્યો. પણ મને સફળતા મળી નથી. આ કારણે મારું વજન ઊતરી ગયું છે. તેમ જ મારું લિંગ વળી ગયું છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવક (વડોદરા)
* તમારી સમસ્યાને હસ્તમૈથુન સાથે કંઈ લાગતું વળગતું નથી. શિશ્ન થોડું ડાબે કે જમણે હોય એનાથી સેક્સ લાઈફમાં કોેઈ સમસ્યા નડતી નથી. આ સામાન્ય છે. તેમ જ હસ્તમૈથુનને કારણે તમારું વજન ઊતરી ગયું હોવાનો ભ્રમ પણ કાઢી નાખો.
* હું ૨૭ વર્ષની છું. મારે અઢી વર્ષની એક પુત્રી છે. હવે મારે સંતાનમાં પુત્ર જોઈએ છે. શું માસિકના ચાર દિવસ પછી બેકી સંખ્યાને દિવસે સમાગમ કરવાથી બાબો આવે છે? આ ઉપરાંત જમણા નસકોરામાં હલચલ-શ્વાસોશ્વાસ લઈએ તો બાબો આવે છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક બહેન (મુંબઈ)
* સંતાનમાં પુત્ર કે પુત્રી જન્મે એ આપણા હાથમાં નથી. આ વાત માત્ર ઈશ્વરને જ આધિન છે. પુત્ર જન્મે એ બાબતે ઘણા ભ્રમ પ્રવર્તે છે. તમારા ભ્રમ પણ આમા સામેલ છે. ઘણાને ભ્રમ છે કે ૨૮ દિવસની સ્ત્રીની માસિક સાઈકલના પ્રથમ ૧૪ દિવસ દરમિયાન સંભોગ કરવામાં આવે તો પુત્ર જન્મે છે. આ ઉપરાંત કેટલાક માને છે કે ખાટા ફળો ખાવાથી પુત્ર જન્મે છે. પરંતુ આ સો ટકા સિધ્ધ વાત નથી. આ બધી ભ્રામક માન્યતાઓ છે. જેના પર વિશ્વાસ રાખવો નહીં. સંતાનમાં પુત્ર જન્મે કે પુત્રી એ ઈશ્વર પર છોડી દેવું.
* હું ૨૦ વર્ષની છું. મને એક યુવક સાથે પ્રેમ છે. અમારા માતા-પિતા પણ અમારા લગ્ન કરવા રાજી છે. પણ મને મંગળ હોવાને કારણે અમારા જન્માક્ષર મળતા નથી. આથી અમારા પરિવારજનો અમારા લગ્ન કરવા તૈયાર નથી. છેલ્લા બે વરસથી અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તો શું મારા ભાવિ પતિને આ સંબંધની જાણ થાય ખરી?
એક યુવતી (ભરૂચ)
* લગ્નની પ્રથમ રાતે દરેક સ્ત્રીને રક્તસ્ત્રાવ થવો જ જોઈએ એ જરૂરી નથી. ઘણીવાર રમતગમત દરમિયાન કે ટેમ્પુનના વપરાશને કારણે યોનિપટલ તૂટી જાય છે અને ઘણી સ્ત્રીઓને જન્મથી પડદો હોતો જ નથી. જ્યાં સુધી તમે તમારા પતિને ન કહો ત્યાં સુધી તેમને ખબર પડવાની શક્યતા ઓછી છે.
* હું ૪૩ વર્ષની છું. મને સાડા સાત વરસનો પુત્ર છે. આર્થિક તકલીફને કારણે મારા પતિ એકલા જ રહે છે અને હું મારા પુત્ર સાથે મારે પિયર રહું છું. મારી મા અમને હુ ત્રાસ આપે છે. અમે દર મહિને તેમને રૂ.બે હજાર આપતા હોવા છતાં પણ તેમનું વર્તન સારું નથી. ઘરની તમામ જવાબદારી મારા પર છે. અમે ઘણા દુઃખી છીએ. અમારું લગ્ન જીવન સુખી છે અને રજાનો દિવસ અમે મા-દિકરો મારા પતિ સાથે જ વીતાવીએ છીએ. મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી.
એક બહેન (અમદાવાદ)
* દર મહિને તમે રૂ. બે હજાર તમારી મમ્મીને આપો છો તો પછી તમારા પતિ સાથે કેમ રહેતા નથી. પિયરના બંગલા કરતા પતિનો એક ઓરડો ભલો. લાંબા સમય સુધી પિયરમાં રહેવાને કારણે આવી હાલત થવાની શક્યતા છે. તમે ભણેલા હો તો નોકરી કરો. અને ભણ્યા ન હો તો પણ ઘરે બેસીને ઘણા ઉદ્યોગ થઈ શકે છે. તમે ઘરે લોકોને જમાડી કે પછી લોકોને ઘેર ટિફિન પહોંચતા કરી કે શીવણકામ કરી આવક ઊભી કરી શકો છો. આ રીતે કોઈ પ્રકારે આવક ઊભી કરી તમે તમારા પતિને મદદ કરી એક સાથે રહી શકો છો. વડીલોએ નહીં તમારે જ કોઈ રસ્તો શોધવાનો છે. પતિ સાથે બેસીને આ બાબતે ચર્ચા કરી આવક રળવાનું કોઈ સાધન ઊભું કરી એક નાનકડી ઓરડીમાં પણ તમારો સંસાર વસાવો.
* મેં એક યુવતી સાથે તેની સંપૂર્ણ સંમતિથી શારીરિક સુખ માણ્યું છે. શું અમે સંભોગ કર્યો એ વાત પૂરવાર થઈ શકે?
એક યુવક (ઉમરેઠ)
* તમે સંભોગ સુખ માણ્યું છે એ પૂરવાર થઈ શકે નહીં. એના કોઈ લક્ષણ કે પુરાવા હોતા નથી. તમે જાતે કોઈને ન કહો ત્યાં સુધી આ પૂરવાર થઈ શકે નહીં. તમારી પ્રેમિકા હજુ બાલિગ છે. કાયદાની દ્રષ્ટિએ હમણા તમે લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા બંનેની વચ્ચે પણ ખાસ્સો તફાવત છે. શક્ય હોય તો હવે આ યુવતીથી દૂર રહો. તેને સમજાવો કે અત્યારે તેની ઉંમર નાદાન છે. આ ઉંમરે વિજાતીય આકર્ષણ સામાન્ય છે. આ પ્રેમ નથી. પરંતુ શારીરિક આકર્ષણ છે. અને આવી ક્ષુલ્લક બાબતમાં આત્મહત્યા કરવાનો વિચાર ન થાય. તે ઉંમરલાયક થાય ત્યાં સુધી રાહ જુઓ. એ દરમિયાન તમારા પ્રેમમાં ઓટ ન આવે તો વડીલોની સંમતિ પછી લગ્નનો નિર્ણય લો. કેટલીકવાર નાદાનીમાં લીધેલા નિર્ણયોને કારણે ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે. આથી બંને જે નિર્ણય લો એ સમજી વિચારીને જ લેજો.
- અનિતા