Get The App

મૂંઝવણ .

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- ઠંડીમાં મારા સાંધામાં ખેંચાણ અને પીડા થાય છે. આરામ પછી પણ પીડા ઘણીવાર ગંભીર થઈ જાય છે, જેના લીધે કોઈ કામ નથી કરી શકતી. 

* હું ૩૨ વર્ષની સફળ મહિલા છું. મારું બધું કામ કમ્પ્યૂટર પર થાય છે, તેથી વધારે સમય બેસવાથી મારી કરોડરજ્જુમાં દુખાવો થવા લાગ્યો છે. મારી સમસ્યા એ છે કે ઠંડીમાં મને અસહ્ય દુખાવો થાય છે, જેના લીધે મને કામ કરવામાં સમસ્યા ઊભી થાય છે. કૃપા કરીને આ સમસ્યાથી છુટકારો અપાવો?

એક મહિલા (વડોદરા)

* આ ઉંમરમાં હાડકાંની સમસ્યા શરૂ થવી સામાન્ય વાત છે ખાસ તો કમ્પ્યૂટર પર કામ કરનારી વ્યક્તિમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ઠંડી દરમિયાન કરોડરજ્જુમાં સંકોચન થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે તમે એક જ સ્થિતિમાં કેટલાય કલાકો બેસી રહો છો ત્યારે હાડકામાં પીડા થવાની સમસ્યા થાય છે. ઠંડીમાં સંકોચનના લીધે ડિસ્કની નસો પર દબાણ આવે છે, જેનાથી પીડા વધી જાય છે. પીડાથી બચવા માટે કામ દરમિયાન વચ્ચે વચ્ચે બ્રેક લઈને બોડી સ્ટ્રેચ કરો. આગળ અને પાછળની તરફ ઝૂકવાની કસરત કરો. બેસવાનું પોસ્ચર યોગ્ય રાખો. પીડાથી બચવા માટે યોગ્ય આહાર લો અને પાણી વધારે લો. સમય મળે પીઠ પર નવશેકા તેલથી માલિશ કરાવો. હળવા હાથે કરેલું માલિશ પીડાથી રાહત અપાવશે.

* મારી ઉંમર ૨૫ વર્ષ છે. ૨ વર્ષ પહેલાં મારા પગમાં મચકોડ આવી ગયો હતો, જે થોડા દિવસમાં ઠીક પણ થઈ ગયો, પણ ઠંડીની મોસમમાં મને તે જ જગ્યાએ પીડા થાય છે, જેના લીધે ચાલવામાં તકલીફ થાય છે. આ પીડા કેવી રીતે દૂર થશે?

એક યુવતી (સુરત)

* ઘણીવાર મચકોડ દેખાવે સામાન્ય લાગે છે, પણ અંદરથી તે ખૂબ ગંભીર હોય છે. તમારી વાતથી તો સ્પષ્ટ થાય છે કે તમારા પગમાં અંદર ઈજા થઈ છે, જે ઠીક નથી થઈ. ઠંડીમાં હાડકાં અને સાંધા કમજોર પડી જાય છે, જેનાથી હાડકાંની સમસ્યા થાય છે અને પછી પીડા થવા લાગે છે. ઈજા ઠંડીથી પ્રભાવિત થાય છે, જેનાથી પીડા થાય છે.

તમારી સમસ્યા સામાન્ય નથી, તેથી તેને તરત મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે. પીડાથી છુટકારો મેળવવા માટે હાડકાંના કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરો. તે સિવાય પીડાવાળી જગ્યા પર સેક કરો. તેને ઠંડીથી બચાવીને રાખવામાં પીડાથી છુટકારો મળશે.

* મારી ઉંમર ૪૦ વર્ષ છે. ઠંડીમાં મારા સાંધામાં ખેંચાણ અને પીડા થાય છે. આરામ પછી પણ પીડા ઘણીવાર ગંભીર થઈ જાય છે, જેના લીધે કોઈ કામ નથી કરી શકતી. કૃપા કરી આ સમસ્યાનો ઉકેલ જણાવો?

એક મહિલા (ખેડા)

* તમારી ઉંમરમાં હાડકાંની સમસ્યા થવી સામાન્ય વાત છે. ઠંડીમાં તડકાના અભાવે હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ઉષ્ણતામાન ઘટવાથી હાડકાંની ફ્લેક્સિબીલીટી ઓછી થઈ જાય છે, જેના લીધે સંકોચન અને પીડાની સમસ્યા ઊભી થાય છે. ઠંડીની મોસમમાં પીડાથી બચવા માટે વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું પડે છે.

ગરમ કપડાં પહેરીને રાખવા, હાડકાં અને સાંધાને ગરમ શેક આપો, નવશેકા તેલથી માલિશ કરો. સામાન્ય કસરતની મદદથી હાડકામાં સંકોચનની સમસ્યા દૂર થશે. હાડકામાં લચીલાપણું આવવાથી પીડામાં આપમેળે રાહત મળી જશે. જોકે તમારી ઉંમર વધારે છે, તેથી તમારે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પણ છે. કોઈ સારા હાડકાંના વિશેષજ્ઞાની સલાહ અચૂક લો.

* મારી ઉંમર ૨૭ વર્ષ છે. મને હેવી વર્કઆઉટ કરવું ગમે છે. પરંતુ ઠંડીમાં નિંગ દરમિયાન મને ઘૂંટણની નીચે ખૂબ પીડા થાય છે. જેના લીધે હું બરાબર વર્કઆઉટ નથી કરી શકતી. મને જણાવો કે એવું કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મળી શકે?

એક મહિલા (વડોદરા)

* જેમ કે તમારે હેવી વર્કઆઉટ કરવું પડે છે, તેથી તમારા ઘૂંટણની નીચેના લિગામેંટ પર તેની અસર થાય છે. તમારા વર્કઆઉટને થોડું ઘટાડવાનો પ્રયત્ન કરો. જો તમે વર્કઆઉટ જિમમાં કરો છો તો આ વિટામીન ડીની કમીથી પણ થઈ શકે છે, જે તડકો ન મળવાથી થાય છે. જો તમે તડકામાં રનિંગ કરશો તો તમારા લિગામેંટમાં પીડા થવાનું બંધ થઈ જશે.

વર્કઆઉટ દરમિયાન સારી કંપનીના જૂતા પહેરી, જેમાં તમે કંફર્ટેબલ અનુભવો અને તમારા પગમાં કોઈ પ્રકારનું દબાણ કે પીડા ન અનુભવો. તે સિવાય તમારો ખોરાક પણ એવો રાખો, જેમાં તમામ જરૂરી મિનરલ્સની સાથે સાથે વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં હોય. દોડવ્યા પછી નવશેકા પાણીથી શેક કરવાની ટેવ પાડો. તેનાથી પણ પીડામાં રાહત મળશે.

- અનિતા


Google NewsGoogle News