મૂંઝવણ .
- મારી 21 વર્ષની દીકરી હજી સુધી રજસ્વલા થઈ નથી. એવામાં એનાં લગ્ન કરવાં યોગ્ય ગણાય? શું એ મા બની શકે ખરી ? સામાન્ય રીતે છોકરી કેટલી વયે રજસ્વલા થાય છે ?
* મારી ૨૧ વર્ષની દીકરી હજી સુધી રજસ્વલા થઈ નથી. એવામાં એનાં લગ્ન કરવાં યોગ્ય ગણાય? શું એ મા બની શકે ખરી ? સામાન્ય રીતે છોકરી કેટલી વયે રજસ્વલા થાય છે ?
એક માતા (અમદાવાદ)
* ભારતમાં મોટા ભાગે ૧૧થી ૧૪ વર્ષની વયે છોકરીને માસિક સ્તાવની શરૂઆત થઈ જાય છે. જો ૧૬-૧૭ વર્ષની વય સુધી તે રજસ્વલા ન થાય, તો માતાપિતાની એ ફરજ છે કે કોઈ અનુભવી ીરોગ નિષ્ણાત પાસે તેની તપાસ કરાવડાવે. તબીબી તપાસ, અલ્ટ્રાસાઉન્ડ, રંગસૂત્રને લગતી તપાસ અને હોર્મોનલ તપાસ કરાવવાથી માસિકસ્રાવ ન થવાનાં કારણોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. કેટલીક સ્થિતિમાં ઓપરેશન દ્વારા તેનો ઉપચાર થઈ શકે છે અને કેટલીકમાં માનવ સારવાર આપી શકાય છે, પરંતુ જો કોઈ મોટા વિકારને લીધે જનનાંગોમાં રચનાત્મક ખામી હોય, તો તે દૂર કરવી મુશ્કેલ છે. જો અંડાશય કે ગર્ભાશયની રચના બરાબર ન હોય કે કોઈ રંગસૂત્ર સંબંધી વિકારને લીધે તે બરાબર કાર્ય કરી શકે એમ ન હોય, તો માતૃત્વમાપ્તિની સામાન્ય શક્યતા પણ નથી રહેતી.
તમે આ બાબતે ઘણું મોડું કર્યું છે. આમ છતાં કોઈ યોગ્ય ીરોગ નિષ્ણાતની સલાહ લઈ તપાસ કરાવો. વળી, જ્યાંસુધી આ અંગે કંઈ સ્પષ્ટતા ન થાય, ત્યાંસુધી જો તેની કોઈ સારવાર થઈ શકે એમ ન હોય, તો ક્યાંય સંબંધ નક્કી કરતાં પહેલાં વરપક્ષને સમગ્ર વાતથી વાકેફ કરી દો. તેઓ માનસિક રીતે મંજૂર રાખે, તો જ લગ્ન કરવાં એ સારું રહેશે.
* મારી ઉંમર ૨૦ વર્ષ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા મોં પર ફોલ્લી થાય છે. ઘણી વાર તો નાક, કાન અને કપાળ પર પણ ફોલ્લી થાય છે, તેમને દબાવવાથી સફેદ ચીકણું પ્રવાહી નીકળે છે. મારા કપાળ અને નાકના ભાગની ત્વચા તૈલી છે, પણ ગાલ શુષ્ક રહે છે. શરૂઆતમાં ત્વચારોગ નિષ્ણાત પાસે સારવાર લીધી અને પછી લોહી શુદ્ધ કરનારી દવા પણ કેટલાય મહિના સુધી લીધી છતાં તકલીફ ઓછી ન થઈ હું શું કરું?
એક યુવતી (વડોદરા)
* તમારી સમસ્યા ખીલની છે. યુવાવયની લગભગ દરેક યુવક-યુવતીએ તેનો સામનો કરવો પડે છે. આનો અકસીર ઇલાજ તો સારવાર પદ્ધતિમાં નથી. હા, યોગ્ય દવા અને કેટલીક વ્યાવહારિક સાવધાની કદાચ કોઈ રાખવાથી તેને અંકુશમાં લાવી શકાય છે. વળી, ૨૫ વર્ષની વય પછી આ તકલીફ મોટા ભાગે આપોઆપ ઓછી થઈ જાય છે. તમે કોઈ ત્વચારોગ નિષ્ણાતની સલાહ લો. તદુપરાંત, નીચેની કેટલીક સાવધાનીઓ અને ઉપાય પણ અજમાવો.
* દિવસમાં ૩-૪ વાર ચહેરાને સાબુ તથા નવશેકા પાણીથી ધુઓ. તેનાથી તૈલી ત્વચા સાથે અને રોમછિદ્રો ખુલ્લાં થશે.
* થોડા થોડા સમયે ચહેરાને યોગ્ય રીતે સ્ટીમ આપો.
* શૈલી પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો, ફાઉન્ડેશન, મોઈશ્ચરાઈઝર અને લોશન તથા તેલનો ઉપયોગ ન કરો. કેલેમાઇન લોકોને, પાઉડર, બ્લશર આઇશડો આઇલાઇનર, મસ્કારા અને લિપસ્ટિક લગાવી શકો.
* રસોઈ કરતી વખતે બારીઓ ખુલ્લી રાખો અને જો એક્ઝોસ્ટ ફેનની સગવડ હોય તો તે ચલાવવો, જેથી ચીકાશવાળી વરાળ બહાર નીકળી જાય.
* ખીલ-ફોલ્લીઓને હાથ ન લગાવશો. તેને ખંજવાળવાથી કે નખથી દબાવવાથી ચેપ લાગી શકે છે, જેના લીધે ડાઘ પડી જવાનો ભય પણ રહે છે.
* હું લગ્ન પહેલાંથી નોકરી કરી રહી છું અને આગળ પણ નોકરી ચાલુ રાખવા ઈચ્છુ છું, તેથી હાલમાં ફેમિલી પ્લાનિંગ કરવા નથી ઈચ્છતી. પતિ આ વાતને સમજે છે, પરંતુ મારા સાસુ દબાણ કરી રહ્યા છે કે લગ્નનાં બે વર્ષ થઈ ચૂક્યા છે. અમારે હવે તો બાળક વિશે વિચારવું જોઈએ. મારી ઉંમર હજી તો ૨૫ વર્ષ છે. હું હાલમાં ૨-૩ વર્ષ સુધી મા બનવા નથી ઈચ્છતી. શું મારો આ નિર્ણય વાજબી છે?
એક પરિણીતા (સુરેન્દ્રનગર)
* જો તમારા સાસુ તમારી સાથે રહેતા હોય તો તેમની વાતને સ્વીકારવામાં કોઈ વાંધો નથી. બાળકના જન્મ પછી પણ તમે નોકરી ચાલુ રાખી શકો છો.
આજકાલ તો નોકરિયાત મહિલાઓ પણ સારી રીતે પોતાની બંને જવાબદારી નિભાવી રહી છે.
- અનિતા