મૂંઝવણ .

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


*  બ્રેસ્ટ મોટાં હોય તો તે વધારે આકર્ષક ગણાય ? શું મોટાં સ્તનોવાળી સ્ત્રીમાં કામવાસના વધારે હોય ?

*  હું ૧૯ વર્ષની કુમારી છું. નિયમિત જોગિંગ કરું છું. જોગિંગ કરતી વખતે બ્રા પહેરવી જરૂરી છે ? એવું ખરું કે બ્રા ન પહેરવાથી બ્રેસ્ટ લૂઝ થઇ જાય છે ?

એક યુવતી (સૂરત)

*  આ વિશેનો અભ્યાસીઓનો 'સમાન'  અભિપ્રાય નથી. છતાં કેટલાક ડોકટર એવા સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે જોગિંગ કરતી વયસ્ક યુવતીઓએ બ્રા પહેરવી જોઇએ. બ્રાથી બ્રેસ્ટને સપોર્ટ આપતા  લિગામેન્ટ્સને નુકસાન- હાનિથી બચાવી શકાય છે. સતત  બ્રેસ્ટ આંદોલિત થયા કરે છે, જોગિંગ કરતી વખતે તેથી લિગ્મેન્ટ્સ વીક પડી જાય છે. આવો અભિપ્રાય હોવા છતાં  સ્ત્રી -એથ્લિટ્સ પર  સંશોધન કરાનારાએ  એવી  નિશ્વિત, સ્પષ્ટ   તારવણી કાઢી નથી કે આવું 'શક્ય' નુકસાન 'કાયમી' હોય છે. અપરિણીત કુમારીને હવે સાચી સમજણ આપીએ. સ્પષ્ટ વાત છે કે જોગિંગ વખતે ઊંચ-નીચે ઊછળતાં સ્તનોને આધાર આપનાર સ્નાયુઓ આવી રોજની, નિયમિત ક્રિયાથી તેમની સંકોચ વિકાસ ક્ષમતા ગુમાવે છે. આમ થતાં સ્તનો ઢીલાં પડી જાય. સ્તનો મોટાં અને પુષ્ટ હોય તો આવી હાનિનો સંભવ વધારે. બ્રેસ્ટને રક્ષણ આપે તથા જોગિંગ વખતે ઊછળવાથી બરાબર ન લાગે તે દ્રષ્ટિએ ખાસ પ્રકારના સ્પોર્ટ્સ બ્રાઝ હોય છે. તે પહેરવાથી નુકસાન નથી, લાભ છે.

*  બ્રેસ્ટ મોટાં હોય તો તે વધારે આકર્ષક ગણાય ? શું મોટાં સ્તનોવાળી સ્ત્રીમાં કામવાસના વધારે હોય ?

એક યુવતી (જામનગર)

* પરંપરાથી  સ્ત્રી નાં મોટાં સ્તનોને આકર્ષક માનવામાં આવે છે. છતા પુરુષે  તે બાબતનો અભિપ્રાય  એક સરખો નહિં હોય. હા, આ  વ્યક્તિગત   બાબત છે. મોટાં સ્તનોનું આકર્ષણ ધરાવતા પુરુષો પણ  હોય.   અમેરિકન સમાજમાં ૧૯૨૦ના દશકામાં 'સ્મોલ બૌઝમ'/ નાના સ્તનો આદર્શ ગણાતા. તે  સમયગાળમાં ઘણી સ્ત્રીઓ ફેશનેબલ લુક માટે ટાઈટ બ્રેસિયર્સ પહેરતી. 

 તે જ સમાજમાં ચાળીસીમાં પૂર્ણ, સભર આકાર લોકપ્રિય હતો, તે પછીની અમેરિકન  સ્ત્રીઓ એવી રચનાવાળી બ્રા  પહેરતી કે જે બ્રાઝ  બ્રેસ્ટને 'અપ' રાખે અને 'આઉટ' રાખે. અર્થાત્    તે ઊંચાં દેખાય અને તેની પૂર્ણતા ઉપસીને પ્રત્યક્ષ થાય. તેમાં વળી અસરકારક સજકલ ટેકનિકસ  આવતાં સ્ત્રીઓ 'બ્રેસ્ટ સાઇઝ'  ને વધારાનું પસંદ કરતી. ફેઇનનું ચક્ર ફરતું જ રહે છે.  હવે  એમ લાગે છે કે  માપસર  અને  નાનાં સ્તનોનું આકર્ષણ એકંદરે વધી રહ્યું છે. યુવતીનાં પાતળા,  એથ્લેટિક શરીર પરનાં માપસર, નાનાં  બ્રેસ્ટ  પુરુષોને આકર્ષે છે. જોકે કોઇ પણ સમાજના- સ્થળના- કાળના સંદર્ભમાં પણ આવું સૌનું  એકસરખું   નિશ્ચિત વલણ નથી હોતું. કેટલીક કૃતિઓનાં રિંગ આકર્ષણ ભિન્ન પણ હોય. 

શું મોટાં સ્તનોવાળી  સ્ત્રીમાં કામવાસના વધારે હોય છે ? ના, આવો કોઇ 'નિયમ' કોઇ સંશોધકોઅ ે તારવ્યો નથી. નાનાં સ્તનવાળી  સ્ત્રીઓમાં પણ કામેચ્છા હોય છે. તેમને કામોત્તેજના પણ થતી હોય છે અને કામોત્તેજક કારણો મળતાં કામપરાકાા (ઓર્ગેઝમ)નો અનુભવ પણ થતો હોય છે. 

*  મારા જાણવામાં આવ્યું છે કે યુ.એસ.એ.માં સિલિકોનનાં ઇન્જેક્શન પેનિસમાં આપીને નવા એક્ટરે પેનિસની સાઇઝ વધારી આપે છે. મારે પેનિસની સાઈઝ વધારવી છે, પરંતુ અપરિણીત છું. મારી વય ૨૮ વર્ષની છે. મને અમેરિકા જવાની તક છે. વળી હું ખર્ચ પણ કરી શકું તેમ છું. ઈવન ગામ છે ત્યારે પેનિસની સાઇઝ ચાર ઇંચ કરતાં વધારે હોય છે પણ તે સિવાય તે ઘણું જ નાનું અને લુઝ રહે છે. 

એક યુવક (મુંબઇ)

*  પ્રિય મિત્ર, પ્રથમ તો મનમાંથી અજ્ઞાાન ખંખેરી નાખો. અગાઉ જણાવી ગયા છીએ, આ વિભાગમાં તેમ ઉત્થાન પામેલા પેનિસની લંબાઇ બે ઇંચ કરતાં વધારે હોય કે માત્ર બે જ ઈંચ હોય તો પણ પુત્ર મૈથુનીક્રિયા દ્વારા કામસુખ પામી શકે છે અને  શયનસંગિની  સ્ત્રીને  કામસુખ  આપી શકે છે. તેનામાં  સાઇઝના  એ કોઇ ખામી નથી માટે સાઇઝ વધારવા માટે તમારે વિદેશ જવાની જરૂર નથી. 

હવે યુ.એસ.એ.માં સિલિકોનનાં ઇન્જેકશન આપીને પેનિસની સાઇઝ વધારી આપવામાં આવે છે તેવી તમારી પાસે જે માહિતી છે તેના સંદર્ભમાં સત્ય માર્કની જાણી લો. અમેરિકામાં પેનિસમાં કે બ્રેસ્ટમાં સિલિકોનનાં ઇન્જેક્શન આપવામાં આવે છે તે  માહિતી  સાચી નથી.  સાચી વાત એ  છે કે   આમ ઇંજેક્શન આપવામાં આવે તો તે 'ગુનો'  ગણાય છે. 

સિલિકોનના પ્રવાહીને પેનિસમાં કે બ્રેસ્ટમાં  ઇંજેક્ટ  કરવામાં  સલામતી નથી.  પ્રવાહી સિલિકોન  તેને જે સ્થાનમાં દાખલ કરવામાં આવ્યું હોય ત્યાં રહેતું નથી. બલકે તે આસપાસમાં વહી જાય છે અને કઠણ પિંડ બની જાય છે તો થતો જ નથી. પણ  હાનિ-નુકસાન થાય છે. 

- અનિતા


Google NewsGoogle News