મૂંઝવણ .

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


શું માસિકના દિવસોેમાં મૈથુન માણી શકાય?

* પત્ની ઠંડી છે શું કરવું? સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. મૈથુનના આનંદમાં પત્ની તરફથી જરા પણ સહકાર મળતો નથી.

એક ભાઇ (મુંબઇ)

* શયનસંગિની સ્ત્રી જાતિય પ્રતિભાવ ન આપે તેને ઠંડી સ્ત્રી તરીકે ઓળખાવવામાં આવતી. અંગ્રેજી કોલ્ડ શબ્દનો આ ગુજરાતી પર્યાય છે. આવી  સીમા ફ્રીઝિડિટી છે. તે ફીજિડ એટલે જાતીય પ્રતિભાવની દ્દષ્ટિએ ઠંડી છે તેમ પણ આ વિષયના લેખકો શબ્દપ્રયોગ કરતા. ૧૯૭૦માં માસ્ટર્સ અને જોન્સન નામના આ વિષયના સંશોધકોનો બીજો ગ્રંથ હ્યુમન  સેક્સ્યુઅલ ઈનએડીકક્વીસ પ્રકટ થયો. આ ગ્રંથના પ્રકાશન પછી કોલ્ડ  અને ફ્રિજિડ જેવા શબ્દો  કામતંત્રના અભ્યાસીઓએ પ્રયોજવાનું છોડી દીધું. કેમ કે આ શબ્દો નકારાત્મક હતા. તે સ્ત્રીના જાતીય પ્રતિભાવના સંદર્ભમાં નિદાન (કારણ) વિશે કોઈ સંકેત  કરતા ન હતા. માસ્ટર અને જોન્સન (૧૯૭૦) જેવા સંશોધકો અને કાપલાન (૧૯૭૪) જેવા સંશોધક અભ્યાસીએ આવી સ્ત્રીઓના સંદર્ભમાં ઓર્ગેસ્મિક ડિસ્ફંક્શન જેવા શબ્દપ્રયોગો દ્વારા પરાકાષ્ઠા (ઓર્ગેઝમ) સુધી પહોંચવામાં મુશ્કેલી, બાધા અનુભવતી સ્ત્રીઓની જાતીય સમસ્યાનો સંકેત કરવાનું પસંદ કર્યું. તે પછી આવી સ્થિતિ માટે એનોર્ગેઝિમયા જેવો ટૂંકો પર્યાય પણ આ વિષયના અભ્યાસી નિષ્ણાતો  વાપરે છે.

સ્ત્રી જાતીય ઉત્તેજના પામતી પામતી તેની પરાકાષ્ઠાના આનંદ સુધી પહોંચી શકતી ન હોય તેના એક કરતાં વધારે કારણો હોય. આ ઉપચાર (થેરપી)નો વિષય છે. અમારી સલાહ છે કે તમારે યોગ્ય સેક્સોલોજિસ્ટ પાસે પત્નીને લઈને જવું જોઈએ. તે આવી સમસ્યાનું કારણ શોધીને યોગ્ય ઉપચાર સૂચવશે.

* ઉંમર ૪૦ વર્ષની છે. લગ્ન કર્યાને ૨૦ વર્ષ થયા. ચાર બાળકો છે. મારા પ્રશ્ન આ પ્રમાણે છે : (૧) ઈરેક્શન બરાબર થતું નથી.કોઈવાર બરાબર થાય છે. જો ઈરેક્શન બરાબર  થાય નહીં અને સંભોગ કરીએ તો ડિસ્ચાર્જ ઘણો જલદી થઈ જાય છે. (૨) ૪૦ વર્ષની  ઉંમરે મહિનામાં કેટલી વાર સંભોગ કરી શકાય, જેથી શારીરિક તબિયત ઉપર કમજોેરીની અસર ન પડે. (૩) સ્વપ્નદોષ કેટલી ઉંમર સુધી થાય? (૪) માસિક વખતે સંભોગ કરવાથી કંઈ નુકસાન થાય?

એક યુવક (વડોદરા)

* (૧) સહશયન વખતે મનમાં બીજી ચિંતા હોય, બીજા વિચારો હોય, તનાવ (ટેન્શન) હોય તો ઈરેક્શન બરાબર થાય નહીં. ઈરેક્શન બરાબર થયું નથી તેવા વિચાર ચિંતાથી પણ શિશ્નનું ઉત્થાન  કમ થઈ જાય છે. માટે સહશયનની ક્ષણોમાં મનને ચિંતા-તનાવમુક્ત રાખો. સાદી વાત એટલી છે કે કામેચ્છા જાગતા મગજ, કરોડરજ્જુમાં આવેલ સેક્સ સેન્ટર પરથી આજ્ઞાા છૂટતા પેનીસમાં રક્તસંચાર અને રક્તસંચય થવા માંડે છે. તેમ છતાં પેનીસમાં જાગૃતિ આવે છે અને ઈરેક્શન થાય છે. જોે આ ક્ષણોમાં મન-મગજમાં ચિંતા, વિચાર-તનાવ હોય તો રક્ત સંચાર મગજમાં વધારે થવાથી પેનીસમાં તેનો સંચારસંચય ઘટી જાય છે અને ઉત્થાન બરાબર થતું નથી. વીર્યસ્ત્રાવ જલદી થઈ જતો હોય તેવી સમસ્યાને શીધ્રપતન (પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન) કહે છે. (૨) ૪૦ વર્ષે કેટલીવાર સંભોગ કરવો હિતાવહ છે તેવા પ્રશ્નનો ઉત્તર ગણિતની ભાષામાં  આપી શકાય નહીં. કામેચ્છા થાય અને કામોત્તેજક કારણોની અનુકૂળતા  હોય, ઈરેક્શન થયું હોય અને શયનસાથીની અનુકૂળતા હોય તો સંભોગ થઈ શકે. સંભોગ કરવાથી  શારીરિક નુકસાન થાય છે તેવી સમજણ ખોટી છે. આખ્ખીવાત કુદરત પર છોડવી. કામેચ્છા અને કામોત્તેજના થવી જોઈએ. (૩) સ્વપ્નદોષ એ શબ્દ પ્રયોગ પ્રચલિત છે. પણ  તે શબ્દ  પ્રયોગ બરાબર નથી. નાઈટ ડિસ્ચાર્જ માટે સ્વપ્નસ્ત્રાવ એવો શબ્દપ્રયોગ કરવો જોઈએ. અપરિણીતાને નેચરલી અનેકવાર નાઈટ ડિસ્ચાર્જ થાય. પરિણીતાને કે જેઓ નિયમિત મૈથુનસુખ પામતાં હોય તેમને ભાગ્યે જ થાય. પણ ઘણા દિવસોે સુધી મૈથુનસુખ ન મળ્યું હોય તેવા પરિણીતાને પણ સ્વપ્નસ્ત્રાવ થઈ જાય. કોઈપણ વયે થાય. (૪) માસિકસ્ત્રાવ વખતે મૈથુન કરવાનો નિષેધ કેટલીક, પ્રજાઓમાં, આપણા દેશમાં પણ જોવા મળે છે. સ્વસ્થ સ્ત્રી-પુરુષ માસિકસ્ત્રાવના દિવસોમાં પણ મૈથુન કરે તો તે હાનિકારક છેતેવા વિધાનને આજના સંશોધક અને અભ્યાસી કામતંત્રવિદો વૈજ્ઞાાનિક આધાર વગરનું ગણે છે. એટલે કે માસિકના  દિવસોમાં મૈથુન કરવાથી હાનિ થાય છે તેવી માન્યતાને વૈજ્ઞાાનિક આધાર નથી.

* વીર્ય ઓછું આવે છે અને શિશ્ન નબળું પડીને નાનું થતું જાય છે.

એક યુવાન (રાજકોટ)

* વીર્ય ઓછું કે વધારે તેવા શબ્દોનું મહત્ત્વ નથી. વીર્યમાં  જંતુઓ હોય છે. સ્ત્રીબીજ સાથે એક વીર્યજંતુનો સંયોગ થતા ગર્ભ રહે છે. વીર્યમાં રહેલા વીર્યજંતુનું આ જ કાર્ય છે. તે સિવાય મૈથુનની ઈચ્છા  અને સુખ પામવાની અને આપવાની યોેગ્યતા સાથે વીર્યના પુરવઠાને કે પ્રમાણને કોઈ સંબંધ નથી. લગ્નને એક - દોઢ વર્ષ પસાર થઈ જવા છતાં જો પત્નીને ગર્ભ રહેતો ન હોય તો એક શક્યતા  તરીકે સિમેન રિપોેર્ટ કઢાવવોે. તમને કામેચ્છા થાય છે, કામોત્તેજના આ ઈરેક્શન પણ થાય છે. જેથી તમે પેનિટ્રેશન અને મૈથુનક્રિયા કરી શકો છો. તમારામાં કોઈ ખામી નથી. મનમાંથી ચિંતા-વહેમ કાઢી નાખો. મૈથુનક્રિયા વખતે મનમાં કોઈ ચિંતા-તનાવ ન રાખો. મૈથુનક્રિયા વખતે પણ ચિંતા-વિચાર-તનાવથી શિશ્ન શિથિલ થઈ જાય.

* શું શિશ્નનો આકાર વાંકો થઈ જવાથી સંતતિ ઉત્પન્ન થતી નથી?

એક યુવક (અમદાવાદ)

* છ માસ પછી લગ્ન થવાનાં છે તેવા ૨૪ વર્ષના યુવાનનો આ પ્રશ્ન છે. પેનીસ ઉત્થાન થાય ત્યારે  એકબાજુ કંઈક વળેલું -વક્ર-વાંકુ હોય તે પુરુષોેમાં સર્વસામાન્ય (કોમન) બાબત છે. આવો એક તરફનો કર્વેચર તે કોઈ ખામી નથી. તેવા વળાંકને કારણે મૈથુનક્રિયામાં અને મૈથુનસુખમાં કોઈ બાધા આવતી નથી. સંતાનની ઉત્પત્તિની દ્દષ્ટિએ પણ તેથી કોઈ મુશ્કેલી ઊભી થતી નથી.

- અનિતા


Google NewsGoogle News